બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / આલિયા ભટ્ટ બની Oops મોમેન્ટનો શિકાર, વીડિયો જોઈ યુઝર્સ પેપ્સ પર બરાબરના ભડક્યા
Last Updated: 12:04 AM, 11 September 2024
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં પોતાની ફિલ્મ જીગરાના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં પહેલેથી જ ઘણી ચર્ચા છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે જેમાં આલિયા ભટ્ટ ખૂબ જ શાનદાર પાત્ર ભજવવાની છે. આ ફિલ્મ દ્વારા અભિનેત્રી પહેલીવાર મોટા પડદા પર એક્શન કરતી જોવા મળશે. હાલ જ અભિનેત્રી બ્લેક લેધર ડ્રેસમાં જોવા મળી હતી અને તેણે કેમેરા સામે પોઝ પણ આપ્યો હતો. આ દરમિયાન આલિયા ભટ્ટે હોલ્ટર નેક ડ્રેસ પહેર્યો હતો જેના પર તેણે સ્લીક બન બનાવ્યું હતું. આલિયા આ ડ્રેસમાં મિનિમલ મેકઅપ સાથે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જોકે, કારમાંથી નીચે ઉતરતી વખતે તે Oops મોમેન્ટનો શિકાર બની હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
ફિલ્મમાં આલિયા આર્ચીસ એક્ટર વેદાંગ રૈનાની સામે જોવા મળશે, જે ફિલ્મમાં અભિનેત્રીના ભાઈની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં આલિયા ભટ્ટના અભિનયના ઘણા સેલેબ્સે પણ વખાણ કર્યા છે. જો કે તેના પ્રમોશન દરમિયાન અભિનેત્રીના હોલ્ટર ડ્રેસે મુશ્કેલીઓ વધારી દીધી હતી.
આલિયાના ડ્રેસને વલ્ગર ગણાવ્યો
ચાહકોને આલિયાનો આ લુક બિલકુલ પસંદ ન આવ્યો અને તેઓએ તેના પર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું. અહીં કેટલાક લોકોએ તેના વખાણ કર્યા તો કેટલાકે આલિયાના ડ્રેસને વલ્ગર ગણાવ્યો.
વધુ વાંચો : આલીશાન ઘર અને લક્ઝરી લાઈફ, કરોડોની માલિક છે અજય દેવગનની આ હિરોઈન, જુઓ તસવીરો
જીગરાની સ્ટોરી એક બહેન વિશે છે જે જ્યારે તેનો ભાઈ મુશ્કેલીમાં હોય ત્યારે હથિયાર ઉઠાવે છે. પોતાના ભાઈને જેલમાંથી છોડાવવા માટે તે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. આલિયા ભટ્ટની જીગરાનું નિર્દેશન વાસન બાલાએ કર્યું છે. આલિયા આ ફિલ્મની નિર્માતા પણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Bhul Bhulaiyaa 3 Trailer / મંજુલિકાનું ડરામણું રૂપ! ભૂલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ, હોરર કોમેડી જોવા જેવી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.