બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / દિલ્હીની કોર્ટે ભડકાઉ ભાષણ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ફટકારી નોટિસ

નેશનલ / દિલ્હીની કોર્ટે ભડકાઉ ભાષણ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ફટકારી નોટિસ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:01 PM, 29 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mallikarjun Kharge: કોર્ટે કહ્યુ કે તમામ પક્ષોને સાંભળવા જરૂરી છે. જેથી જાણી શકાય કે ખરેખર ફોજદારી કેસ બને છે?

Mallikarjun Kharge: દિલ્હીની કોર્ટે ભડકાઉ ભાષણ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને નોટિસ ફટકારી છે. અરજીની સુનાવણી બાદ કોર્ટે ખડગેને નોટિસ ફટકારી પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું છે. કોર્ટે કહ્યુ કે તમામ પક્ષોને સાંભળવા જરૂરી છે. જેથી જાણી શકાય કે ખરેખર ફોજદારી કેસ બને છે?

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને નોટિસ ફટકારી તેમનો જવાબ માંગ્યો છે. આ મામલો વર્ષ 2023માં કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન એક ચૂંટણી રેલીમાં તેમના કથિત ભડકાઉ ભાષણ સાથે સંબંધિત છે. કોર્ટે આગામી સુનાવણી માટે 27 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.

રવિન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિએ કોર્ટમાં અરજી દાખલ કરી છે

ખડગે પર કર્ણાટકમાં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન આરએસએસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાંધાજનક અને ભડકાઉ ટિપ્પણી કરવાનો આરોપ છે. જેને લઇ રવિન્દ્ર ગુપ્તાએ આ અંગે ફરિયાદ દાખલ કરી હતી. જોકે નવેમ્બર 2024 માં દિલ્હીની તીસ હજારી કોર્ટે અરજી નકારી હતી.

તીસ હજારી કોર્ટના આ નિર્ણયથી અસંતુષ્ટ અરજદાર રવિન્દ્ર ગુપ્તાએ રાઉસ એવન્યુ કોર્ટની સેશન્સ કોર્ટમાં તેને પડકાર્યો. અરજદારે દલીલ કરી હતી કે ખડગેનું ભાષણ માત્ર વાંધાજનક જ નથી પણ તેનાથી સમાજમાં નફરત ફેલાવવાની પણ આશંકા હતી. તેથી કાનૂની કાર્યવાહી જરૂરી છે.

રાઉસ એવન્યુ કોર્ટે કહ્યુ કે તમામ પક્ષોને સાંભળવા જરૂરી

અરજી પર પ્રારંભિક સુનાવણી પછી રાઉસ એવન્યુ કોર્ટે મલ્લિકાર્જુન ખડગેને નોટિસ જારી કરી અને તેમને પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું. કોર્ટે કહ્યું કે ખરેખર ફોજદારી કેસ બને છે કે નહીં તે નક્કી કરવા માટે કેસમાં તમામ પક્ષોને સાંભળવા જરૂરી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ BHU માં બબાલ, બે વિદ્યાર્થી જૂથો વચ્ચે પથ્થરમારો થતાં અફરા તફરી

તીસ હજારી કોર્ટે અગાઉ અરજી ખારીજ કરી હતી

ગયા વર્ષે 16 નવેમ્બરના તીસ હજારી કોર્ટે મલ્લિકાર્જુન ખડગે સામે દાખલ કરેલી ફરિયાદ ખારીજ કરી હતી. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ખડગેએ એપ્રિલ 2023માં કર્ણાટકના નરેગલમાં એક ચૂંટણી રેલી દરમિયાન કથિત રીતે ભડકાઉ ભાષણ આપ્યું હતું, જે દરમિયાન તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી પણ કરી હતી. જો કે આ મામલો ડિસેમ્બર 2024માં સામે આવ્યો, જ્યારે કોર્ટે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mallikarjun Kharge DELHI NEWS Mallikarjun Kharge news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ