ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / કોહલી-રોહિતે કરિયર બચાવવું હોય તો કરવું પડશે આ કામ, BCCIએ કરી દીધી લાલ આંખ

સ્પોર્ટ્સ / કોહલી-રોહિતે કરિયર બચાવવું હોય તો કરવું પડશે આ કામ, BCCIએ કરી દીધી લાલ આંખ

Published By: Priyankka Triveddi

Last Updated: 11:16 AM, 12 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCI એ ઇંડિયન ક્રિકેટ ટીમના બે સ્ટાર પ્લેયર્સ શર્મા અને કોહલી સામે લાલ આંખ કરી છે અને તેમને અમુક ફોર્મેટમાં રમવાની ફરજ પાડી છે.

ADVERTISEMENT

BCCI: વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે માત્ર ODI ફોર્મેટમાં સક્રિય રહેશે. BCCI એ સ્પષ્ટ કર્યું છે કે ટીમમાં સ્થાન જાળવવા માટે તેમને સ્થાનિક ક્રિકેટ રમવું ફરજિયાત રહેશે.

કોહલી અને રોહિતની નવી ODI સફર: સ્થાનિક ક્રિકેટ ફરજિયાત

ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે માત્ર ODI ફોર્મેટમાં જ સક્રિય રહેશે. બંને ખેલાડીઓએ તાજેતરમાં T20 અને ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. લાંબા વિરામ પછી તેઓ ઓસ્ટ્રેલિયા સામેની ODI સીરિઝથી ફરી મેદાને ઉતર્યા હતા. રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી અને પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા, જ્યારે વિરાટ કોહલી શરૂઆતમાં ખાસ પ્રભાવ બતાવી ના શક્યો પરંતુ અંતિમ મેચમાં મહત્વપૂર્ણ રન નોંધાવ્યા હતા.

bcci

BCCIનો મોટો નિર્ણય: સ્થાનિક ક્રિકેટ વગર ટીમમાં સ્થાન નહીં

BCCIએ સ્પષ્ટ કર્યું છે કે જો રોહિત અને કોહલી ભવિષ્યમાં ભારત માટે ODI રમવા ઈચ્છે છે. તો તેમને સ્થાનિક ટુર્નામેન્ટમાં ભાગ લેવું ફરજિયાત રહેશે. અત્યાર સુધી સિનિયર ખેલાડીઓને રણજી અથવા વિજય હજારે જેવી ટુર્નામેન્ટમાંથી મુક્તિ આપવામાં આવતી હતી. પરંતુ હવે બોર્ડે આ નીતિમાં ફેરફાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ પગલું ખેલાડીઓની મેચ-ફિટનેસ અને વર્કલોડ મેનેજમેન્ટ જાળવવા માટે મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: BCCI નો મોટો નિર્ણય, એક જ સીરીઝમાં રમશે બે ભારતીય ટીમ, જાણો ટીમમાં કોને મળ્યું સ્થાન

vtv app promotion

વિજય હજારે ટ્રોફીથી થશે શરૂઆત?

ભારતીય ટીમ ડિસેમ્બર (3 થી 9) દરમિયાન દક્ષિણ આફ્રિકા સામે ODI સીરિઝ ને જાન્યુઆરી 11 થી ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે સીરિઝ રમશે. આ પહેલાં વિજય હજારે ટ્રોફી એકમાત્ર સ્થાનિક ટુર્નામેન્ટ છે જેમાં બંને ખેલાડીઓ રમવાની તક મેળવી શકે છે. રોહિત શર્માએ મુંબઈ ક્રિકેટ એસોસિએશનને પોતાની ઉપલબ્ધતા અંગે જાણ કરી છે, પરંતુ વિરાટ કોહલીની હાજરી અંગે હજી સ્પષ્ટતા નથી. બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ, બંનેને ટીમમાં સ્થાન જાળવવા માટે સ્થાનિક ક્રિકેટમાં ઉતરવું જ પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rohit Sharma Virat Kohli BCCI

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ