ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / BCCI નો મોટો નિર્ણય, એક જ સીરીઝમાં રમશે બે ભારતીય ટીમ, જાણો ટીમમાં કોને મળ્યું સ્થાન

સ્પોર્ટસ / BCCI નો મોટો નિર્ણય, એક જ સીરીઝમાં રમશે બે ભારતીય ટીમ, જાણો ટીમમાં કોને મળ્યું સ્થાન

Last Updated: 09:00 PM, 11 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 17 નવેમ્બરથી શરૂ થનારી ટ્રાય સીરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે આ સીરીઝમાં બે ભારતીય ટીમો રમશે. અંતિમ મેચ 30 તારીખે રમાશે.

ADVERTISEMENT

ભારતની સિનિયર ક્રિકેટ ટીમ 14 નવેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ સીરીઝ રમશે. આ દરમિયાન, ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 કતારના દોહામાં શરૂ થશે. આ બધા વચ્ચે, બે વધુ ભારતીય ટીમો મેદાનમાં જોવા મળશે. હકીકતમાં, અફઘાનિસ્તાન અંડર-19 ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવવાની છે. આ પ્રવાસ દરમિયાન, ટ્રોય શ્રેણી રમાશે. આ શ્રેણીમાં અફઘાનિસ્તાન અંડર-19, તેમજ ભારત અંડર-19 A અને B ટીમોનો સમાવેશ થશે. BCCI ની જુનિયર સિલેક્શન કમિટીએ સીરીઝ માટે ટીમોની જાહેરાત કરી છે.

vtv app promotion

બે ભારતીય ટીમો એક જ સીરીઝમાં રમશે

ટ્રાઈ સીરીઝ 17 નવેમ્બરથી શરૂ થશે. શ્રેણીનું ફોર્મેટ ડબલ રાઉન્ડ-રોબિન ફોર્મેટ હશે, જેમાં દરેક ટીમ ચાર મેચ રમશે. ત્યારબાદ ટોચની બે ટીમો 30 નવેમ્બરના રોજ ફાઇનલમાં પહોંચશે. બધી મેચો ભારતના બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ખાતે યોજાશે. વિહાન મલ્હોત્રાને ભારત અંડર-19 A ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એરોન જ્યોર્જ ભારત અંડર-19 B ટીમનું નેતૃત્વ કરશે.

વધુ વાંચો: 'ચેન્નાઇ તેમને નહી આપે' સૈમસન અંગે દિગ્ગજ સ્પિનર અશ્વિનનો ઘટસ્ફોટ

શેડ્યૂલ મુજબ, પહેલી મેચ 17 નવેમ્બરે ભારત A અને ભારત B વચ્ચે રમાશે, ત્યારબાદ 19 નવેમ્બરે ભારત B વિરુદ્ધ અફઘાનિસ્તાન, 21 નવેમ્બરે ભારત A વિરુદ્ધ અફઘાનિસ્તાન, 23 નવેમ્બરે ભારત A વિરુદ્ધ ભારત B, 25 નવેમ્બરે ભારત B વિરુદ્ધ અફઘાનિસ્તાન અને 27 નવેમ્બરે ભારત A વિરુદ્ધ અફઘાનિસ્તાન રમાશે. ત્યારબાદ ફાઇનલ મેચ રમાશે.

ભારતીય ટીમ આ મુજબ છે

ભારત અંડર 19 A ટીમ: વિહાન મલ્હોત્રા (કેપ્ટન), અભિજ્ઞાન કુંડુ (વાઈસ-કેપ્ટન), વાફી કચ્છી, વંશ આચાર્ય, વિનીત વીકે, લક્ષ્ય રાયચંદાની, એ. રાપોલ (વિકેટકીપર), કનિષ્ક ચૌહાણ, ખિલાન એ પટેલ, અનમોલજીત સિંહ, મોહમ્મદ પટેલ, મહંમદ એંનાહુ, મોહમ્મદ અદાહુ, એ. મલિક.

ભારતની અંડર-19 B ટીમઃ એરોન જ્યોર્જ (કેપ્ટન), વેદાંત ત્રિવેદી (વાઈસ-કેપ્ટન), યુવરાજ ગોહિલ, મૌલ્યરાજ સિંહ ચાવડા, રાહુલ કુમાર, હરવંશ સિંહ (વિકેટકીપર), અન્વય દ્રવિડ (વિકેટકીપર), આરએસ એમ્બ્રીસ, બીકે કિશોર, નમન પુષ્પાક, આઈએમ, ડી.એમ. દિપેશ, રોહિતકુમાર દાસ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India A U19 squad india u19 U19 Triangular Series
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ