ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / CSKમાં જોડાયો સંજુ સેમસન, હવે નવી ટીમથી રમશે રવિન્દ્ર જાડેજા અને સેમ કુરન!
Last Updated: 08:44 AM, 15 November 2025
ADVERTISEMENT
Sanju Samson-Ravindra Jadeja Trade Confirmed: IPL ઇતિહાસમાં સૌથી મોટો ટ્રેડ કન્ફર્મ થઈ ગયો છે. CSK અને RR વચ્ચે ટ્રેડની વાતચીત ચાલી રહી હતી. સતત એવા અહેવાલો આવી રહ્યા હતા કે સંજુ સેમસન CSKમાં જોડાઈ શકે છે, અને તેના બદલે રવિન્દ્ર જાડેજા અને સેમ કુરન RRમાં જોડાઈ શકે છે. હવે, એક અહેવાલમાં ખુલાસો થયો છે કે રિટેન્શન પહેલા જ આ ટ્રેડ કન્ફર્મ થઈ ગયો છે. ત્રણે ખેલાડીઓની ટીમો બદલાઈ ચુકી છે. સંજુ યલો જર્સીમાં રમતા જોવા મળશે.
ADVERTISEMENT
IT'S OFFICIAL - SANJU SAMSON IS NOW A SUPER KING 🚨
— prashant (@pr110009) November 15, 2025
- Sanju Samson traded to CSK.
- Ravindra Jadeja & Sam Curran to Rajasthan Royals. (Cricbuzz).#IPL2026 #IPLAuction #CSK#RR pic.twitter.com/Ncb1E1zJWn
ADVERTISEMENT
સંજુ સેમસન RR છોડી રહ્યા હોવાના અહેવાલો ઘણા સમયથી અવી રહ્યા હતા. જુદી-જુદી ટીમોથી તેમના ટ્રેડની વાતચીત ચાલી રહી હતી અને આખરે CSK સાથે ટ્રેડ થઈ ગયો. રાજસ્થાન રોયલ્સે સંજુના બદલામાં રવિન્દ્ર જાડેજા અને સેમ કુરનની માંગ કરી હતી. પહેલા એવું લાગી રહ્યું હતું કે કદાચ આ ડિલ નહીં થઈ શકે. જોકે, થોડા દિવસો પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે તેમના વચ્ચે ટ્રેડની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

ADVERTISEMENT
હવે અન્ય એક અહેવાલમાં પણ પુષ્ટિ કરવામાં આવી છે કે સંજુ સેમસન ઓફિશિયલી CSKનો ભાગ બની ચુક્યા છે. દરમિયાન, રવિન્દ્ર જાડેજા અને સેમ કુરન RRમાં જોડાઈ ચુક્યા છે. બંને ટીમો ટૂંક સમયમાં સોશિયલ મીડિયા પર ટ્રેડના પોસ્ટર શેર કરે તેવી અપેક્ષા છે. જો સંજુ સેમસન CSKમાં જોડાય છે, તો તેને કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે, જ્યારે રવિન્દ્ર જાડેજા રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કરી શકે છે.
આ પણ વાંચો: 15 સિક્સર અને 11 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ 42 બોલમાં ફટકાર્યા 144 રન
ADVERTISEMENT
🚨 IPL RETENTION FEVER ON SATURDAY FROM 5 PM 🚨 pic.twitter.com/b5FIhjQWer
— Johns. (@CricCrazyJohns) November 12, 2025
ADVERTISEMENT
IPL 2026 પહેલા, ટીમો એવા ખેલાડીઓને રિલીઝ કરશે જેમને તેઓ હવે પોતાની સાથે રાખવા માંગી નથી. દરમિયાન, રિટેન કરેલા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરવામાં આવશે. બધી IPL ટીમોનું રિટેન લિસ્ટ આજે 15 નવેમ્બર 2025ના રોજ જાહેર કરવામાં આવશે. આનાથી ખબર પડશે કે ડિસેમ્બરમાં થનારા ઓક્શનમાં કયા ખેલાડીઓ જોવા મળી શકે છે. વેંકટેશ ઐયર, ગ્લેન મેક્સવેલ અને ટી નટરાજન સહિત ઘણા મોટા નામોને રિલીઝ કરવામાં આવ્યા હોવાના અહેવાલો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.