ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / BCCIનું સેન્ટ્ર્લ કોન્ટ્રાક્ટ લિસ્ટ જારી, કોહલી-રોહિતનુ ડિમોશન, કિશન-શમી પણ ગેરહાજર

સ્પોર્ટ્સ / BCCIનું સેન્ટ્ર્લ કોન્ટ્રાક્ટ લિસ્ટ જારી, કોહલી-રોહિતનુ ડિમોશન, કિશન-શમી પણ ગેરહાજર

Published By: Nirav Kumar

Last Updated: 09:58 PM, 9 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCIએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં મોટો બદલાવ કર્યો છે. જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને ટોપની A+ કેટેગરીમાંથી નીકાળી ગ્રેડ B માં મૂકવામાં આવ્યા છે.

ADVERTISEMENT

BCCIએ આ વર્ષે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યો છે. જેમાં બોર્ડે A+ કેટેગરીને રદ કરી દીધી છે. જેનાથી ગ્રેડ A હાઈએસ્ટ કેટેગરી બની ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, ODI - ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ અને સિનિયર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને BCCI દ્વારા 2025-26 સીઝન માટે ગ્રેડ A સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.

  • રોહિત અને કોહલીને ડિમોટ કરવામાં આવ્યા
    પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા, જેઓ હવે માત્ર ODI ફોર્મેટમાં રમે છે તેમને ગ્રેડ B માં મૂકવામાં આવ્યા છે. અગાઉ આ બંને પ્લેયર્સ ટોપની A+ કેટેગરીનો હિસ્સો હતા પરંતુ ટેસ્ટ અને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેમને એક લેવલ ડિમોટ કરવામાં આવ્યા છે.

T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવને પણ ગ્રેડ B માં સામેલ કરવામાં આવ્યો છે. તેની સાથે KL રાહુલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ, ઋષભ પંત, કુલદીપ યાદવ, યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ ઐયરનો પણ આ કેટેગરીમાં સમાવેશ થાય છે.

  • શમી અને કિશનને કોન્ટ્રાક્ટમાંથી બાકાત

આ યાદીમાંથી બાકાત રાખવામાં આવનાર સૌથી મોટું નામ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી છે. શમીને આ વખતે BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. તેને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ બાદ  ભારત માટે કોઈ ઇન્ટરનેશનલ મેચ રમી નથી.

ઇશાન કિશનનું નામ પણ કોઈપણ કેટેગરીમાં સામેલ નથી. આ નિર્ણય આશ્ચર્યજનક માનવામાં આવે છે કેમ કે ઇશાન T20 વર્લ્ડ કપ ટીમનો હિસ્સો હતો અને તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામે સારું પપરફોર્મન્સ કર્યું હતું. BCCIની નવી કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં પ્લેયર્સને તેના વર્તમાન ફોર્મેટ અને કન્સીસ્ટન્સીના આધારે ગ્રેડ આપવામાં આવે છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે બોર્ડ હવે ત્રણેય ફોર્મેટમાં યોગદાનને પ્રાથમિકતા અપાઈ છે.

  • BCCI ના કરાર 2025-26 માં મુખ્ય ફેરફારો

રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટેસ્ટ અને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ સેકન્ડ ટાયર (ગ્રેડ B) માં મૂકવામાં આવ્યા છે.

શુભમન ગિલને ગ્રેડ B માંથી ટોપની કેટેગરી, ગ્રેડ A માં બઢતી આપવામાં આવી છે.

જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાએ તેમના ટોચના-ગ્રેડ કરાર રિટેન રાખ્યા છે.

વોશિંગ્ટન સુંદરને ગ્રેડ C માંથી ગ્રેડ B માં બઢતી આપવામાં આવી છે.

શ્રેયસ ઐયર ગ્રેડ B કરારમાં પાછો ફર્યો છે.

મોહમ્મદ શમીને BCCI ની વાર્ષિક કરાર યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યો છે.

vtv app promotion
  • ગ્રેડ A:
    શુભમન ગિલ, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા
  • ગ્રેડ B:
    રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ, ઋષભ પંત, કુલદીપ યાદવ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર
  • ગ્રેડ C:
    અક્ષર પટેલ, તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, આકાશ દીપ, ધ્રુવ જુરેલ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, નીતિશ કુમાર રેડ્ડી, અભિષેક શર્મા, સાઈ સુદર્શન, રવિ બિશ્નોઈ, રુતુરાજ ગાયકવાડ.

મહિલા ટીમની વાત કરીએ તો, કેપ્ટન હરમનપ્રીત કૌર, વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાના અને જેમિમાહ રોડ્રિગ્સને A ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. આ ત્રણેય ખેલાડીઓએ ભૂતકાળમાં ભારતીય મહિલા ક્રિકેટની કરોડરજ્જુ તરીકે મહત્વ ભૂમિકા ભજવી છે.

ગ્રેડ B માં દીપ્તિ શર્મા, રેણુકા ઠાકુર, શેફાલી વર્મા અને રિચા ઘોષ જેવી ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેમણે મર્યાદિત ઓવરના ફોર્મેટમાં સતત પ્રભાવશાળી પરફોર્મ કર્યું છે.

વધુ વાંચો : મોટા સમાચાર : T-20 વર્લ્ડકપમાં ભારત સામે રમશે પાકિસ્તાન, ICCએ માગ ન સ્વીકારી

ગ્રેડ C માં યુવા અને પ્રતિભાશાળી પ્લેયર્સનો સમાવેશ થાય છે, જેમાં યાસ્તિકા ભાટિયા, હરલીન દેઓલ, કાશ્વી ગૌતમ અને ઘણા નવા નામોનો સમાવેશ થાય છે. મહિલા ટીમ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદીમાં કુલ 21 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Central Contract System Grade B BCCI

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ