ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 15 સિક્સર અને 11 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ 42 બોલમાં ફટકાર્યા 144 રન

ક્રિકેટ / 15 સિક્સર અને 11 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ 42 બોલમાં ફટકાર્યા 144 રન

Published By: Pravin Joshi

Last Updated: 07:24 PM, 14 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ACC એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025માં ભારત-એના 14 વર્ષીય વૈભવ સુર્યવંશીએ UAE સામે માત્ર 42 બોલમાં 144 રનની શાનદાર ઈનિંગ રમી. 15 છગ્ગા અને 11 ચોગ્ગાથી ભરેલી તેની આ ઈનિંગ બાદ ભારતીય ટીમે શાનદાર સ્કોર બનાવ્યો હતો.

ADVERTISEMENT

દોહામાં ચાલી રહેલા ACC Mens Asia Cup Rising Stars 2025ના ગ્રુપ-બીના મુકાબલે ભારત-એ ટીમે યુનાઇટેડ અરબ અમીરાત (UAE) સામે શાનદાર શરૂઆત કરી હતી. 14 નવેમ્બર, શુક્રવારે વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટોસ જીતીને ભારત-એએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને તે નિર્ણય સાચો સાબિત થયો. ભારતીય ટીમે પહેલી જ ઓવરોમાં આક્રમક રમતમાં UAEના બોલરોને દબાવી દીધા.

ભારત-એના યુવા ઓપનર વૈભવ સુર્યવંશીએ પોતાના કરિયરનો અત્યાર સુધીનું સૌથી જબરદસ્ત પ્રદર્શન કરીને ક્રિકેટપ્રેમીઓના દિલ જીતી લીધા. માત્ર 14 વર્ષની ઉંમરે વૈભવે આંતરરાષ્ટ્રીય સ્તરે એવી બેટિંગ કરી કે દરેકની નજર તેના પર જ અટકી ગઈ. રમતની શરૂઆતથી જ તેણે UAEના બોલરો પર આકરા પ્રહાર કર્યા અને રનગતીને અવિરત જાળવી રાખી. વૈભવે પ્રથમ 32 બોલમાં જ પોતાની શતક પહોંચીને ઇતિહાસ રચ્યો. તેમાં 10 ચોગ્ગા અને 9 છગ્ગા સામેલ હતા.

વૈભવની આ તૂફાની ઇનિંગ માત્ર અહીં અટકેલી નહોતી. પોતાની લયમાં રમતા રમતા તેણે કુલ 42 બોલનો સામનો કરીને 144 રનની શાનદાર ઈનિંગ રમી. તેના આ સ્કોરમાં 15 લાંબા છગ્ગા અને 11 ચોગ્ગા સામેલ રહ્યા. UAEના બોલરો માટે વૈભવને રોકવું અશક્ય બની ગયું હતું, કારણ કે દરેક ઓવરમાં તે કોઈને કોઈ મોટા શોટથી રનગતિ તોડી નાખતો હતો.

વૈભવે નમન ધીર સાથે મળીને બીજા વિકેટ માટે 56 બોલમાં 163 રનની અદ્ભુત ભાગીદારી નોંધાવી. નમને પણ 22 બોલમાં 34 રન બનાવી મહત્વનો ફાળો આપ્યો, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા હતા. વૈભવ પ્રથમ 17 બોલમાં જ ફિફ્ટી સુધી પહોંચ્યો હતો, જે તેની ફોર્મ અને સ્ટ્રાઈકિંગ ક્ષમતા વિશે ઘણું કહી આપે છે.

વધુ વાંચો: વાહ, જોરદાર! પંતનો આ શાનદાર કેચ અપાવશે MS ધોનીની યાદ, જુઓ Video

આ ખતરનાક પારીનો અંત મુહંમદ ફરાજુદ્દીને કરાવ્યો, જેમણે વૈભવને અહમદ તારિકના હાથોમાં કેચ કરાવ્યો. વૈભવ આઉટ થતા UAEના બોલરોને થોડો રાહતનો શ્વાસ મળ્યો, પરંતુ તે પહેલાં જ ભારતીય ટીમે વિશાળ સ્કોર તરફ મજબૂત પગલું ભરી દીધું હતું. વૈભવની આ ઇનિંગે માત્ર ટીમને મજબૂત શરૂઆત જ નહીં આપી, પણ ટુર્નામેન્ટમાં તેના વતી એક મોટા સ્ટારના આગમનની ઘોષણા પણ કરી દીધી છે.

T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી (ભારતીય)

  • ઉર્વિલ પટેલ - 28 બોલ, ગુજરાત વિરુદ્ધ ત્રિપુરા, ઇન્દોર, 2024
  • અભિષેક શર્મા - 28 બોલ, પંજાબ વિરુદ્ધ મેઘાલય, સૌરાષ્ટ્ર, 2024
  • ઋષભ પંત - 32 બોલ, દિલ્હી વિરુદ્ધ હિમાચલ પ્રદેશ, દિલ્હી, 2018
  • વૈભવ સૂર્યવંશી - 32 બોલ, ભારત A વિરુદ્ધ UAE, દોહા, 2025

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CricketNews VaibhavSuryavanshi AsiaCupRisingStars

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ