ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / શું રોહિત શર્મા રમશે વિજય હઝારે ટ્રોફી? MCAના જવાબથી ફેન્સ નારાજ

સ્પોર્ટ્સ / શું રોહિત શર્મા રમશે વિજય હઝારે ટ્રોફી? MCAના જવાબથી ફેન્સ નારાજ

Published By: Vidhata Gothi

Last Updated: 08:34 AM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rohit Sharma: ભારતીય બેટિંગ દિગ્ગજ રોહિત શર્મા વિજય હજારે ટ્રોફીમાં રમશે કે નહીં? એમસીએના એક અધિકારીએ આનો આશ્ચર્યજનક જવાબ આપ્યો છે. વિજય હજારે ટ્રોફી 25 ડિસેમ્બરથી 18 જાન્યુઆરી સુધી રમાશે.

ADVERTISEMENT

Vijay Hazare Trophy: પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ હજુ સુધી મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ને દેશની 50 ઓવરની ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી માટે તેમની ઉપલબ્ધતા વિશે જાણકારી આપી નથી. વિજય હજારે ટ્રોફી 25 ડિસેમ્બરથી 18 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ, રાજકોટ, જયપુર અને બેંગલુરુમાં યોજાશે, જેમાં નોકઆઉટ મેચ બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રમાશે.

rohit-sharma-26-10-25

MCAના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી કે તેમને ભારતના ODI ઓપનર રોહિત તરફથી કોઈ સૂચના નથી મળી. અધિકારીએ કહ્યું, "જ્યાં સુધી હું જાણું છું, કોઈ સૂચના નથી મળી." રોહિતે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની જીતમાં 121 રન બનાવ્યા હતા. તેણે ત્રણ મેચની સીરીઝની બીજી મેચમાં 73 રનની ઇનિંગ રમી હતી. ભારત સીરીઝ 1-2થી હારી ગયું, પરંતુ રોહિતને 'પ્લેયર ઓફ ધ સીરીઝ' પસંદ કરવામાં આવ્યો હતો.

vtv app promotion

દરમિયાન, રોહિત MCAના BKC સ્ટેડિયમમાં નિયમિતપણે ટ્રેનિંગ કરી રહ્યો છે. ઓપનર યશસ્વી જયસ્વાલ પણ થોડા દિવસો પહેલા ટ્રેનિંગમાં તેમની સાથે જોડાયો હતો, જે પછી તે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમમાં જોડાયો હતો.

આ પણ વાંચો: IPLમાં ક્યારેય રિલીઝ નથી થયા 5 દિગ્ગજ ખેલાડી, હંમેશા જીત્યો ફ્રેન્ચાઈઝીનો વિશ્વાસ

રોહિત અને વિરાટ કોહલીએ ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. બંને સુપરસ્ટાર સાઉથ આફ્રિકા સામેની 30 નવેમ્બરથી રાંચીમાં શરૂ થનારી ત્રણ મેચની વનડે સીરીઝ માટે ભારતીય ટીમનો ભાગ બનશે તેવી અપેક્ષા છે. સીરીઝની બીજી મેચ 3 ડિસેમ્બરે અને ત્રીજી મેચ 6 ડિસેમ્બરે અનુક્રમે રાયપુર અને વિશાખાપટ્ટનમમાં રમાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cricket News Rohit Sharma Vijay Hazare Trophy

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ