બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:39 AM, 18 December 2021
ADVERTISEMENT
લગ્નમાં મોડું થાય છે તો છોકરો અથવા છોકરી કોઈ ગુનો કરે છે તો...
ભારતમાં છોકરીઓના લગ્નની ઉંમર 18થી વધારીને 21 કરવામાં આવી છે. જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. હાલમાં જ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આજમીએ છોકરીઓની ઉંમરને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તે સરકારના આ પગલાને ખોટું માની રહ્યા છે. સાથે તેમણે કહ્યું કે જો લગ્નમાં મોડું થાય છે તો છોકરો અથવા છોકરી કોઈ ગુનો કરે છે તો તેનું પાપ મા-બાપને મળે છે.
ADVERTISEMENT
.jpg)
લગ્ન કરાવવામાં બહું મોડું કરાવ્યું તો પાપ મા બાપને મળશે
ADVERTISEMENT
એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે જેવી છોકરીઓ મોટી થઈ જાય છે સગીર થઈ જાય છે અથવા લગ્નને યોગ્ય થઈ જાય છે. છોકરો હોય કે છોકરી તેમના લગ્ન કરાવી દેવા જોઈએ. જો પાત્ર નથી મળતું તો રાહ જોવો. પરંતુ જેવું પાત્ર મળે છે તેમના લગ્ન કરાવી દેવા જોઈએ. જો કોઈ કારણોથી મોડું કરાવો છો તો તેઓ કોઈ પાપ કરશે તેનું પાપ મા બાપને મળશે. તેમણે બહું મોડું કરાવ્યું લગ્ન કરાવવામાં.

ADVERTISEMENT
...એકલી દીકરીની સાથે ન રહો, ‘શૈતાન ગમે ત્યારે સવાર થઈ શકે છે
આ દરમિયાન સપા નેતાનું કહેવું છે કે જ્યારે છોકરીઓ આપડી દીકરીઓ, મારી બહેન ઘરમાં એકલી છે તો પણ અમને એવા સંસ્કાર આપવામાં આવ્યા છે કે એકલી દીકરીની સાથે ન રહો, ‘શૈતાન ગમે ત્યારે સવાર થઈ શકે છે.’ સરકારના નિર્ણય પર આજમીએ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ભગવાન અને અલ્લાહના બનાવેલા સામ્રાજ્યમાં દખલ આપવાથી અસંતુલન થઈ જાય છે. આની પહેલા સાંસદ સૈયદ તુફૈલ હસન સહિત કેટલાક નેતાઓ છોકરીઓના લગ્નને લઈને નિવેદન આપી ચૂક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.