ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / રાહુલ દ્રવિડે અચાનક રાજસ્થાન રોયલ્સ કેમ છોડી દીધું? સામે આવ્યું મોટું કારણ

ક્રિકેટ / રાહુલ દ્રવિડે અચાનક રાજસ્થાન રોયલ્સ કેમ છોડી દીધું? સામે આવ્યું મોટું કારણ

Published By: Vidhata Gothi

Last Updated: 02:35 PM, 31 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Dravid News: ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને હેડ કોચ રાહુલ દ્રવિડે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટીમ રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપી દીધું. જો કે તેમણે રાજીનામુ શા માટે આપ્યું તેનું કારણ પણ સામે આવી ગયું છે.

ADVERTISEMENT

2024માં ટીમ ઇન્ડિયાને T20I વર્લ્ડ કપનો ખિતાબ અપાવનાર પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટીમ રાજસ્થાન રોયલ્સ (RR) ટીમના હેડ કોચના પદ પરથી રાજીનામું આપી દીધું. તેમને IPL 2025માં હેડ કોચ બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને રાજસ્થાન રોયલ્સ 14માંથી માત્ર 4 મેચ જ જીતી શક્યું હતું. રાહુલ દ્રવિડના અચાનક રાજીનામા પાછળ ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી, ત્યારે હવે તેમના રાજીનામા આપવા પાછળનું મોટું કારણ સામે આવ્યું છે. અહેવાલો પ્રમાણે, ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન ટીમમાં જૂથવાદને કારણે થોડા નારાજ હતા.

rahul-dravid

રાહુલ દ્રવિડે રાજીનામું કેમ આપ્યું?

જુલાઈમાં, IPL 2025માં રાજસ્થાન રોયલ્સના નબળા પ્રદર્શનને લઈને લંડનમાં RR મેનેજમેન્ટ અને રાહુલ દ્રવિડ વચ્ચે વાતચીત થઈ હતી. અહેવાલો પ્રમાણે, એવું માનવામાં આવી રહ્યું હતું કે રાજસ્થાન રોયલ્સ મેનેજમેન્ટ દ્રવિડને ટીમમાં મોટું સ્થાન આપવા માનતા હતા, પરંતુ દ્રવિડ તેના માટે તૈયાર ન હતા. આ ઉપરાંત, રાહુલ દ્રવિડ ટીમમાં ચાલી રહેલા જૂથવાદથી પણ નારાજ હતા. કદાચ આ જ કારણે તેમણે એક સીઝન પછી પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું.

આ દરમિયાન, એવા સમાચાર પણ સામે આવ્યા કે IPL 2025 દરમિયાન, ઓપનિંગને લઈને સંજુ સેમસન અને રાહુલ દ્રવિડ વચ્ચે મતભેદ થયો હતો. સંજુ સેમસન પોતે ઓપનિંગ કરવા માંગતા હતા, જ્યારે રાહુલ દ્રવિડ વૈભવ સૂર્યવંશીને ઓપનિંગ બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવા માંગતા હતા. કદાચ આ જ કારણ છે કે આ સીઝનમાં ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું અને RR પોઈન્ટ ટેબલમાં નવમા ક્રમે હતું. આ દરમિયાન ટીમમાં ત્રણ જૂથો બની ગયા, જે અલગ અલગ કેપ્ટન નિયુક્ત કરવાની વાત કરી રહ્યા છે.

Vtv App Promotion 2

હવે આગળ શું થશે?

રાહુલ દ્રવિડના ગયા પછી, રાજસ્થાન રોયલ્સે મેનેજમેન્ટ કોચની શોધમાં લાગી ગઈ છે. અહેવાલો અનુસાર, આમાં સૌથી ઉપર શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાનું નામ આવી રહ્યું છે. સંગાકારા હાલમાં ટીમના ડિરેક્ટર છે. રાજસ્થાન રોયલ્સના માલિક મનોજ બડાલેએ આ માટે લંડનમાં સમગ્ર સપોર્ટ સ્ટાફની બેઠક બોલાવી છે, જ્યાં હેડ કોચ અંગે નિર્ણય લેવામાં આવશે. જોકે, સંગાકારા આ બેઠકમાં હાજર રહેશે કે નહીં તે સ્પષ્ટ નથી.

આ પણ વાંચો: T20માં આ ખેલાડીએ રચ્યો ઈતિહાસ, બન્યો વિશ્વનો ત્રીજો બેટર

ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટિંગ કોચ વિક્રમ રાઠોડ પણ આ બેઠકમાં સામેલ થઈ શકે છે. વિક્રમ રાઠોડ પણ રાહુલ દ્રવિડની સાથે રાજસ્થાન રોયલ્સ સાથે સંકળાયેલા હતા. જો સંગાકારા ટીમના હેડ કોચ બને છે, તો ટ્રેવર પેની RRમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. દરમિયાન, એવા સમાચાર પણ આવી રહ્યા છે કે રાહુલ દ્રવિડના રાજીનામા પછી, ઘણી ફ્રેન્ચાઇઝી ટીમો તેમને સામેલ કરવા માટે તેમનો સંપર્ક કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajasthan Royals Rahul Dravid Indian Premier League

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ