બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:44 AM, 17 February 2026
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાને વર્ષ 2025 માટે 'BBC ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર' તરીકે પસંદ કરવામાં આવી છે. મહિલા વર્લ્ડ કપ 2025 માં ભારતની ઐતિહાસિક જીતમાં મુખ્ય ભૂમિકા ભજવવા બદલ તેણીને આ સન્માન આપવામાં આવ્યું હતું. સોમવારે આયોજિત એક શાનદાર સમારોહમાં દેશભરની અનેક મહિલા ખેલાડીઓને તેના સારા પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
સ્મૃતિ મંધાના હાલમાં ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં ટીમ મલ્ટી-ફોર્મેટ સીરિઝ રમી રહી છે. એક વીડિયો સંદેશમાં, તેણે આ સન્માન માટે બીબીસીનો આભાર માનતા કહ્યું, 2025 મહિલા ક્રિકેટ માટે ખૂબ જ ખાસ વર્ષ હતું અને તે ખુશ છે કે તે ટીમની જીતમાં યોગદાન આપી શકી.
કરિયરમાં સતત નવા કીર્તિમાન
ADVERTISEMENT
29 વર્ષીય ડાબોડી બેટ્સમેન સ્મૃતિ મંધાનાને આજે મહિલા ક્રિકેટમાં સૌથી સફળ ખેલાડીઓમાંની એક ગણવામાં આવે છે. મહિલા વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની પાસે બીજા ક્રમની સૌથી વધુ સદીઓ છે. તે હાલમાં વિશ્વના ત્રીજા ક્રમના સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. મહારાષ્ટ્રના સાંગલીમાં જન્મેલી સ્મૃતિને ક્રિકેટ રમવાની પ્રેરણા તેના પિતા અને ભાઈ દ્વારા મળી હતી, જેઓ પોતે જિલ્લા સ્તરે ક્રિકેટ રમતા હતા.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તોડ્યો કોહલીનો રેકોર્ડ
ADVERTISEMENT
સપ્ટેમ્બર 2025 માં, સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે માત્ર 50 બોલમાં સદી ફટકારી હતી. આ 50 ઓવરના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈપણ ભારતીય ખેલાડી (પુરુષ કે મહિલા) દ્વારા સૌથી ઝડપી સદી હતી. આ ઇનિંગ સાથે તેણે વિરાટ કોહલીનો રેકોર્ડ પણ પાછળ છોડી દીધો.
આ ખેલાડીઓને પણ મળ્યુ સમ્માન
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, એવોર્ડ વિજેતાઓની પસંદગી લિએન્ડર પેસ, દીપા મલિક અને અંજુ બોબી જ્યોર્જની બનેલી એક પ્રતિષ્ઠિત જ્યુરી દ્વારા કરવામાં આવી હતી. આ માન્યતા ભારતીય મહિલા ખેલાડીઓની રમતગમતમાં સખત મહેનત અને વધતી જતી ભાગીદારીનું મોટુ પ્રમાણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.