બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / સોયાબીન છે ખૂબ જ પૌષ્ટિક ખોરાક, સેવન કરવાથી થશે અનેક ફાયદા
Last Updated: 01:47 PM, 12 September 2024
સ્વસ્થ રહેવા માટે સંતુલિત આહાર જેમ કે સોયાબીન જરૂરી હોય છે. આયુર્વેદિક ચિકિત્સા અનુસાર, સોયાબીન એક પૌષ્ટીક અને લાભકારી આહાર છે. આયુર્વેદિક ચિકિત્સા નિષ્ણાત અને ડૉક્ટર નીના ગુપ્તાએ જણાવ્યું કે, જો તમે દરરોજ 100 ગ્રામ સોયાબીનનું સેવન કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
ADVERTISEMENT

સોયાબીનમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે જે શરીર માટે જરૂરી તમામ એમીનો એસિડ પ્રદાન કરે છે. તે શાકાહારી લોકો માટે ઉપયોગી છે કેમ કે તેમાં સારું એવું પ્રોટીન હોય છે. 100 ગ્રામ સોયાબીનમાં લગભગ 36-40 ગ્રામ પ્રોટીન હોય છે.
ADVERTISEMENT
હૃદયની તંદુરસ્તી સારી રહે છે
સોયાબીનમાં પોલીઅનસેચ્યુરેટે ફેટ્સ હોય છે જે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે હૃદય રોગના જોખમને ઘટાડે છે. તે સિવાય તેમાં ઓમેગા 3, ફેટી એસિડ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ADVERTISEMENT
શું તમને પણ વારંવાર બરફ ખાવાનું મન થાય છે? તો ચેતી જજો, આ બીમારીનું છે લક્ષણ
હાડકા મજબૂત થાય છે
ADVERTISEMENT
સોયાબીન કેલ્શિયમ અને મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે જે હાડકાને મજબૂત રાખવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી હાડકાને સંબંધિત બીમારી જેમ કે આસ્ટિયોપોરોસિસથી બચાવે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે
ADVERTISEMENT
સોયાબીનમાં પ્રોટીન અને ફાઈબર સારા પ્રમાણમાં હોય છે જેના કારણે તે ભૂખને નિયંત્રિત રાખે છે અને પેટ ભરેલું રહે છે. તેથી વજન ઘટાડવા માટે સોયાબીન અસરકારક સાબિત થાય છે. નિયમિત રીતે સોયાબીનનું સેવન કરવાથી શરીરમાં ફેટ જમા નથી થતી.
વધુ વાંચોઃ- જો પેશાબમાં દેખાય આ 2 સંકેત, તો સમજી લેવું કે શરીરમાં છે વિટામિન B12ની ઉણપ, ચેતી જજો!
ADVERTISEMENT
મહિલાઓનું હોર્મોનલ સંતુલન જળવાય રહે છે
સોયાબીનમાં ફાઈટોએસ્ટ્રોજેન નામનું તત્વ હોય છે જે શરીરમાં એસ્ટ્રોજેનની ઊણપને પૂરી કરવામાં મદદ કરે છે. તે મહિલાઓ માટે લાભકારી છે. કેમ કે તે માસિક ધર્મ ચક્રને નિયમિત કરવા અને મેનેપોઝના લક્ષણો ઘટાડવામાં મદદ કરે છે. દરરોજ 100 ગ્રામ સોયાબીનનું સેવન કરવાથી તમારું શરીર સ્વસ્થ પહે છે. સોયાબીન પોષણથી ભરપૂર છે તેથી તેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.