બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / કિંગ કોહલી નહીં, આ પ્લેયર INSTA પરથી કમાય છે સૌથી વધારે રૂપિયા!

સ્પોર્ટ્સ / કિંગ કોહલી નહીં, આ પ્લેયર INSTA પરથી કમાય છે સૌથી વધારે રૂપિયા!

Published By: Jinal Chauhan

Last Updated: 12:43 PM, 30 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી કેટલી કમાણી કરી છે? દુનિયામાં સૌથી વધારે પૈસા ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી કયો ખેલાડી કમાય છે. આવો જાણીયે.

વિરાટ કોહલીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક બંધ થવાથી તેમના ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. મનમાં સવાલ છે કે એવું તો શું થયું જેણે વિરાટને ઈન્સ્ટાગ્રામની ક્રીઝથી દૂર કરી દીધો. આ વિરાટ કોહલીનો પોતાનો નિર્ણય છે કે પછી ઈન્સ્ટાગ્રામમાં કોઈ ટેકનીકલ ખામીના કારણે આવું થયું છે? સવાલ ઘણા છે જેના જવાબ આવવાના બાકી છે પણ આ બધાની વચ્ચે એક સવાલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ થવાથી વિરાટ કોહલીના પૈસાનું થયેલું નુકસાન પણ છે.

વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામથી કેટલું કમાય છે

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ થવાથી થયેલા નુકસાનથી એટલે કે વિરાટ કોહલી એક પોસ્ટ માટે કેટલા પૈસા ચાર્જ કરતો હતો. એક રિપોર્ટ પ્રમાણે વિરાટ કોહલી તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવા માટે 1.35 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. હવે આ 5-6 વર્ષ પહેલાનો રિપોર્ટ છે. જ્યારે વિરાટ કોહલીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ વર્ષ 2026માં બંધ થયું છે. હાલ વિરાટ કોહલીના એક પોસ્ટની કિંમત ઈન્સ્ટાગ્રામ પર શું હતી તેની કોઈ ઠોસ માહિતી નથી.

virat-kohli

ઈન્સ્ટાગ્રામથી સૌથી વધુ પૈસા કોણ કમાય છે?

હવે સવાલ એ છે કે દુનિયામાં ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી કોણ છે. વિરાટ કોહલી સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટર જરૂર છે પણ ઈન્સ્ટાગ્રામથી સૌથી વધુ પૈસા કમાનાર ખેલાડી પોર્ટુગલના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે.

dustbin (6)

જૂન 2025માં આવેલા એક રિપોર્ટ પ્રમાણે રોનાલ્ડો ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે 3.23 મિલીયન ડોલર એટલે કે 27 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. રોનાલ્ડોના ઈન્સ્ટાગ્રામ પર હાઈએસ્ટ પેઈડ એથલીટ હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

vtv app promotion

આ પણ વાંચોઃ 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ'નો ડબલ એટેક: પહાડો પર હિમવર્ષાની ચેતવણી, મેદાની વિસ્તારોમાં વરસાદથી વધશે ઠંડી

વિરાટ કોહલીએ ત્રણ વર્ષ પહેલા શું કહ્યું હતું?

એક રિપોર્ટ પ્રમાણે વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી થતી કમાણી તરફ પણ ઈશારો કરે છે જેના પ્રમાણે તે દરેક પોસ્ટ માટે 12 કરોડ રૂપિયા ચાર્જ કરતા હતા.

જો કે આ વિશે કોઈ દાવો કરીને કહી શકાય તેવું નથી. વિરાટ કોહલીએ વર્ષ 2023માં ટ્વિટર હેન્ડલ પર કહ્યું હતું કે સોશિયલ મીડિયાથી થતી તેમની કમાણીને લઈને જે સમાચાર સામે આવ્યા છે તે ખોટા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

highest paid athlete Instagram Cristiano Ronaldo earnings Virat Kohli Instagram income

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ