ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: પાકિસ્તાનના ક્રિકેટરની શરમજનક હરકત, મેદાનમાં કર્યું એવું કે વીડિયો થયો વાયરલ

નહીં સુધરે / VIDEO: પાકિસ્તાનના ક્રિકેટરની શરમજનક હરકત, મેદાનમાં કર્યું એવું કે વીડિયો થયો વાયરલ

Published By: Vidhata Gothi

Last Updated: 09:22 AM, 31 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pakistani Cricket: પાકિસ્તાની ખેલાડીએ આઉટ થઈ જતા તેને ગુસ્સો પોતાના બેટ પર ઉતાર્યો. આ પછી આ ખેલાડીને ભરીભરીને ટીકા થઈ રહી છે અને સાથે જ તેને ICC તરફથી ભારે સજા થઈ શકે છે.

ADVERTISEMENT

Cricket News: ઘણી વાર એવું બન્યું છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ મેચ દરમિયાન ખરાબ વર્તન કરે છે, જેના લીધે ટીમને શરમમાં પણ મૂકાવું પડે છે. ઘણીવાર પાકિસ્તાની ખેલાડીઓ બીજી ટીમના ખેલાડીઓ સાથે ઝઘડતા, ચાહકો સાથે ખરાબ વર્તન કરતા અને ક્યારેય અંદરોઅંદર બાખડતાં પણ જોવા મળ્યા છે. આ જોઈને એવું લાગે કે પાકિસ્તાની ખેલાડીઓ ભલે તેમની પોતાની ભૂલ હોય પણ ગુસ્સો બીજા પર જ ઉતરતાં હોય છે. એવામાં હવે પાકિસ્તાનના વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ હેરિસે પણ આવું જ ખરાબ વર્તન કહ્યું છે, જે રન ન કરી શક્યો તો તેને ગુસ્સામાં પોતાનું જ બેટ મેદાન પર પછાડીને તોડી દીધું.

એશિયા કપ 2025 શરૂ થવાને ગણતરીના દિવસો જ બાકી છે, પણ એ પહેલા હેરિસને UAEમાં જ T20 સીરીઝમાં પાકિસ્તાની ટીમમાં રમવાની તક મળી. ભલે હેરિસ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં છે, પણ પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટે તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને ત્રિકોણીય સીરીઝની પહેલી બે મેચમાં તેને તક આપી. પરંતુ બંને મેચમાં તે ખરાબ રીતે નિષ્ફળ ગયો. અફઘાનિસ્તાન સામે તેણે 13 બોલમાં માત્ર 15 રન બનાવ્યા, જયારે UAE જેવી નબળી ટીમ સામે તે 2 બોલમાં માત્ર 1 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો.

આઉટ થતાં જ હેરિસે તોડી નાખ્યું બેટ

શારજાહમાં શનિવારે રમાયેલી મેચમાં UAEના ફાસ્ટ બોલર જુનૈદ સિદ્દીકીએ હેરિસને થોડીવારમાં જ આઉટ કરી દીધો. હેરિસે થર્ડમેન તરફ શોટ રમ્યો અને તેને આશા હતી કે તેને સિક્સ મળી જશે, પણ આવું ન થયું. બાઉન્ડ્રી પર ફિલ્ડરે સરળ કેચ પકડી લીધો. આને લીધે હેરિસ ગુસ્સે થઈ ગયો અને પોતાનો ગુસ્સો બેટ પર ઉતાર્યો.

vtv app promotion

24 વર્ષીય પાકિસ્તાની ક્રિકેટરે મેદાન પર ગુસ્સામાં એટલા જોરથી પોતાનું બેટ પટકી દીધું કે બેટ અને હેન્ડલ અલગ થઈ ગયા. પાકિસ્તાની બેટ્સમેનની આ હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો, લોકો હવે તેના પર ભરીભરીને કોમેન્ટ્સ કરી રહ્યા છે. હેરિસ છેલ્લી સતત 8 ઇનિંગ્સથી ફ્લોપ રહ્યો છે અને 42 બોલમાં ફક્ત 37 રન જ બનાવી શક્યો છે.

આ પણ વાંચો: એશિયા કપ 2025ને લઈ BCCIનો સૌથી મોટો નિર્ણય, આ 5 ખેલાડી UAE નહીં જાય

શું ICC કરશે સખત સજા?

હેરિસની આ હરકતને લીધે તેનું મજાક બની ગયું છે. સાથે જ તેના માટે સમસ્યાઓ પણ ઉભી થઈ ગઈ છે. ક્રિકેટના કાયદાઓમાં સ્પષ્ટ છે કે કોઈ પણ ખેલાડી કોઈ પણ ઈક્વિપમેન્ટ એટલે કે રમતના સાધનોનું અપમાન ન કરી શકે, ન તો તેને નુકસાન પહોંચાડી શકે. જો કોઈ આવું કરે છે તો તેને ICC તરફથી સજા મળે છે. હેરિસ સામે પણ કાર્યવાહી થઈ શકે છે અને તેને દંડ ભરવો પડી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pakistani Cricket Cricket News Mohammad Harish

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ