બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / spending more time in ac can be harmful for health

તમારા કામનું / કલાકો સુધી ACમાં રહેવાની ટેવ હોય તો ચેતી જજો, સ્વાસ્થ્યને થઈ શકે છે મોટા નુકસાન

Jaydeep Shah

Last Updated: 04:19 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એસીમાં વધારે સમય રહેવાથી સ્વાસ્થ્યને ઘણા નુકસાન પહોંચી શકે છે. જાણો વિગતવાર

  • આજકાલ ગરમી ખૂબ જ હોવાથી લોકો એસીમા રહેવાનું પસંદ કરે છે 
  • એસીમા વધારે રહેવાથી સ્કીન અને આંખોને નુકસાન પહોંચે છે 
  • માથાની અને શ્વાસની તકલીફો પણ થાય છે 

આજકાલ ગરમી ખૂબ જ હોવાથી લોકો એસીમા રહેવાનું પસંદ કરે છે 

દેશભરમાં મોન્સૂનની સિઝન લગભગ પૂરી થવા પર છે. પરંતુ હજુ પણ દેશના મોટાભાગના રાજ્યોમાં ગરમી જવાનું નામ જ નથી લઈ રહી. સ્થિતિ એ છે કે લોકો એસી વગર રહેવા જ નથી માંગતા. ઘર, ઓફિસ અને ગાડીઓમાં ગરમીથી બચવા માટે ઓછમાં ઓછા ટેમ્પરેચર પર એસી ચલાવી રહ્યા છે. લોકોને એસીમાં રહેવાની આદત પડી ગઈ છે. પણ શું તમે જાણો છો કે વધારે સમય એસીમા વિતાવવો સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. વધારે સમય એસીમા રહેવાથી ઇન્ફેકશન, એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે. આજે અમે તમને જણાવશું કે વધારે સમય એસીમાં રહેવાથી કઈ કઈ સાઈડ ઇફેક્ટ્સ થઈ શકે છે. 

ડ્રાય આઈસ 


વધારે સમય એસીમાં રહેવાથી આંખોને નુકસાન થઈ શકે છે. એસીમાં રહેવાથી આંખો ડ્રાય થઈ જાય છે. જો તમારી આંખો ડ્રાય છે અને વધારે ખંજવાળ પણ આવે છે, તો આ એસીને કારણે હોય શકે. એટલા માટે જે લોકોને ડ્રાય આઈ સિન્ડ્રોમ છે, તેમણે વધારે સમય એસીમાં ન વિતાવવો જોઈએ. 

ડ્રાય સ્કીન 


ડ્રાય આઈ ઉપરાંત ડ્રાય સ્કિનની પણ તકલીફ થઈ શકે છે. આ એક કોમન સમસ્યા છે,પણ એસીમાં રહેવાથી જો સ્કીન વધારે ડ્રાય થઈ જાય, તો ઇચિંગ પણ થવા લાગે છે. 

ડિહાઇડ્રેશન 


એસીમા વધારે સમય રહેવાથી તમને ગરમીથી રાહત મળે છે, જ્યારે તેનાથી ડિહાઇડ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે. નોર્મલ રૂમમાં ડિહાઇડ્રેશન વધારે થાય છે. 

શ્વાસને લગતી બીમારીઓ 


આ ઉપરાંત એસીમાં વધારે સમય વિતાવવાથી શ્વાસ સંબંધી બીમારીઓ પણ થઈ શકે છે. એસીમા રહેવાથી તમને ડ્રાય થ્રોટ, રાઈનાઇટિસ અને બંધ નાક જેવી સમસ્યાઓ થઈ શકે છે. 

માથામાં દુખાવો 


એસીને કારણે ડિહાઇડ્રેશનની સાથે સાથે માથાનો દુખાવો અને માઈગ્રેન જેવી તકલીફો પણ થાય છે. ડિહાઇડ્રેશન એક ટ્રિગર છે, જે મોટેભાગે માઈગ્રેનનાં મામલામાં ઇગ્નોર કરવામાં આવે છે. જ્યારે તમે બહારની ગરમીમાંથી એસીમાં પગ મૂકો છો કે એસીમાંથી બહાર જાઓ છો, તો તમને આ તકલીફ થઈ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Health lifestyle હેલ્થ Health
Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ