બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ICCનો માસ્ટરસ્ટ્રોક, અને પાકિસ્તાને લીધો યુટર્ન, માત્ર 48 કલાકમાં જ આખી બાજી પલટાઈ ગઈ
Last Updated: 11:48 AM, 10 February 2026
ICC-PCB Dispute: T20 વર્લ્ડ કપ 2026 વચ્ચે પાકિસ્તાનની મેચને લઈને અચાનક ઊઠેલો વિવાદ માત્ર એક મેચ સુધી સીમિત ન હતો. આ ક્રિકેટના વૈશ્વિક માળખા અને એક બોર્ડના રાજકીય દબાણ વચ્ચે સંઘર્ષ હતો, છેલ્લા 48 કલાકમાં આ જ સંઘર્ષમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને તેના સૌથી સખત વલણથી પીછેહઠ કરવા પર મજબૂર થવું પડ્યું.
ADVERTISEMENT
ભારત સામેની ગ્રુપ મેચને લઈને PCB અસહજ હતું, પરંતુ તાજેતરના ઘટનાક્રમ પછી બહિષ્કારનો વિકલ્પ ખુલ્લેઆમ ચર્ચામાં આવ્યો, જેને લીધે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ હસ્તક્ષેપ કરવો પડ્યો. ICC માટે આ માત્ર ભારત-પાકિસ્તાન મેચ ન હતી, પણ ટૂર્નામેન્ટની વિશ્વસનીયતા, કોન્ટ્રાકટ્સ અને વૈશ્વિક પ્રસારણ વ્યવસ્થાનો સવાલ હતો.
ADVERTISEMENT
ICCનો સંદેશ શરૂઆતમાં જ સ્પષ્ટ હતો કે નક્કી કરેલા શેડ્યૂલમાં કોઈ ફેરફાર નહીં થાય. મેચ ન રમવાની સ્થિતિમાં તેને નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવશે. પોઇન્ટ કટ, વૉકઓવર હાર અને આગળ ચાલીને આર્થિક દંડ જેવા વિકલ્પો હાજર છે. આને ICCનું અત્યાર સુધીનું સૌથી સખતજાહેર અને ખાનગી વલણ માનવામાં આવ્યું.
ADVERTISEMENT
PCBની અંદર શરૂઆતની પ્રતિક્રિયા 'પ્રિન્સિપલ સ્ટેન્ડ'ની હતી. બોર્ડ એ બતાવવા માંગતુ હતું કે તે ઘરેલુ રાજકીય દબાણને અવગણી શકે નહીં. સાથે જ એવો મેસેજ પણ આપવા માંગતુ હતું કે ભારત-પાકિસ્તાન મેચ માત્ર રમત નથી, સંવેદનશીલ મુદ્દો છે. દરમિયાન પાકિસ્તાની મીડિયામાં બહિષ્કારને 'મજબૂત નિર્ણય' ગણાવીને રજૂ કરવામાં આવ્યું. અહીંથી બેક ચેનલ ડિપ્લોમસી શરૂ થઈ.
ADVERTISEMENT
શનિવારે સાંજથી ICC અને PCB વચ્ચે અનૌપચારિક વાતચીત તેજ થઈ. ICCએ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ બોર્ડ ટુર્નામેન્ટને બંધક ન બનાવી શકે. જો એક ટીમ ખસી જાય છે તો અન્ય ટીમો અને બ્રોડકાસ્ટર્સને શા માટે નુકસાન સહન કરવું પડે? આ એ વળાંક હતો કે જ્યાં મામલો જાહેર નિવેદનબાજીથી નીકળીને નુકસાનના ગણિતમાં ફેરવાઈ ગયો.
ADVERTISEMENT
રવિવાર સુધીમાં PCBમાં બે સ્પષ્ટ જૂથો દેખાવા લાગ્યા - એક - સખત વલણ અપનાવનાર જૂથ અને બીજું - ICC સાથેના સંઘર્ષની લાંબા ગાળાની અસર વિશે ચિંતિત જૂથ. અહીંથી જ આવ સવાલ ઉઠ્યો કે શું એક મેચ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી અલગ થઈ જવું યોગ્ય રહેશે? આ અંગે પૂર્વ ખેલાડીઓ, પૂર્વ અધિકારીઓ અને કાનૂની સલાહકારોના સૂચનો પણ લેવામાં આવ્યા.

ADVERTISEMENT
રવિવારે બપોરે ICC એ ફરી કહ્યું કે મેચ ન રમવાની સ્થિતિમાં વૉકઓવર હાર નિશ્ચિત છે. કોઈ પણ પ્રકારની વિશેષ છૂટ આપવામાં આવશે નહીં. આ મેસેજથી PCBને એ બાબત સ્પષ્ટ થઈ ગઈ કે આ વખતે ICC પાછી નહીં હટે.
સોમવાર સવાર સુધીમાં તસવીર લગભગ સ્પષ્ટ થઈ ગઈ. PCBએ આકલન કર્યું કે જો બહિષ્કાર કર્યો તો નાણાકીય નુકસાન થવાનું નિશ્ચિત છે. આ સિવાય ICC સાથેના સંબંધો પણ ખરાબ થવાનું જોખમ છે. ખેલાડીઓને પણ આનું સીધું નુકસાન થશે. જેનું પરિણામ એ આવ્યું કે બહિષ્કારની ભાષા નિવેદનોમાંથી ચૂપચાપ ગાયબ થઈ ગઈ.
આ પણ વાંચો: BCCIનું સેન્ટ્ર્લ કોન્ટ્રાક્ટ લિસ્ટ જારી, કોહલી-રોહિતનુ ડિમોશન, કિશન-શમી પણ ગેરહાજર
અંતિમ નિર્ણય એવો આવ્યો કે સોમવારે બપોરે PCBએ સંકેત આપ્યા કે ટીમ નક્કી કરેલા શેડ્યૂલ પ્રમાણે રમશે. ICCએ પણ રાહતના શ્વાસ લીધા અને સ્પષ્ટ કર્યું કે કોઈ પેનલ્ટી નહીં લગાવવામાં આવે અને ટુર્નામેન્ટ આગળ વધશે.
આ આખા પ્રકરણ પરથી સમજાય છે કે ICC હવે ટુર્નામેન્ટ સંચાલનને લઈને ઝીરો ટોલરન્સ મોડમાં છે. PCBએ એ સમજી લીધું કે ક્રિકેટમાં સખ્તાઈની એક સીમા હોય છે. તમામ તણાવ છતાં, ભારત-પાકિસ્તાન મેચ હજુ પણ વિશ્વ ક્રિકેટની ધરી છે. 48 કલાક પહેલા જે મામલો સંઘર્ષ તરફ આગળ વધી રહ્યો હતો, તે આખરે સમજૂતી અને વ્યવહારિક્તા પર ખતમ થયો.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.