બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / જો પેશાબમાં દેખાય આ 2 સંકેત, તો સમજી લેવું કે શરીરમાં છે વિટામિન B12ની ઉણપ, ચેતી જજો!

આરોગ્ય / જો પેશાબમાં દેખાય આ 2 સંકેત, તો સમજી લેવું કે શરીરમાં છે વિટામિન B12ની ઉણપ, ચેતી જજો!

Last Updated: 10:33 AM, 12 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરીર માટે સૌથી જરૂરી વિટામિનમાંનું એક વિટામિન B12 છે. અહીં જાણો આ વિટામિનની ઉણપથી શરીર પર કેવી અસર થાય છે.

વિટામિન B-12 શરીરમાં બનતું નથી, તેથી ખોરાક દ્વારા વિટામિન B-12 મેળવવું જરૂરી છે. વિટામીન B12 ની ઉણપને કારણે શરીરમાં વિવિધ લક્ષણો(Symptoms) અને ચિહ્નો દેખાવા લાગે છે. મહત્વનું છે કે વિટામિન B12 રેડ બ્લડ સેલ્સ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અહીં જાણો વિટામિન B12 ની ઉણપને કારણે કયા લક્ષણો જોવા મળે છે.

વિટામિન B12ની ઉણપથી થતી સમસ્યા

વિટામિન B12 તંત્રિકા સ્વાસ્થ્યને સુધારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિટામિન B12ની ઉણપને કારણે નર્વસ સિસ્ટમ ડેમેજ થવા લાગે છે. જ્યારે સ્થિતિ ગંભીર હોય છે, ત્યારે તે મૂત્રાશયને અસર કરે છે, અને જ્યારે બ્લેડર ભરાઈ જાય ત્યારે યોગ્ય રીતે સંકેત આપવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે, જેનાથી યુરિન રિટેન્શનની સમસ્યા થઈ શકે છે. ચાલો આ વિશે જાણીએ-

વધુ વાંચોઃ- ઓછી ઊંઘ લેવી મોતને આમંત્રણ આપવા બરાબર! ચેતી જજો, નહીંતર હેલ્થને થઇ શકે છે નુકસાન

વિટામિન B12ની ઉણપનના સંકેત

પેશાબ થઈ જવો

શરીરમાં વિટામિન બી12ની ઉણપને કારણે બ્લેડરને નુકસાન થાય છે. જેના કારણે દર્દીઓનો પેશાબ લિક થઈ જાય છે. તેમજ આ સમયગાળા દરમિયાન પેશાબને કંટ્રોલ કરવામાં મુશ્કલી પડી શકે છે.

બ્લેડરનું સંપૂર્ણ રીતે ખાલી ન થવું

શરીરમાં વિટામિન B12 ની ઉણપને કારણે, દર્દીઓને યુરિનરી રિટેન્શનની સમસ્યા થઈ શકે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિનું બ્લેડર સંપૂર્ણપણે ખાલી થઈ શકતું નથી. આવી સ્થિતિમાં, દર્દીઓને વારંવાર પેશાબ કરવાની ઇચ્છા થાય છે. તેથી દર્દીઓએ આવી સ્થિતિમાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

urinary symptoms vitamin b12 deficiency vitamin b12
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ