ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / start bread making business and earn money which has a great demand in the market

કમાણી / ઘરે બેઠા માત્ર 10 હજારમાં શરૂ કરો આ કામ, માર્કેટમાં છે તેની ખૂબ ડિમાન્ડ, દર મહિને થશે લાખોની આવક

Published By: Noor

Last Updated: 12:41 PM, 17 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ઘરે બેઠા છો અને બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યાં છો તો તમે બ્રેડ બનાવવાનો બિઝનેશ શરૂ કરી શકો છો. ચાલો જાણીએ વિગતો.

ADVERTISEMENT

  • બેરોજગાર લોકો માટે સોનેરી તક
  • 10 હજાર રૂપિયા લગાવી કમાવો લાખો
  • ઘરે બેઠા કરો આ બિઝનેસ

જો તમે નોકરી નહીં પણ ઓછાં ખર્ચે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો અને એ પણ ઘરેથી તો બ્રેડ બનાવવાનું કામ ઘરેથી શરૂ કરી શકો છો. તેમાં વધારે સમય પણ નથી લાગતો. તેને બનાવીને તમે બેકરી કે પછી બજારમાં સપ્લાઈ કરી શકો છો. તેના માટે વધારે રોકાણની પણ જરૂરરહેતી નથી.

10 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે

તમને જણાવી દઈએ કે આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે માત્ર 10 હજાર રૂપિયાના રોકાણની જરૂર પડશે.
બ્રેડ બનાવવા માટે જરૂરી સામગ્રીમાં
ઘઉંનો લોટ કે મેંદો, મીઠું, ખાંડ, પાણી, બેકિંગ પાવડર કે ઈસ્ટ, ડ્રાઈફ્રૂટ્સ અને મિલ્ક પાવડર જોઈશે. 

નહી લેવી પડે કોઈ જગ્યા કે દુકાન

આ બિઝનેસથી કમાણી શરૂ કરવા માટે તમારે કોઈપણ પ્રકારની જગ્યા કે દુકાનની જરૂર નથી પડતી. તેને તમે સરળતાથી ઘરે બેઠા જ શરૂ કરી શકો છે. બ્રેડ બનાવવા માટે વધારે સમય નથી લાગતો. તે ઘણાં ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. તેને બનાવીને તમે બેકરી કે પછી બજારમાં વેચીને સારો નફો કમાઈ શકો છો અને તમને તેમાં રોકાણની પણ જરૂર નથી રહેતી. વર્તમાન સમયમાં બ્રેડ ખાનારા લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. જે ભવિષ્યમાં હજી વધશે.

કેવું છે બ્રેડનું માર્કેટ 

તે સામાન્ય રીતે ખાવાની વસ્તુ છે. સામાજિક જાગરૂકતા તથા રહેણી કરણી સ્તરમાં વૃદ્ધિ થવાની સાથે તૈયાર ખાદ્ય પદાર્થોની માંગમાં પણ વૃદ્ધિ થવા લાગી છે. વર્તમાન સમયમાં ગ્રામીણ વિકાસ અંતર્ગત કરવામાં આવી રહેલાં ગ્રામિણ ઉદ્યોગોમાં બેકરી ઉદ્યોગ પણ પ્રમુખ છે. તથા ભવિષ્યમાં તેની માંગ ઘણી વધવાની સંભાવના પણ છે. ભારત બેકરી ઉત્પાદકો માટે એક પ્રમુખ મેન્યુફેક્ચરિંગ હાઉસ છે અને સંયુક્ત રાજ્ય અમેરિકા અને ચીન બાદ ત્રીજો સૌથી મોટો બિસ્કીટ નિર્માતા દેશ છે.

ભારતીય બેકરી સેક્ટરમાં બ્રેડ, બિસ્કીટ, કેક જેવા મોટા ખાદ્ય ક્ષેણીઓમાંથી કેટલાકનો સમાવેશ થાય છે. છેલ્લા નાણાકીય વર્ષમાં 17 હજાર કરોડ રૂપિયા અને આવનારા 3.4 વર્ષોમાં 13.15 ટકાના અસાધારણ દરથી આગળ વધવાની આશા છે. વધતા જતા શહેરીકરણ અને ડિસ્પોઝેબલ આવક એ બેકરી ઉત્પાદનોની માંગ વધારવાના મુખ્ય પરિબળો છે.

સંકળાયેલા મુદ્દાઓ

bread making business earn money start Income

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ