ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડનગરમાં યોગ દિવસની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય અગ્રણીઓ રહ્યા હાજર

યોગ દિવસ / વડનગરમાં યોગ દિવસની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય અગ્રણીઓ રહ્યા હાજર

Last Updated: 08:26 AM, 21 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

“યોગ ફોર વન અર્થ-વન હેલ્થ”ની થીમ સાથે ઉજવાનારા આ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણીમાં “સ્વસ્થ ગુજરાત- મેદસ્વીતા મુક્ત ગુજરાત”નો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે.

ADVERTISEMENT

વડનગર મુકામે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. વડનગરના શર્મિષ્ઠા તળાવ પર રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી યોજાઇ હતી.. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભવો હાજર રહ્યા હતા. શર્મિષ્ઠા તળાવ પર 3 હજાર કરતા વધુ લોકોએ સાથે મળીને યોગ કર્યા હતા.

વડનગરમાં અલગ અલગ 11 સ્થળોએ યોગ દિવસની થશે ઉજવણી કરાઇ હતી. શર્મિષ્ઠા તળાવ,તાનારીરી, કીર્તિ તોરણ,આર્કિયોલોજીકલ મ્યુઝિયમ,સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, પ્રેરણા સ્કૂલ,હાટકેશ્વર મંદિર,હાથી દેરાણસણ, પ્રેરણા સ્ટ્રીટ સહિત 11 સ્થળે યોગનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો.

“યોગ ફોર વન અર્થ-વન હેલ્થ”ની થીમ સાથે ઉજવાનારા આ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણીમાં “સ્વસ્થ ગુજરાત- મેદસ્વીતા મુક્ત ગુજરાત”નો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં મેઘો મુશળધાર!, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

ગુજરાતભરમાં આ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસને વ્યાપક જનભાગીદારીથી ઉજવવાનું વિસ્તૃત કાર્યઆયોજન રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા રાજ્ય યોગ બોર્ડના સહયોગથી હાથ ધરવામાં આવ્યું. આ વર્ષે રાજ્ય ભરમાંથી અંદાજે ૧ કરોડ ૫૦ લાખથી વધુ નાગરિકોની સહભાગીતાથી યોગ દિવસ ઉજવવાનું લક્ષ્ય રાખવામાં આવેલું હતું.. યોગ દિવસ-૨૦૨૫ની ઉજવણીના કાઉન્ટડાઉન અન્વયે અત્યાર સુધીમાં જુનાગઢ, પોરબંદર, સુરત, વડોદરા અને અમદાવાદ ઉપરાંત જિલ્લા-તાલુકા કક્ષાએ અંદાજે ૧ હજારથી વધુ વ્યક્તિઓની ક્ષમતાના ૩૫થી વધુ કાર્યક્રમો સંપન્ન થયા છે.

અમિત શાહ અમદાવાદમાં યોગ દિવસની ઉજવણી માટે પહોંચ્યા
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદના પ્રહ્લાદનગર ગાર્ડનમાં યોજાઈ રહેલ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા પહોંચ્યા છે. જે બાદ તેઓ ઓક્સિજન પાર્ક માટે વૃક્ષારોપણ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadnagar Yog Day Celebration Yog Day Celebration International Yog Day
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ