બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / "તેઓએ હાલતનો સ્વીકાર કરી...", ગૌતમ ગંભીર પર વધતા પ્રેશરને લઇ SAના કેપ્ટનનું મોટું નિવેદન
Last Updated: 11:04 AM, 31 January 2026
ભારત સામે ડિસેમ્બરમાં વનડે અને ટી20 સીરીઝ હાર્યા પછી સાઉથ આફ્રિકાના ટેસ્ટ કેપ્ટન ટેમ્બા બાવુમાએ ભારતીય ક્રિકેટની હાલની સ્થિતિ પર ખૂલીને વાત કરી છે. બાવુમાનું માનવું છે કે વ્હાઇટ-બૉલ ક્રિકેટમાં ભારત સંપૂર્ણ અલગ જોવા મળે છે, જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં આ ટીમ એક ક્લિયર ટ્રાન્ઝિશન ફેઝમાંથી પસાર થઈ રહી છે. આ દરમિયાન તેમણે ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરને સપોર્ટ કર્યો, સાથે જ તેઓએ BCCIને કેટલીક સલાહ અને ચેતવણી પણ આપી.
ADVERTISEMENT
બાવુમાએ કહ્યું કે વનડે અને ટી20માં વિરાટ કોહલી અને રોહિત શર્માની હાજરીથી ભારતીય ટીમ મજબૂત થાય છે, પણ ટેસ્ટમાં આ બંનેની ગેરહાજરીથી ટીમની નબળાઈ સામે આવી. તેમણે 2019ની સાઉથ આફ્રિકા ટેસ્ટ ટીમ સાથે સરખામણી કરતાં કહ્યું કે મોટા ખેલાડીઓના ગયા પછી આવો દરેક ટીમ આવા તબક્કામાંથી પસાર થાય છે અને આમાં કશું પણ અસામાન્ય નથી.
ભારતના હેડ કોચ ગૌતમ ગંભીર પર વધતાં પ્રેશરને લઈને બાવુમાએ કહ્યું કે તેમણે સ્થિતિને સ્વીકારીને આગળ વધવું પડશે. તેમના પ્રમાણે, વ્હાઇટ-બૉલ ક્રિકેટમાં ભારતના ઉત્તમ સંસાધનો અને ઘરેલું પરિસ્થિતિમાં થનાર T20 વર્લ્ડ કપ 2026 ગંભીરને સમય અપાવી શકે છે. વનડેમાં કોહલી અને રોહિતની જવાબદારી પણ કોચ માટે થોડી રાહતનું કારણ બનશે.
ADVERTISEMENT
અલગ ટેસ્ટ અને વ્હાઇટ-બૉલ કોચની ચર્ચા પર ટેમ્બા બાવુમાએ સ્પષ્ટ કહ્યું કે આ મોડલ ખેલાડીઓને ભ્રમિત કરે છે. તેમણે કહ્યું કે સાઉથ આફ્રિકાએ 2023માં આ પ્રયોગ કર્યો હતો, પણ હવે એક જ કોચ તમામ ફોર્મેટ માટે વધુ સારો છે. બાવુમાના જણાવ્યા પ્રમાણે, ગંભીરનો BCCI સાથેનો કોન્ટ્રાક્ટ વનડે વર્લ્ડકપ 2027 સુધીનો છે અને BCCIએ તેમને લાંબા ગાળાના વિચાર સાથે સપોર્ટ કરવો જોઈએ.

ADVERTISEMENT
બાવુમાએ એમ પણ માન્યું કે પહેલી ટેસ્ટમાં કેપ્ટન શુભમન ગિલની ઇજા ભારત માટે મોટો ઝટકો હતો. તેની ગેરહાજરીમાં ભારતને રિષભ પંતને નવો કેપ્ટન બનાવવો પડ્યો અને નંબર-4 પર નવો બેટર ઉતારવો પડ્યો, જેનો સાઉથ આફ્રિકાએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો.
આ પણ વાંચો: 31મીએ IND vs NZ ની છેલ્લી મેચ, જુઓ ક્યાં-કેટલાં વાગે રમાશે, મેળવો જાણકારી
ADVERTISEMENT
તેમણે છેલ્લે કહ્યું કે આ ટ્રાન્ઝિશનના તબક્કામાં ટીમે શાંત રહેવું જોઈએ, સિનિયર ખેલાડીઓએ જવાબદારી લેવી પડશે અને યુવા ખેલાડીઓને પોતાને સાબિત કરવાની તક મળશે. આ સમય અઘરો જરૂર છે, પણ આ ભવિષ્યનો પાયો પણ નાખે છે. 2026માં ભારતે માત્ર પાંચ ટેસ્ટ રમવાની છે, જેમાંથી બે ન્યૂઝીલેડમાં છે, જ્યાં ભારતે છેલ્લી ટેસ્ટ સીરીઝ 2009-10માં જીતી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.