ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ'નો ડબલ એટેક: પહાડો પર હિમવર્ષાની ચેતવણી, મેદાની વિસ્તારોમાં વરસાદથી વધશે ઠંડી

હવામાન / 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ'નો ડબલ એટેક: પહાડો પર હિમવર્ષાની ચેતવણી, મેદાની વિસ્તારોમાં વરસાદથી વધશે ઠંડી

Published By: Vidhata Gothi

Last Updated: 09:36 AM, 30 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Forecast: ભારતીય હવામાન વિભાગે ઉત્તરપશ્ચિમ ભારતમાં એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની ચેતવણી જારી કરી છે. દરમિયાન 9 રાજ્યોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, જ્યારે પાંચ રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના પ્રમાણે, વરસાદ પછી આ રાજ્યોમાં ઠંડી વધુ તીવ્ર બની શકે છે.

ADVERTISEMENT

Weather News: ભારતીય હવામાન વિભાગે આજે નવ રાજ્યો માટે ભીષણ ઠંડીનું એલર્ટ જારી કર્યું છે. IMDએ દિલ્હી-NCRથી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી હિમાચલ પ્રદેશ સુધીના વિસ્તારોમાં કડકડતી ઠંડીની ચેતવણી આપી છે. ઉત્તર ભારતમાં ભીષણ ઠંડી વચ્ચે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના કારણે પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા અને દિલ્હી-NCR સહિત મેદાની વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે પાંચ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ પણ જારી કર્યું છે.

હવામાન વિભાગે આજે તાપમાનમાં ઘટાડો અને ગાઢ ધુમ્મસની ચેતવણી આપી છે. હવામાન વિભાગે જણાવ્યું કે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં સવાર અને રાત્રિ દરમિયાન ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. ઉત્તર ભારતના 19 શહેરોમાં ઠંડીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી શકે છે.

5 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી

હવામાન વિભાગે ઉત્તર ભારતના આઠ રાજ્યો માટે ભીષણ ઠંડીનું એલર્ટ જારી કર્યું છે. આમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, બિહાર, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ સામેલ છે. સાથે જ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. વરસાદ દરમિયાન આ રાજ્યોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે 31 જાન્યુઆરીએ રાજસ્થાન માટે વરસાદની ચેતવણી જારી કરી છે અને 1 ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

પહાડો પર બરફની ચાદર

હવામાન વિભાગ પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉત્તરપશ્ચિમ ભારતમાં અસર થશે, જેના કારણે 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે. 1 ફેબ્રુઆરીએ ગાજવીજ સાથે 30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે અને છૂટાછવાયા સ્થળોએ ભારે હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. 1 અને 2 ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. ચંબા, કુલ્લુ અને લાહૌલ-સ્પિતિ જેવા જિલ્લાઓ માટે યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થઈ શકે છે, વીજળી અને પાણી પુરવઠો ખોરવાઈ શકે છે અને પ્રવાસીઓ માટે મુશ્કેલીઓ વધી શકે છે.

vtv app promotion

ઉત્તરાખંડના પાંચ શહેરોમાં ગાઢ ધુમ્મસની આગાહી છે. હવામાન વિભાગે હરિદ્વાર અને ઉધમ સિંહ નગર માટે ધુમ્મસનું યલો એલર્ટ જારી કર્યું છે. આ ઉપરાંત, સવારે દેહરાદૂન, પૌરી, નૈનિતાલ અને ચંપાવતના કેટલાક ભાગોમાં હળવું ધુમ્મસ છવાઈ શકે છે. IMD એ ચાર પહાડી જિલ્લાઓ - ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ અને પિથોરાગઢ માટે હિમસ્ખલનની ચેતવણી જારી કરી છે.

આ પણ વાંચો: દિલ્હીની કોર્ટે ભડકાઉ ભાષણ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ફટકારી નોટિસ

બિહારથી રાજસ્થાન સુધી ધુમ્મસની ચેતવણી

ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી બે દિવસ સુધી લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની ધારણા છે. જોકે, મધ્ય ભારતમાં તાપમાન વિપરીત રહેવાની ધારણા છે. આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે વધારો થતાં મધ્ય ભારતમાં થોડી રાહત અનુભવાઈ શકે છે. રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 31 જાન્યુઆરીની સાંજથી હવામાન બદલાશે. 1 ફેબ્રુઆરીએ દિલ્હીમાં 30-40 કિમી/કલાકની ઝડપે વાવાઝોડા અને પવન સાથે હળવો વરસાદ થવાની ધારણા છે, જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે. ઉત્તર પ્રદેશ અને હરિયાણાના મેદાની વિસ્તારોમાં ધુમ્મસ ચાલુ રહેશે. હવામાન વિભાગે 1 ફેબ્રુઆરીએ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં વરસાદ અને કરા પડવાની ચેતવણી પણ જારી કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IMD Weather Forecast Snowfall-Rainfall Alert Weather News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ