ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વાહ, જોરદાર! પંતનો આ શાનદાર કેચ અપાવશે MS ધોનીની યાદ, જુઓ Video

સ્પોર્ટ્સ / વાહ, જોરદાર! પંતનો આ શાનદાર કેચ અપાવશે MS ધોનીની યાદ, જુઓ Video

Published By: Vidhata Gothi

Last Updated: 01:21 PM, 14 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rishabh Pant Flying Catch Video: ભારતના ધાકડ વિકેટકીપર રિષભ પંતે હવામાં ઉડીને એક કેચ પકડ્યો, જેને ચાહકોને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની યાદ અપાવી દીધી. રિષભ પંતના કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

India vs South Africa 1st Test: આજથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની સીરીઝ શરૂ થઈ છે, જેમાં પહેલી કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતના ધાકડ વિકેટકીપર રિષભ પંતે એક કેચથી ચાહકોને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની યાદ અપાવી દીધી. રિષભ પંતના કેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. રિષભ પંત ચિત્તાની જેમ ઝડપથી નીકળ્યો અને હવામાં ઉડીને આશ્ચર્યજનક રીતે કેચ પકડ્યો. આ કેચ પકડીને રિષભ પંતે ચાહકોને ધોનીની યાદ અપાવી દીધી.

રિષભ પંતનો ફલાઇંગ કેચ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતના વિકેટકીપર રિષભ પંતે એક ફલાઇંગ કેચ પકડીને સાઉથ આફ્રિકાના ખતરનાક ઓપનર એડન માર્કરામ પેવેલિયનનો રસ્તો બતાવી દીધો. બન્યું એવું કે સાઉથ આફ્રિકાની ઇનિંગની 13મી ઓવરમાં, ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બોલિંગ કરવા આવ્યો. જસપ્રીત બુમરાહએ 13મી ઓવરના પહેલા જ બોલે એડન માર્કરામને તેની જાળમાં ફસાવી દીધો.

vtv app promotion

હવામાં ઉછળીને કર્યો શિકાર

ઓફ સ્ટમ્પની બહાર ફેંકવામાં આવેલ જસપ્રીત બુમરાહના આ બોલે એડન માર્કરામને ચોંકાવી દીધો. જસપ્રીત બુમરાહના આ બોલનો એડન માર્કરામ પાસે કોઈ જવાબ ન હતો અને બોલ તેના બેટની બાજુમાંથી વિકેટ પાછળ હતો રહ્યો. જે પછી ભારતના વિકેટકીપર રિષભ પંતે હવામાં ઉડીને અદભૂત રીતે એડન માર્કરામનો કેચ પકડી લીધો. એડન માર્કરામ 48 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે છેલ્લી પાંચ વખતમાં કોણ જીત્યું વધારે સીરીઝ, જાણો આંકડા

રિષભ પંતની 4 મહિના પછી વાપસી

સાઉથ આફ્રિકાએ ઇડન ગાર્ડન્સ ખાતે ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. રિષભ પંત ચાર મહિના પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે. પગની ઇજાને કારણે તેને ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે જ છોડી દેવો પડ્યો હતો. આ પછી તે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સીરીઝ પણ રમી શક્યો નહીં, પરંતુ હવે સાઉથ આફ્રિકા સામે પંતની વાપસીથી ટીમ ઇન્ડિયા મજબૂત બની છે. દરમિયાન, કાગીસો રબાડા સાઉથ આફ્રિકાની ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા છે, જેના કારણે કૉર્બિન બૉશની વાપસી થઈ છે. ઓક્ટોબરમાં ઘરેલુ મેદાન પર વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ સીરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ કર્યા પછીથી ટીમ ઇન્ડિયા ઉત્સાહિત છે. જોકે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિજેતા સાઉથ આફ્રિકાની ટીમને ઓછી આંકી શકાય નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rishabh Pant Flying Catch Video Rishabh Pant India vs South Africa 1st Test

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ