બ્રેકિંગ ન્યુઝ
ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે રંગભરી એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ એકદશીને Amalaka Ekadashi પણ કહેવામાં આવે છે. આ વખતે આમલકી એકાદશીનું વ્રત 20 માર્ચ, બુધવારે રાખવામાં આવશે. આમલકી એકાદશીને હોળીના તહેવારની સૌથી ખાસ એકાદશી માનવામાં આવે છે.
ADVERTISEMENT

કરો ભગવાન વિષ્ણુની ઉપાસના
આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની ઉપાસના કરવામાં આવે છે. જ્યારે આમલકી એકાદશી પર ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે. આમલકી એકાદશીનું મહત્વ કાશીના શિવભક્તો માટે ખૂબ જ ખાસ છે. આ દિવસે શિવ-ગૌરીને ગુલાલથી રંગવામાં પણ આવે છે.
ADVERTISEMENT
જ્યોતિષીઓની માનીએ તો આમલકી એકાદશીના દિવસે અમુક ભૂલો ન કરવી જોઈએ. આમલકી એકાદશીના દિવસે કાળા અને ડાર્ડ રંગ ન પહેરો. કાળો રંગ નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસે કોઈ મોટાનું અપમાન પણ ન કરો. આ દિવસે મોટાના આશીર્વાદ લો.

ADVERTISEMENT
વધુ વાંચો: 100 વર્ષ બાદ બન્યો સંયોગ, હોળીના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ બાબતોનું રાખજો ધ્યાન
ન કરો આ વસ્તુઓનું સેવન
આમલકી એકાદશીના દિવસે માંસ, મદિરા, ડુંગળી અને લસણનું સેવન ન કરો. આમ કરવું ખૂબ જ અશુભ મનાવામાં આવે છે. રંગભરી એકાદશીનો આખો દિવસ ફક્ત ભગવાનની ઉપાસનામાં લગાવો. કોઈ ખોટા કાર્ય પર પોતાનું ધ્યાન ન લગાવો.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.