બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / ઓછી ઊંઘ લેવી મોતને આમંત્રણ આપવા બરાબર! ચેતી જજો, નહીંતર હેલ્થને થઇ શકે છે નુકસાન
Last Updated: 09:45 AM, 12 September 2024
પૂરતી ઊંઘ માત્ર તમારા શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્યને પણ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી જ આરોગ્ય નિષ્ણાતો ઓછામાં ઓછા 8 કલાક પૂરતી ઊંઘ લેવાની ભલામણ કરે છે. પરંતુ કેટલાક લોકો વર્લ્ડ રેકોર્ડ બનાવવાના ચક્કરમાં 'નો સ્લીપ ચેલેન્જ' જેવા જોખમી પ્રયાસ કરે છે જેનાથી જીવ પણ જઈ શકે છે. ઈંગ્લેન્ડની લેન્કેસ્ટર યુનિવર્સિટીના પ્રોફેસર એડમ ટેલરે જણાવ્યું કે, અપૂરતી ઊંઘના કારણે સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે.
ADVERTISEMENT

11 દિવસથી આ શખ્સ ઊંઘ્યો નથી
ADVERTISEMENT
રાત્રે ઊંઘ પૂરી ન થવાથી થાક અને બેચેની જેવું થાય છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ નો સ્લીપ ચેલેન્જમાં ભાગ લઈને દિવસ-રાત જાગીને રેકોર્ડ બનાવવાની રેસમાં છે. નોર્મ નામનો એક યુટબરે ઊંઘ્યા વિના સૌથી લાંબો સમય વિતાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવવાના તેના પ્રયાસનું લાઇવ સ્ટ્રીમિંગ કર્યું હતું. 250 કલાકનો સમય વીતાવ્યા પછી દર્શક નોર્મના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ તેને અટક્યો નહીં અને 264 કલાક અને 24 મિનિટનો સમયગાળો 'ઊંઘ્યા વિના' પસાર કર્યો.
એક એવું જંગલ જ્યાં ગયા બાદ આજ સુધી કોઈ પાછું નથી આવ્યું!
ADVERTISEMENT
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે આ ચેલેન્જ પર પ્રતિબંધ મૂક્યો
તેના પછી યુટ્યુબ અને કિક જેવી સોશિયલ મીડિયા સાઈટે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. નોર્મે સૌથી વધારે સમય સુધી જાગતા રહેવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સને તોડવાનો દાવો કર્યો જે સાચો નહોતો. ગિનિસ બુકમાં આ વર્લ્ડ રેકોર્ડ રોબર્ટ મેકડોનાલ્ડના નામે છે જેને 1986માં 453 કલાક એટલે કે 19 દિવસ ઊંઘ્યા વગર વિતાવ્યા હતા. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે 1997માં સુરક્ષા કારણોથી સૌથી લાંબો સમય ઊંઘ્યા વગર વિતાવવાના વર્લ્ડ રેકોર્ડનું નિરિક્ષણ કરવાનું બંધ કરી દીધું હતું.
ADVERTISEMENT
લાંબા સમય સુધી ન ઊંઘવાના નુકસાન
લાંબા સમય સુધી જાગવાથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે. પુખ્ત વયના લોકોએ દરરોજ 7 કલાકની પૂરતી ઊંઘ લેવી જોઈએ. પૂરતી ઊંઘ ન લેવાથી ડિપ્રેશન, ડાયાબિટીસ, મેદસ્વિતા, હાર્ટ અટેક, હાઈ બ્લડ પ્રેશર અને સ્ટ્રોક જેવી જીવલેણ બીમારીઓનું જોખમ વધી જાય છે. ઊંઘ એ આપણા શરીરની ઘણી સિસ્ટમને આરામ કરવામાં મદદ કરે છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ- હવે વિદેશ ફરવાનું સપનું પૂર્ણ થશે, આ છે એવાં એશિયાઇ દેશો કે જ્યાં વગર વિઝાએ પણ તમે ફરી શકશો
ઊંઘ પહેલાના ત્રણ સ્ટેજ દરમિયાન પેરાસ્મિપેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ હોય છે જે પાચન ક્રિયા અને આરામની અવસ્થામાં જવાની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. તેનાથી હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર ઓછું થાય છે. છેલ્લો સ્ટેજ એટલે કે રેપિડ આઈ મૂવમેન્ટના તબક્કામાં હૃદયની ગતિવિધિ વધી જાય છે. આ સ્ટેજ રચનાત્મકતા, શીખવાની ક્ષમતા જેવા સંજ્ઞાનાત્મક કાર્યો માટે જરૂરી છે.
ADVERTISEMENT
પહેલો દિવસ
સૂતા પહેલા દારૂ અથવા કેફીન યુક્ત વસ્તુઓનું સેવન સ્લીપ સાયકલને ડિસ્ટર્બ કરી શકે છે. અપૂરતી ઊંઘની સમસ્યા તીવ્ર અથવા લોન્ગ ટર્મવાળી હોય શકે છે. તીવ્ર સમસ્યાનો અર્થ એક અથવા બે દિવસ સુધી ઊંઘ ન આવવી. ભલે તેનો સમય ઓછો હોય પરંતુ 24 કલાક ઊંઘ્યા વગર પસાર કરવાથી એકાગ્રતા ઘટી જાય છે અને બીજા ઘણા જોખમી પરિણામ આવી શકે છે. તેનાથી આંખો સોજાય જાય છે, ડાર્ક સર્કલ થઈ જાય છે, ચિડિયાપણું, યાદશક્તિ કમજોર થઈ જવી, નિર્ણય લેવામાં અસમર્થતા જેવી સમસ્યા થાય છે.
બીજો દિવસ
બીજો દિવસ પણ ઊંઘ્યા વગર પસાર કરવાથી વ્યક્તિના વર્તનમાં ફેરફાર જોવા મળે છે. શરીરને આરામની જરૂર પડે છે જેના કારણે વ્યક્તિ 'માઈક્રોસ્લીપ' લેવાનું શરૂ કરે છે, એટલે કે અનિચ્છનીય ઝપકી લેવા લાગે છે જે લગભગ 30 સેકેન્ડની હોય છે. ઓછી ઊંઘના કારણે ભૂખ વધી જાય છે. તેમજ અન્ય બીમારીઓનું જોખમ વધી જાય છે.
ત્રીજો દિવસ
ત્રીજા દિવસે જાગ્યા પછી ઊંઘની ઈચ્છા તીવ્ર થઈ જાય છે જેનાથી વ્યક્તિ લાંબા સમય સુધીની માઈક્રોસ્લીપ લેવામાં તેમજ વાસ્તવિક દુનિયાથી ડિસ્કનેક્ટ થયા હોય તેવું મહેસૂસ થાય છે અને ભ્રમની સ્થિતિમાં રહેવાની આશંકા વધી જાય છે.
ચોથો દિવસ
ચોથો દિવસ ઊંઘ્યા વગર વિતાવવાથી ‘સ્લીપ ડેપ્રિવેશન સાઈકોસિસ’નું સ્વરૂપ લે છે જ્યાં વ્યક્તિ વાસ્તવિકતાનું અર્થઘટન કરવામાં અસમર્થ બને છે અને ઊંઘવાની ઈચ્છા છાય છે. અપૂરતી ઊંઘના કારણે થતી સમસ્યામાંથી બહાર આવવા માટેની પ્રક્રિયા દરેક વ્યક્તિની અલગ હોય છે. કેટલાક લોકો એક રાત માટે ગાઢ ઊંઘ લઈ લે છે તે લોકો આવા તમામ લક્ષણોથી છૂટકારો મેળવી લે છે. તો ઘણા લોકોને આવા લક્ષણોથી છૂટકારો મેળવવા માટે ઘણો સમય લાગે છે.
નાઈટ શિફ્ટમાં ડ્યુટી કરવાથઈ થતા નુકસાન
સ્ટડીમાં જણાવ્યા અનુસાર, નાઇટ શિફ્ટમાં કામ કરતા લોકો સામાન્ય રીતે ડે શિફ્ટમાં કામ કરતા લોકો કરતા સરેરાશ એક થી ચાર કલાક ઓછી ઊંઘ લે છે. તેનાથી અકાળે મૃત્યુનું જોખમ વધી વધી જાય છે. તેમજ અલગ અલગ શિફ્ટમાં કામ કરતા લોકોને ઊંઘની સમસ્યાનો સામનો કરવો પડે છે.
અપૂરતી ઊંઘ મોતનું જોખમ
ઘણા અભ્યાસમાં ખુલાસો થયો છે કે, ઓછી ઊંઘ લેવાથી અકાળે મૃત્યુનું જોખમ વધી જાય છે. તેમજ વધુ પડતી ઊંઘ પણ અકાળે મૃત્યુના જોખમ સાથે સંકળાયેલ હોવાનું જાણવા મળ્યું છે. તેથી નો-સ્લીપ ચેલેન્જ' જેવા સોશિયલ મીડિયા ચેલેન્જમાં જોડાવાનું ટાળવું જોઈએ. તેનાથી ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.