ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / રોહિત શર્માને લાગ્યો Tesla Model Yનો ચસ્કો, '3015' સ્પેશિયલ નંબર લીધો, જાણો શું થાય છે અર્થ

સ્પોર્ટ્સ / રોહિત શર્માને લાગ્યો Tesla Model Yનો ચસ્કો, '3015' સ્પેશિયલ નંબર લીધો, જાણો શું થાય છે અર્થ

Published By: Nidhi Panchal

Last Updated: 06:14 PM, 28 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટના મેદાનનો હીરો હવે રસ્તાઓ પર પણ કરી રહ્યો છે શાનદાર ઇનિંગ્સ... શું તમને ખબર છે તેની કારનો નંબર તેના બાળકો સાથે જોડાયેલો છે?

ADVERTISEMENT

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હિટમેન તરીકે જાણીતા રોહિત શર્મા માત્ર મેદાન પર જ નહીં, પરંતુ જીવનની બહાર પણ સ્ટાઇલ અને ક્લાસથી સૌને ચોંકાવી રહ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં રોહિત મુંબઈમાં આયોજિત એક એવોર્ડ શોમાં પોતાની નવી Tesla Model Y ચલાવીને પહોંચતા જોવા મળ્યા. તે દ્રશ્ય કોઈ બોલીવુડ સ્ટારની ફિલ્મી એન્ટ્રીથી ઓછું નહોતું!

rohit-sharma-2

વીડિયો વાયરલ થયા પછી ઈલોન મસ્કનો પણ રિએક્શન

એક યુઝરે X (પૂર્વે Twitter) પર વીડિયો શેર કરતાં લખ્યું: “આ જ કારણ છે કે ટેસ્લાને જાહેરાતની જરૂર નથી. ઈન્ડિયન ટીમના કેપ્ટન રોહિત શર્મા, જેમના 4.5 કરોડ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે, તેમણે નવી Tesla Model Y ખરીદી છે.” આ પોસ્ટ જોઈને ખુદ ઈલોન મસ્કે તેને રીપોસ્ટ કરી અને આખા ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

ટેસ્લાના ભારતીય VPએ આપી શુભેચ્છાઓ

ટેસ્લાના ભારતીય મૂળના વાઇસ પ્રેસિડેન્ટ અશોક એલુસ્વામીએ પણ રોહિતને શુભેચ્છા પાઠવી. તેમણે X પર લખ્યું, “વેલકમ ટુ ધ ટેસ્લા ફેમિલી, રોહિત!” આ પછી ભારતીય ચાહકોમાં ઉત્સાહ છવાઈ ગયો અને સોશિયલ મીડિયામાં લોકો ટેસ્લા અને ક્રિકેટ બંને પ્રત્યે પોતાનો જોશ વ્યક્ત કરવા લાગ્યા.

vtv app promotion

કઈ Tesla લીધી રોહિતે?

મીડિયા રિપોર્ટ્સ મુજબ, રોહિતે Tesla Model Y Standard Range RWD વેરિઅન્ટ ખરીદી છે, જેની કિંમત લગભગ ₹59.89 લાખથી ₹73.89 લાખ સુધી છે. આ કારમાં હાઈ-ટેક ઓટોપાઇલટ ફીચર્સ, ફ્યુચરિસ્ટિક ડિઝાઇન અને શાનદાર ડ્રાઇવિંગ રેન્જ છે, જે તેને અન્ય ઈલેક્ટ્રિક કારોથી અલગ બનાવે છે.

નંબર પ્લેટમાં છે પરિવારનો પ્રેમ

રોહિતના કારની નંબર પ્લેટ “3015” પર પૂરી થાય છે. કહેવામાં આવે છે કે આ નંબર તેના પુત્રી સમાયરા (30 ડિસેમ્બર) અને પુત્ર આહાન (15 નવેમ્બર)ની જન્મતારીખ પરથી રાખવામાં આવ્યો છે. આ ખાસ નંબરને લઈ ફેન્સ વચ્ચે ચર્ચાનો માહોલ છે.

Tesla Model Y ની રેન્જ અને ફીચર્સ

Tesla Model Y બે વેરિઅન્ટમાં આવે છે Standard Range (60 kWh) અને Long Range (75 kWh). Standard Rangeની રેન્જ 500 કિમી સુધી અને Long Range મોડલ 622 કિમી સુધી જઈ શકે છે. વાસ્તવિક પરિસ્થિતિમાં તે 400–550 કિમી સુધી ચાલે છે. હોમ ચાર્જરથી તેને 8–10 કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે, જ્યારે Tesla Superchargerથી માત્ર 15 મિનિટમાં 238–267 કિમી સુધી ચાર્જ થઈ જાય છે.

સુરક્ષા અને ટેકનોલોજી

આ SUV ને IIHS તરફથી Top Safety Pick+ રેટિંગ મળ્યું છે. તેમાં ADAS, Auto Emergency Braking, Blind Spot Monitoring, Lane Departure Avoidance અને 360° કેમેરા સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓ છે. સાથે જ ABS with EBD, ટ્રેક્શન કંટ્રોલ અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ જેવી સલામતી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો : IND vs AUS 1st T20: ફ્રીમાં ક્યાં જોઈ શકાશે ભારત-ઓસ્ટ્રેલીયાની પહેલી ટી20, એક નહીં 5 ઓપ્શન

રોહિતનો લક્ઝરી કાર કલેક્શન

રોહિતનો કાર પ્રેમ સૌને ખબર છે. તેના ગેરેજમાં પહેલેથી જ Mercedes G-Class, BMW 7 Series, Audi Q7 અને Range Rover જેવી લક્ઝરી કારો છે. થોડા સમય પહેલા તેને વાદળી Lamborghiniમાં જોવામાં આવ્યો હતો, જેની નંબર પ્લેટ ‘264’ તેના વર્લ્ડ રેકોર્ડ વન-ડે સ્કોરની યાદ અપાવતી હતી. અહેવાલો અનુસાર, IPL 2025 સીઝનમાં તેણે આ Lamborghini એક ક્રિકેટ કોન્ટેસ્ટ વિજેતાને ભેટ રૂપે આપી દીધી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tesla Model Y Rohit Sharma Tesla India

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ