ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે છેલ્લી પાંચ વખતમાં કોણ જીત્યું વધારે સીરીઝ, જાણો આંકડા
Last Updated: 02:16 PM, 13 November 2025
ADVERTISEMENT
India vs South Africa Test Record: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝ 14 નવેમ્બરથી શરૂ થઈ રહી છે, જેની પહેલી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. સીરીઝની બીજી મેચ 22 નવેમ્બર 2025ના રોજ ગુવાહાટીના બરસપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. છેલ્લી પાંચ ટેસ્ટ સીરીઝમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ ઘરેલું સ્થિતિ પર ઘણી નિર્ભર રહી છે. સાઉથ આફ્રિકાની ટીમે પોતાની જમીન પર સતત બે સીરીઝ જીતી, જ્યારે ભારતે પણ ઘરેલું મેદાન પર બે સીરીઝ જીતી અને એક સીરીઝ ડ્રો રહી.
ADVERTISEMENT
ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 2023/24માં સાઉથ આફ્રિકામાં બે મેચની ટેસ્ટ સીરીઝ રમાઈ હતી. આ સીરીઝમાં બંને ટીમોએ એક-એક મેચ જીતી હતી, જેને લીધે આ સીરીઝ ડ્રો રહી હતી. સાઉથ આફ્રિકાએ સીરીઝની પહેલી મેચ એક ઇનિંગ અને 32 રનથી જીતી હતી, જ્યારે બીજી મેચ ભારતે 7 વિકેટથી જીતી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 2021/22 અને 2017/18 ટેસ્ટ સીરીઝ સાઉથ આફ્રિકાએ જીતી હતી. બંને સીરીઝ સાઉથ આફ્રિકાની ધરતી પર રમાઈ હતી. સાઉથ આફ્રિકાની ટીમે 2021/22 ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ 2-1થી જીતી હતી. 2017/18માં ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ પણ રમાઈ હતી, જેમાં સાઉથ આફ્રિકાએ ભારતીય ટીમને 2-1થી હરાવી હતી.
આ પણ વાંચો: મુંબઈ ઇન્ડિયન્સમાં પાછો ફરશે જૂનો ખેલાડી! કોલકાતા નાઈટ રાઈડર્સ સાથેની ડિલ લગભગ ફાઇનલ
ADVERTISEMENT
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2019/20 અને 2015/16 ટેસ્ટ સીરીઝ ટીમ ઇન્ડિયાએ જીતી હતી. બંને સીરીઝ ભારતીય ધરતી પર રમાઈ હતી. ભારતીય ટીમે 2019/20 ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ 3-0થી જીતી હતી. 2015/16માં, ચાર મેચની ટેસ્ટ સીરીઝ રમાઈ હતી, જેમાં ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને 3-0થી હરાવી દીધું હતું. આ સીરીઝની એક મેચ ડ્રો રહી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT