ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:20 PM, 30 January 2026
ADVERTISEMENT
વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ થવાના સમાચારથી સોશિયલ મીડિયા પર કોહરામ મચ્યો છે. શુક્રવાર 30 જાન્યુઆરીએ વહેલી સવારે કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ થઇ ગયા હોવાના સમાચાર આવ્યા હતા. જેનાથી અટકળો શરૂ થઈ. કેટલાક લોકોએ અનુમાન લગાવ્યું કે કોહલીએ અચાનક ઇન્સ્ટાગ્રામ છોડી દીધું છે. જ્યારે અમુક લોકોએ ઇન્સ્ટાગ્રામમાં ખામીને કારણે આ માટે જવાબદાર ઠેરવ્યા હતા. પરંતુ કિંગ કોહલીનું એકાઉન્ટ હવે રિસ્ટોર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટરનું એકાઉન્ટ રિસ્ટોર થયા બાદ સોશિયલ મીડિયા પર એક દાવો ફરતો થયો હતો. જેમાં કહેવાયું હતું કે, કોહલીનું એકાઉન્ટ બંધ થયા બાદ તરત જ ઇન્સ્ટાગ્રામને 7 મિલિયન રૂપિયાનું નુકસાન થયું છે. ચાલો આ વિષે ડીટેલમાં જાણીએ.
After Virat Kohli deactivates his instagram account, instagram official page loses 7M followers in one hour! 🤯 pic.twitter.com/6TXGLySNA7
— S@urabh (@___100rabh) January 30, 2026
ADVERTISEMENT

ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતું એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ છે. અત્યારે આ સમાચાર લખતી વખતે, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના 698 મિલિયન ફોલોઅર્સ છે.
ADVERTISEMENT
કિંગ કોહલી નહીં, આ પ્લેયર INSTA પરથી કમાય છે સૌથી વધારે રૂપિયા!
વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતો ક્રિકેટર છે. અત્યારે તેના 274 મિલિયન ફોલોઅર્સ છે. પૂર્વ ભારતીય ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકર આ લીસ્ટમાં બીજા ક્રમે છે. સચિનના 51 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આ લીસ્ટમાં પહેલા અને બીજા એકાઉન્ટ વચ્ચેનો તફાવત લગભગ 222 મિલિયન ફોલોઅર્સનો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ