ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / BHU માં બબાલ, બે વિદ્યાર્થી જૂથો વચ્ચે પથ્થરમારો થતાં અફરા તફરી

વારાણસી / BHU માં બબાલ, બે વિદ્યાર્થી જૂથો વચ્ચે પથ્થરમારો થતાં અફરા તફરી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 09:41 PM, 29 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BHU Clash: વારાણસીમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) માં ગુરુવારે સાંજે બે વિદ્યાર્થી જૂથ વચ્ચે જુના વિવાદને લઇ બબાલ થઇ છે.

ADVERTISEMENT

BHU Clash: વારાણસીમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) માં ગુરુવારે સાંજે બે વિદ્યાર્થી જૂથ વચ્ચે જુના વિવાદને લઇ બબાલ થઇ છે. કાશી ઝોનના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ગૌરવ બંસલે મીડિયાને જણાવ્યું હતું કે રુઇયા હોસ્ટેલ અને બિરલા હોસ્ટેલના વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

વારાણસીમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) માં ગુરુવારે અથડામણ થઇ હતી. બે હોસ્ટેલના વિદ્યાર્થીઓ આમને સામને આવી જતા પથ્થરમારો પણ થયો હતો. ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. એક વિદ્યાર્થી ઘાયલ થયો હોવાના અહેવાલ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે. કાશી હિંન્દુ વિશ્વ વિદ્યાલય પરિસરમાં પ્રોક્ટોરિયલ બોર્ડના કર્મચારીઓએ કેમ્પસમાં કૂચ કરી હતી.

રુઇયા હોસ્ટેલ અને બિરલા હોસ્ટેલના વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ

રુઇયા હોસ્ટેલ અને બિરલા હોસ્ટેલના વિદ્યાર્થીઓ વચ્ચે જન્માષ્ટ્રમી પર ઝઘડો થયો હતો તેની અદાવત રાખી આજે ફરી બબાલ થઇ હતી. જેમાં બે વિદ્યાર્થી જૂથો આમને સામને આવી ગયા હતા. અને પથ્થમારો થયો હતો. પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર પહોચી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. ઘાયલ વિદ્યાર્થીને ટ્રોમા સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે.

vtv app promotion

આ પણ વાંચોઃ સુનેત્રા પવાર બની શકે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM! પ્રફુલ્લ પટેલ અને છગન ભુજબળે કરી મુલાકાત

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ઘાયલ વિદ્યાર્થીએ કેટલાક વિદ્યાર્થીઓના નામ આપ્યા છે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે અને ત્યાં અનધિકૃત રીતે રહેતા હતા. તેમને ઓળખવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડ્રોન દ્વારા તમામ હોસ્ટેલની છત પર નજર રાખવામાં આવી રહી છે.

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે પ્રોક્ટોરિયલ બોર્ડ દરેક રૂમની તપાસ કરી રહ્યું છે. જો કોઈ અનધિકૃત વિદ્યાર્થી મળી આવશે તો તેને નીકાળી રૂમ સીલ કરવામાં આવશે. ચાર પોલીસ સ્ટેશનના પીએસી, આરએએફ અને દળો હાજર છે. કાશી ઝોનના તમામ અધિકારીઓ હાજર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BHU VARANASI NEWS BHU Clash

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ