બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 08:14 AM, 20 March 2024
દર વર્ષે ચાર ગ્રહણ લાગે છે. બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ. વૈજ્ઞાનિક દષ્ટિકોણથી આ એક ખગોળીય ઘટના છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં તેને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ હોળીના દિવસે એટલે કે 25 માર્ચ 2024એ છે. પરંતુ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 8 એપ્રિલ 2024એ છે. પહેલું સૂર્ય ગ્રહણ અમુક રાશિના જાતકો પર નકારાત્મક પ્રભાવ મુકી શકે છે. આવો જાણીએ કઈ છે તે રાશિઓ.
ADVERTISEMENT
વૃષભ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે જાતકોની રાશિ વૃષભ છે. તેમના માટે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ અશુભ માનવામાં આવી રહ્યું છે. વૃષભ રાશિના જાતકોને આ વર્ષે સાવધાન રહેવાની જરૂર છે. તમારા વિરોધી તમને અનેક પ્રકારે નુકસાન પહોંચાડી શકે છે. તમને કામમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. સાથે જ તમને આર્થિક મુશ્કેલીઓ પણ આવી શકે છે.
ADVERTISEMENT
તુલા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે જાતકોની રાશિ તુલા છે તેના માટે પણ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ અશુભ રહેશે. તમારા સ્વાસ્થ્ય પર ઉતાર ચડાવ રહેશે. કોઈ વસ્તુનું સ્ટ્રેસ રહેશે. નોકરી સાથે જોડાયેલી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. માનસિક સ્ટ્રેસ બની રહેશે. આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે.
વધુ વાંચો: આમલકી એકાદશીએ ભૂલથી પણ ન કરતા આ કાર્યો, નહીં તો ભગવાન વિષ્ણુ થઇ જશે નારાજ!
વૃશ્ચિક
જે જાતકોની રાશિ વૃશ્ચિક છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેમના માટે સૂર્ય ગ્રહણ નકારાત્મક પ્રભાવ લઈને આવી શકે છે. આ સમયે વૃશ્ચિક રાશિના જાતકોને નોકરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. બોસ સાથે અણબનાવ થઈ શકે છે. બિઝનેસમાં હાનીના યોગ છે. પાર્ટનર સાથે લેવડદેવડમાં સાવધાની રાખો. તમારી સાથે ફ્રોડ થવાના યોગ બની રહ્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.