બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું તમને પણ વારંવાર બરફ ખાવાનું મન થાય છે? તો ચેતી જજો, આ બીમારીનું છે લક્ષણ
Last Updated: 01:31 PM, 11 September 2024
લગભગ લોકોને આઈસ્ક્રીમ, ગોલા, કુલ્ફી પસંદ હોય જ છે અને શિયાળો હોય કે ઉનાળો, દરેક ઋતુમાં અમુક લોકો આઈસ્ક્રીમ ખાતા હોય છે આ સિવાય ઘણા એવા લોકો હોય છે જે દરેક ઋતુમાં આઈસ ક્યુબ્સ એટલે કે બરફના ટુકડા ખાતા હોય છે અને જો તમારી આસપાસ પણ એવા લોકો છે જેમને ગમે તે ઋતુમાં ગમે તે સમયે બરફ ખાવાનો શોખ હોય તો આ એમના શરીરમાં આયર્નની ઉણપ હોય શકે છે.
ADVERTISEMENT
આટલું જ નહીં વારંવાર વરફ ખાવાની સમસ્યાને 'પાઈકા ડિસઓર્ડર' નામ આપવામાં આવ્યું છે. આ ડિસઓર્ડર સામાન્ય રીતે બાળકો અને પ્રેગ્નેટ સ્ત્રીઓમાં જોવા મળે છે અને જો કોઈ સામાન્ય વ્યક્તિને વારંવાર બરફ ખાવાની ઈચ્છા થાય તો નિષ્ણાતોના મતે જે લોકોમાં આયર્નની ઉણપ હોય છે. આ સાથે જો કોઈ વ્યક્તિ ડિપ્રેશન અથવા સ્ટ્રેસની સ્થિતિમાંથી પસાર થઈ રહી હોય તો તેને પણ આ ઈટિંગ ડિસઓર્ડર થઈ શકે છે.
ADVERTISEMENT

કેટલાક લોકોમાં ડિહાઇડ્રેશન પણ આનું મુખ્ય કારણ હોય છે તો ઘણા નિષ્ણાતો એમ પણ કહે છે એનિમિયાથી પીડિત લોકોમાં રેડ બ્લડસેલ્સનું સ્તર ઓછું થઈ જાય છે જે શરીરની આસપાસ ઓક્સિજન વહન કરવા માટે જરૂરી છે. ખાસ કરીને આયર્નની ઉણપ આ કોષોનું સ્તર ઘટાડે છે જેના કારણે લોકોને બરફ ખાવાની ઈચ્છા વધી જાય છે.
ADVERTISEMENT
જો તમને પણ ક્રેવિંગ્સને કારણે વારંવાર બરફ ખાતા હોવ તો તેની કેટલીક આડઅસર થઈ શકે છે. સૌથી પહેલી તો એ કે તમે તમારી બીમારીને અવગણી રહ્યા છો. શક્ય છે કે તમારા શરીરમાં આયર્નની માત્રા ઓછી હોય પરંતુ તમે તેના પર ધ્યાન નથી આપી રહ્યા, એટલા માટે તેને અવગણશો નહીં. જો સમસ્યા ગંભીર હોય તો ડૉક્ટરની સલાહ લેવામાં અચકાવું નહીં.
ADVERTISEMENT
આ સિવાય બરફ ખાવાથી આપના દાંતને નુકસાન થઈ શકે છે અને વધુ પડતો બરફ આપણા દાંતના બહારના પડ માટે હાનિકારક છે અને તેનાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આટલું જ નહીં બરફને કારણે ક્યારેક પેટમાં ઈન્ફેક્શન અને કબજિયાતની ફરિયાદ પણ થઈ શકે છે. સાથે જ બરફ ખાવાથી કે બરફવાળું પાણી પીવાથી પણ રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર પડે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.