ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / મુંબઈ ઇન્ડિયન્સમાં પાછો ફરશે જૂનો ખેલાડી! કોલકાતા નાઈટ રાઈડર્સ સાથેની ડિલ લગભગ ફાઇનલ

IPL 2026 / મુંબઈ ઇન્ડિયન્સમાં પાછો ફરશે જૂનો ખેલાડી! કોલકાતા નાઈટ રાઈડર્સ સાથેની ડિલ લગભગ ફાઇનલ

Published By: Vidhata Gothi

Last Updated: 01:24 PM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2026: આઈપીએલની અગામી સીઝન પહેલા તમામ ફ્રેન્ચાઇઝીએ પોતપોતાના સ્કવોડને મજબૂત કરવાના પ્રયાસો તેજ કરી દીધા છે. આ સિઝન માટે થનારા ઓક્શનમાં હજુ સમય છે, પણ એ પહેલા હલચલ તેજ થઈ ગઈ છે.

ADVERTISEMENT

IPL Trading Window: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટે ખેલાડીઓનું મિની-ઓક્શન 15 ડિસેમ્બરે થઈ શકે છે. મિની-ઓક્શન પહેલા તમામ 10 ટીમોએ 15 નવેમ્બર સુધીમાં તેમના રિટેન કરેલા ખેલાડીઓનું લિસ્ટ સબમિટ કરવાનું છે. મિની-ઓક્શન પહેલા, IPLમાં ટ્રેડ ડીલ્સને લઈને પણ ઘણી ચર્ચા ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંજુ સેમસન અને રવિન્દ્ર જાડેજાની ટીમો બદલાઈ શકે છે. આ બંને ખેલાડીઓ અનુક્રમે, ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) માટે રમી શકે છે. CSK અને RR વચ્ચે ડીલ અંતિમ તબક્કામાં છે.

દરમિયાન, પાંચ વખતની ચેમ્પિયન રહેલી મુંબઈ ઇન્ડિયન્સ (MI) પણ તેની ટીમને મજબૂત બનાવવામાં લાગેલી છે. MI ટ્રેડ ડીલ દ્વારા અર્જુન તેંડુલકરને બદલે શાર્દુલ ઠાકુરને પોતાના સ્ક્વોડમાં લઈ શકે છે. શાર્દુલ આગામી સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને બદલે મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ બની શકે છે, તો અર્જુન તેંડુલકર LSGમાં જોડાઈ શકે છે. LSG અને MI વચ્ચે આ અંગેની વાતચીત અંતિમ તબક્કામાં છે.

આ સિવાય મુંબઈ ઇન્ડિયન્સને લેગ-સ્પિનર ​​મયંક માર્કંડેને તેની ટીમમાં સામેલ કરવામાં રસ છે. માહિતી પ્રમાણે, પાંચ વખતની ચેમ્પિયન MI ત્રણ વખતના ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના લેગ-સ્પિનર ​​મયંક માર્કંડેને પોતાની ટીમમાં પાછા લાવવા માટે ઓલ-કેશ ડીલ તૈયાર કરી રહી છે. માહિતી પ્રમાણે, બંને ટીમો વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે અને જલ્દી જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.

ડેબ્યુ સિઝનમાં કર્યું હતું શાનદાર પ્રદર્શન

મયંકે માર્કંડેએ IPLમાં પોતાની ઓળખ મુંબઈ ઇન્ડિયન્સ સાથે જ બનાવી હતી. IPL 2018માં, મયંકે તેની ડેબ્યુ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને આ સિઝનમાં 15 વિકેટ લીધી હતી. ફેબ્રુઆરી 2019માં, તેને ભારતીય ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરવાની તક મળી હતી. જોકે, IPL 2018 પછી તેની કારકિર્દી એટલી ઝડપથી આગળ ન વધી. 2018 પછીથી તેને IPLમાં ફક્ત 23 મેચ રમી છે. તેણે 2023 અને 2024 સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે થોડી મેચોમાં સારું પ્રદર્શન કર્યું હતું. મયંક 2025માં KKR માટે એક પણ મેચ રમ્યો ન હતો.

vtv app promotion

હવે, 28 વર્ષીય મયંક માર્કંડે મુંબઈ ઇન્ડિયન્સમાં પાછા ફરીને પોતાની કારકિર્દીને નવી દિશા આપવા માંગે છે. અહેવાલો અનુસાર, મુંબઈ ઇન્ડિયન્સની નજર વધુ એક લેગ-સ્પિનર ​​રાહુલ ચહર પર પણ છે, જેણે 2020માં મુંબઈ ઇન્ડિયન્સની ટાઇટલ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે, રાહુલની કિંમત (₹3.2 કરોડ) મયંક કરતા વધારે છે, તેથી MI હાલમાં મયંક સાથેની ડિલને પ્રાથમિકતા આપી રહી છે.

આ પણ વાંચો: શું રોહિત શર્મા રમશે વિજય હઝારે ટ્રોફી? MCAના જવાબથી ફેન્સ નારાજ

જો આ ડિલ પૂરી થાય છે, તો મુંબઈ ઇન્ડિયન્સમાં મયંક માર્કંડે, વિગ્નેશ પુથુર અને કર્ણ શર્મા એમ ત્રણ ભારતીય સ્પિન વિકલ્પો થઈ જશે. ટીમ પાસે પહેલાથી જ વિદેશી સ્પિનરો તરીકે મિશેલ સેન્ટનર અને વિલ જેક્સ જેવા ઓપ્શન છે. બીજી તરફ, કોલકાતા નાઈટ રાઇડર્સ તેના મુખ્ય સ્પિનરો વરુણ ચક્રવર્તી અને સુનીલ નરેનના બેકઅપ માટે નવા ઓપ્શન શોધી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 IPL Mini Auction IPL Trading Window

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ