બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 31મીએ IND vs NZ ની છેલ્લી મેચ, જુઓ ક્યાં-કેટલાં વાગે રમાશે, મેળવો જાણકારી

ક્રિકેટ / 31મીએ IND vs NZ ની છેલ્લી મેચ, જુઓ ક્યાં-કેટલાં વાગે રમાશે, મેળવો જાણકારી

Published By: Nirav Kumar

Last Updated: 12:34 AM, 31 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની છેલ્લી T20 મેચ રમાશે. આ મેચ ક્યાં રમાશે? અને કેટલા વાગે શરુ થશે તે જાણીએ.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે છેલ્લી T20 મેચ હવે નજીક છે. અત્યાર સુધી રમાયેલી ચાર મેચોમાંથી ભારતીય ટીમે પહેલી 3 મેચ જીતીને સીરીઝ કબજે કરી લીધી છે તો ન્યુઝીલેન્ડે એક મેચ જીતી લીધી છે. આ દરમિયાન અંતિમ, પાંચમી મેચ ક્યારે છે અને તે કયા સમયે શરૂ થશે તે જાણીએ.

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2026 પહેલા તેની છેલ્લી T20 મેચ રમવા માટે તૈયાર છે. આ ભારત અને ન્યુઝીલેન્ડ સીરીઝનો પાંચમો મુકાબલો યોજાશે, જે તિરુવનંતપુરમમાં રમાશે. સીરીઝ જીતી લીધા બાદ ભારતીય ટીમ પાસે એક્સ્પરીમેન્ટ કરવાની તક છે. સૂર્યકુમાર યાદવ શું કરે છે તે જોવું રસપ્રદ રહેશે. બંને ટીમો ટી20 વર્લ્ડ કપ જીતવા અને ઉચ્ચ ઉત્સાહ સાથે આ ICC ટુર્નામેન્ટમાં પ્રવેશ કરવા માટે પ્રયાસ કરશે.

vtv app promotion
  • T20 મેચ 31 જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યે
    છેલ્લી મેચની વાત કરીએ તો સીરીઝની અંતિમ મેચ 31 જાન્યુઆરીએ રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. જેનો ટોસ અડધા કલાક પહેલા સાંજે 6:30 વાગ્યે થશે, જે સમયે ભારત પોતાની પ્લેઇંગ ઇલેવન ડિસાઈડ કરશે. મેચ રાત્રે 10:30 વાગ્યે પુરી થશે. આ મેચમાં બધાની નજર સંજુ સેમસન પર રહેશે જે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.

ICC T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. પહેલા દિવસે ભારતીય ટીમ USA સામે ટકરાશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી T20 મેચ રમ્યા બાદ ટીમ ઈન્ડિયાના બધા પ્લેયર્સ મુંબઈ પાર્ટ ફરશે. જ્યાં તેમનો કેમ્પ ગોઠવવામાં આવશે. તૈયારીઓ અને આયોજન ત્યાં જ કરવામાં આવશે. ત્યાં ભારતની સફર કેવી રીતે આગળ વધે છે તે જોવાનું રહેશે.

  • ન્યૂઝીલેન્ડ ટીમ: ડેવોન કોનવે, ટિમ સીફર્ટ (વિકેટકીપર), રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), કાયલ જેમીસન, મેટ હેનરી, ઈશ સોઢી, જેકબ ડફી, જેમ્સ નીશમ, માઈકલ બ્રેસવેલ, લોકી ફર્ગ્યુસન, ઝેકરી ફોક્સ, બેવન જેકબ્સ.

વધુ વાંચો : કોહલીનું એકાઉન્ટ બંધ થતા જ Instagram ને 70,00,000 નું નુકસાન? જુઓ હકીકત

  • ભારતીય ટીમ: સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, શ્રેયસ ઐયર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

New Zealand T20 Match Indian Team

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ