બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / A coincidence happened after 100 years, lunar eclipse will happen on Holi day

ધર્મ / 100 વર્ષ બાદ બન્યો સંયોગ, હોળીના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ બાબતોનું રાખજો ધ્યાન

Vishnu

Last Updated: 07:25 AM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષોના મતે આ વર્ષની હોળી થોડી ખાસ છે કેમ કે આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ હોળીના દિવસે 25મી માર્ચે થવાનું છે.ભારતમાં ચંદ્રગ્રહણને લઈને અનેક પ્રકારની માન્યતાઓ છે. પરંતુ આ વખતનું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી.

જ્યોતિષમાં ચંદ્રગ્રહણનું વિશેષ મહત્વ છે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે, ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. વિજ્ઞાનમાં તેને ખગોળીય ઘટના માનવામાં આવે છે, જ્યારે પૌરાણિક માન્યતાઓમાં તેને રાહુ-કેતુ સાથે જોડવામાં આવે છે.

આ વખતે ચંદ્રગ્રહણ ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તારીખે એટલે કે 25મી માર્ચે થશે. તે દિવસે હોળી પણ છે. હોળીના દિવસે ચંદ્રગ્રહણનો આ સંયોગ લગભગ 100 વર્ષ પછી બન્યો છે. ચંદ્રગ્રહણ સવારે 10:23 થી બપોરે 03:02 સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણ કન્યા રાશિમાં થશે. જે એક ઉપચ્છાયા ચંદ્રગ્રહણ હશે. આ વખતનું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં.

Holi | VTV Gujarati

ભારતમાં તે દેખાતું ન હોવાને કારણે આ ચંદ્રગ્રહણની હોળી પર કોઈ અસર નહીં થાય. પરંતુ જેમ એક ખગોળીય ઘટનાની બ્રહ્માંડ પર અસર પડે છે તેમ આ ચંદ્રગ્રહણની અસર તમામ રાશિઓને અસર કરે છે. આ વર્ષે હોળીના દિવસે ચંદ્રગ્રહણ અમેરિકા, જાપાન, રશિયાના કેટલાક ભાગોમાં તથા સ્પેન, ઈટાલી, પોર્ટુગલ, આયર્લેન્ડ જેવા દેશોના શહેરોમાં જોઈ શકાશે.

ચંદ્રગ્રહણને લઈને સંપૂર્ણ માહિતી: શરદ પૂનમે કેટલા વાગ્યે લાગશે ગ્રહણ? સૂતક  કાળ લાગશે કે નહીં, જાણી લો નિયમો | Complete information about lunar  eclipse: At what time ...

કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈયે?
ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ ઘરની બહાર નીકળવું ન જોઈએ. સગર્ભા સ્ત્રીઓએ આ સમયે કોઈપણ તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.આ દરમિયાન ભૂલથી પણ દેવી-દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ ન કરવો જોઈએ. ગ્રહણ સમાપ્ત થયા પછી આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ.

હોળીનો તહેવાર ઉજવવા તમારી રાશિ અનુસાર કરો રંગોની પસંદગી, ખુશીઓથી ભરાઈ જશે  જીવન | Holi 2023 Choose colors according to your zodiac sign to celebrate  the festival of Holi life will be

માન્યતા અનુસાર, ચંદ્રગ્રહણના સમયે કોઈ પણ ખાવાની વાનગી બનાવતા તથા ખાવાનું ટાળવું જોઈએ કારણ કે ગ્રહણના સમયે ખોરાક અશુદ્ધ થઈ જાય છે. જો ભોજન પહેલેથી જ તૈયાર હોય તો તેમાં તુલસીના પાન નાખવા જોઈયે. ચંદ્રગ્રહણની રાત્રે સ્મશાન અથવા નકારાત્મક સ્થળોએ જવાનું ટાળવું જોઈએ.

આ સિવાય ચંદ્રગ્રહણ દરમિયાન ઉંઘવાને પ્રતિબંધિત માનવામાં આવે છે. ઉંઘ દરમિયાન ગ્રહણની નકારાત્મક અસર થાય છે. ગ્રહણ સમયે વાળ, નખ કે દાઢી કાપવાને અશુભ માનવામાં આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ