ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / નેધરલેન્ડ્સ વિરૂદ્ધ બુમરાહ-હાર્દિક થઈ શકે છે OUT? બદલાશે પ્લેઇંગ-11

T20 World Cup 2026 / નેધરલેન્ડ્સ વિરૂદ્ધ બુમરાહ-હાર્દિક થઈ શકે છે OUT? બદલાશે પ્લેઇંગ-11

Published By: Vidhata Gothi

Last Updated: 11:00 AM, 17 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઇન્ડિયા સુપર-8 માટે ક્વોલિફાય કરી ચૂકી છે, ત્યારે છેલ્લી ગ્રુપ મેચ નેધરલેન્ડ્સ સામે રમવાની છે, જેમાં ટીમ પ્રયોગ કરી શકે છે. જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને આરામ આપીને અન્ય ખેલાડીને તક આપવામાં આવી શકે છે.

ADVERTISEMENT

ટીમ ઇન્ડિયા પહેલા જ T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 માટે ક્વોલિફાય કરી ચૂકી છે, હવે તેની આગામી મેચ 18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સાથે છે. ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધીમાં બધી જ 3 મેચ જીતી છે. પહેલા ભારતે અમેરિકાને હરાવી દીધું, એ પછી નામીબિયાને પણ હરાવ્યું. આ પછી રવિવારે પાકિસ્તાનને પણ સૂર્યા બ્રિગેડે ધૂળ ચટાડી દીધી. ભારતે રવિવારે પાકિસ્તાનને 61 રનથી હરાવી દીધું.

પ્રયોગ કરવાનો યોગ્ય સમય

ભારત માટે આગામી મેચ કોઈ મોટો પડકાર નથી. કારણ કે ટીમ પહેલાથી જ સુપર-9 માટે ક્વોલિફાય કરી ચૂકી છે. પણ અસલી પડકાર સુપર-8માં જ હશે. કારણ કે ત્યાં ભારતને વેસ્ટ ઇન્ડીઝ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા કે ઝિમ્બાબ્વે જેવી મજબૂત ટીમો સામે રમવું પડી શકે છે. એવામાં નેધરલેન્ડ્સ સામે છેલ્લે ગ્રુપ મેચ ભારત માટે પ્રયોગ કરવાની યોગ્ય તક હોય શકે છે. આ મેચ ભારત માટે પોઇન્ટ્સ ટેબલના મામલે વધુ મહત્ત્વની નથી, એટલા માટે ટીમના સમીકરણમાં ફેરફાર કરવાની સંભાવના છે.

કયા ખેલાડીઓને આરામ આપશે?

જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવી શકે છે. બુમરાહને તાવ આવ્યો હોવાને કારણે તે અમેરિકા સામેની મેચ રમી શક્યા ન હતા, જ્યારે પંડ્યા ત્રણેય મેચમાં રમી ચૂક્યા છે. બંને ખેલાડી ભારત માટે મહત્ત્વપૂર્ણ છે, ખાસ કરીને મોટી મેચોમાં. બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજને તક આપીને તેની ટેસ્ટ લઈ શકાય છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ ટુર્નામેન્ટમાં બેટર માટે અનુકૂળ રહ્યું છે, એવામાં સિરાજ અને અન્ય બોલરોની સામે અસલી પડકાર હશે.

vtv app promotion

હાર્દિકની ગેરહાજરીમાં શિવમ દુબેને નવા બોલ સાથે અજમાવી શકાય છે, જેવું તેણે એશિયા કપ 2025ની ફાઇનલમાં કર્યું હતું. દુબેને ચાર ઓવર આપવામાં આવી શકે છે, જેથી એ જોઈ શકાય કે શું તેને મોટી મેચમાં વિશ્વાસ સાથે ઉતારી શકાય છે. જો પંડ્યાને ન રમાડવામાં આવે તો રિંકુ સિંહ અને અક્ષર પટેલને વધારાનો બેટિંગ સમય મળી શકે છે. આ સિવાય વોશિંગ્ટન સુંદરને પણ તક આપવામાં આવી શકે છે, જે ઇજાને કારણે લાંબા સમયથી બહાર હતો. તેના બદલે વરુણ ચક્રવર્તીને આરામ આપવામાં આવી શકે છે, જેને હજુ સુધી દરેક મેચ રમી છે.

આ પણ વાંચો: સ્મૃતિ મંધાનાને મળ્યુ મોટુ સન્માન, BBCએ 2025ની સર્વશ્રેષ્ઠ ભારતીય ખેલાડી

T20 વર્લ્ડ કપ 2026ની ભારતીય ટીમ

ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ (વાઇસ-કેપ્ટન), શિવમ દુબે, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Team India Playing-11 T20 World Cup 2026 India vs Netherlands

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ