બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:35 AM, 31 August 2025
કેરેબિયન પ્રીમિયર લીગ 2025 માં રવિવારે રમાયેલી એક રોમાંચક મેચમાં ટ્રિનબાગો નાઈટ રાઈડર્સે એમેઝોન વોરિયર્સને 6 વિકેટથી હરાવ્યું. આ મેચ દરમિયાન ઇંગ્લેન્ડનો ઓપનર બેટ્સમેન એલેક્સ હેલ્સે પોતાની કારકિર્દીનો વિશાળ રેકોર્ડ બનાવ્યો. હેલ્સે પોતાની T20 કારકિર્દીમાં 14 હજાર રન પૂરાં કરીને ઇતિહાસ રચ્યો છે. તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ત્રીજો અને ઇંગ્લેન્ડનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
ADVERTISEMENT

આ મેચમાં પહેલા બેટિંગ કરતા એમેઝોન વોરિયર્સે 20 ઓવરમાં 163 રન બનાવ્યા. તેના જવાબમાં ટ્રિનબાગો નાઈટ રાઈડર્સે માત્ર 17.2 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું. જીતનો પાયો એલેક્સ હેલ્સ અને કોલિન મુનરોએ નાખ્યો. બંનેએ પ્રથમ વિકેટ માટે 116 રનની શાનદાર ભાગીદારી કરી. મુનરોએ 30 બોલમાં 52 રન બનાવ્યા જેમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. હેલ્સે 43 બોલમાં 74 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 7 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકારાયા.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ રન સાથે હેલ્સના કુલ T20 રન 14024 થઈ ગયા છે. હવે તે ક્રિસ ગેલ અને કિરોન પોલાર્ડ પછી આ મંચ પર પહોંચનાર ત્રીજો બેટ્સમેન છે. રસપ્રદ વાત એ છે કે થોડા દિવસો પહેલા જ ટ્રિનબાગોના જ દિગ્ગજ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડે પણ 14 હજાર રન પૂર્ણ કર્યા હતા. એટલે CPL 2025 દરમિયાન એક જ ટીમમાંથી બે ખેલાડીઓએ આ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ટ્રિનબાગો તરફથી આ મેચમાં કિરોન પોલાર્ડે અણનમ 12 રન બનાવ્યા જ્યારે આંદ્રે રસેલે ફક્ત 14 બોલમાં 27 રન બનાવીને ટીમને જીત તરફ ધકેલ્યો. એમેઝોન વોરિયર્સ તરફથી કેપ્ટન ઇમરાન તાહિરે જબરદસ્ત બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. પરંતુ તેની મહેનત ટીમને જીત અપાવી શકી નહીં.
આ પણ વાંચો : VIDEO: પાકિસ્તાનના ક્રિકેટરની શરમજનક હરકત, મેદાનમાં કર્યું એવું કે વીડિયો થયો વાયરલ
ADVERTISEMENT
હવે જો સૌથી વધુ T20 રન બનાવનારા ટોચના 5 બેટ્સમેનની યાદી જોઇએ તો વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ 14562 રન સાથે પ્રથમ ક્રમે છે. બીજા સ્થાને એલેક્સ હેલ્સ (14024 રન) છે. ત્રીજા સ્થાને કિરોન પોલાર્ડ (14012 રન) છે. ત્યારબાદ ઑસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર (13595 રન) અને પાકિસ્તાનનો શોએબ મલિક (13571 રન) છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.