ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / શ્રેયસ ઐય્યરની હોસ્પિટલના ખાટલેથી પહેલી તસવીર આવી સામે, BCCIએ 'ગંભીર' અપડેટ આપ્યું
Last Updated: 08:46 PM, 28 October 2025
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવારે શ્રેયસ ઐયર અંગે બીજુ મેડિકલ અપડેટ જાહેર કર્યું છે. બોર્ડે જણાવ્યું કે સિડનીની હોસ્પિટલમાં દાખલ શ્રેયસની તબિયત હવે સ્થિર છે અને ધીમે ધીમે સુધરી રહી છે. ત્રીજી ODI દરમિયાન કેચ લેતા સમયે થયેલી ગંભીર ઈજાને કારણે તેને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

BCCI મુજબ, 25 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI મેચ દરમિયાન એલેક્સ કેરીનો કેચ લેતી વખતે શ્રેયસ ઐયરને પેટમાં ગંભીર ઈજા થઈ હતી. આ ઈજાના કારણે બરોળ (spleen) ફાટી ગઈ હતી અને internal bleeding શરૂ થયો હતો. ડૉક્ટરો દ્વારા તાત્કાલિક તપાસ બાદ રક્તસ્ત્રાવ રોકવામાં આવ્યો અને સર્જરી પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ.
ADVERTISEMENT

ADVERTISEMENT
બોર્ડના નિવેદન મુજબ, “શ્રેયસ ઐયરની હાલત હવે સ્થિર છે અને નિરીક્ષણ હેઠળ છે. મંગળવારે (28 ઓક્ટોબરે) વારંવાર સ્કેન કર્યા બાદ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. તે હવે સ્વસ્થ થવાના માર્ગે છે.” BCCIની મેડિકલ ટીમ સિડની તેમજ ભારતના નિષ્ણાતો સાથે મળીને સતત તેમની પ્રગતિ પર નજર રાખી રહી છે.

ADVERTISEMENT
એક અહેવાલ મુજબ, શ્રેયસના નજીકના સૂત્રોએ પણ ખાતરી આપી કે તેને નાની સર્જરી કરવી પડી હતી. કેચ લેતી વખતે ડાઇવ મારતાં તે પડી ગયો હતો, જેના કારણે બરોળ ફાટી ગઈ હતી. હાલ તે હોસ્પિટલમાં જ છે અને ઓછામાં ઓછા પાંચ દિવસથી એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહેવાની શક્યતા છે. સારા સમાચાર એ છે કે શ્રેયસને હવે ICUમાંથી બહાર ખસેડવામાં આવ્યો છે. તે હવે ફોન કોલ્સનો જવાબ આપી રહ્યો છે, સ્થાનિક મિત્રો દ્વારા બનાવેલો ઘરગથ્થુ ખોરાક ખાઈ રહ્યો છે, અને પોતાના રોજિંદા કામકાજ પણ જાતે કરી રહ્યો છે.
ADVERTISEMENT
તેમના પરિવારજનો પણ ટૂંક સમયમાં સિડની જઈને તેમને મળવાની તૈયારીમાં છે. શરૂઆતમાં અનુમાન હતું કે શ્રેયસને લગભગ ત્રણ અઠવાડિયા સુધી રમતથી દૂર રહેવું પડશે, પરંતુ હવે એવી શક્યતા છે કે તેમને સંપૂર્ણ સ્વસ્થ થવામાં થોડો વધુ સમય લાગી શકે છે. ભારતીય ચાહકો માટે રાહતભરી વાત એ છે કે સર્જરી બાદ શ્રેયસની તબિયત સુધરી રહી છે, અને જો આવું જ સુધારાનું પ્રમાણ રહે, તો તેઓ ટૂંક સમયમાં ફરી મેદાન પર પાછા ફરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital