બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / smart mirror will work as a personal fitness trainer give yoga and strength workout

ટેક્નોલોજી / પર્સનલ ટ્રેનરનું કામ કરશે Smart Mirror, ઘરે જ મળશે વર્કઆઉટ અને યોગાની ટ્રેનિંગ

Published By: Mehul

Last Updated: 08:50 PM, 14 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેકનોલોજીના યુગમાં અનેક ડિવાઇસે આપણી લાઇફ સ્ટાઇલને હાઇટેક અને સરળ બનાવી છે. નવા પ્રકારના અનેક ડિવાઇસ હજુ આવી રહ્યા છે જેના વિશે આપણે કલ્પના પણ કરી શકતા ન હતા. હવે ખાસ ટેકનોલોજીથી સજ્જ સ્માર્ટ મિરર ટૂંક સમયમાં વૈશ્વિક બજારમાં આવી રહ્યા છે.

  • ખાસ ટેકનોલોજીથી સજ્જ સ્માર્ટ મિરર ટૂંક સમયમાં વૈશ્વિક બજારમાં લોન્ચ થશે
  • આ સ્માર્ટ મિરર પર્સનલ જીમ ટ્રેનરની જેમ કામ કરશે
  • સ્માર્ટ મિરર વિવિધ એકસર્સાઇઝ ઉપરાંત યોગની પણ ટ્રેનીંગ આપશે

ઇન્ટરેક્ટિવ ફિટનેસ કંપનીએ અનોકો સ્માર્ટ મિરર (અરીસો) તૈયાર કર્યો છે. જે પહેલી નજરે તો એક સામાન્ય અરીસા જેવો જ લાગે છે. પરંતુ તે યુઝર્સને અનેક રીતે ઉપયોગી સાબિત થઇ શકે છે. આ સ્માર્ટ મિરરમાં એલસીડીમાં ડિસ્પ્લે છે. એકસર્સાઇઝ કરતા લોકો માટે આ સ્માર્ટ મિરર પર્સનલ જીમ ટ્રેનરની જેમ કામ કરશે. 

એટલું જ નહીં આ અનોખું ડિવાઇસ યુઝર્સને ફિટનેસ ટ્રેનિંગ આપવાની સાથે તેઓ ફિટનેસ માટે મોડિવેટ પણ કરશે એટલે કે નિયમિત કસરત કરવા માટે પ્રેરણા પણ આપશે. જોકે શરુઆતમાં સ્માર્ટ મિરર મોંઘા હશે. તેની કિંમત રુપિયા એક લાખની આસપાસ હોવાનું કહેવાય છે. મિરર બનાવનાર કંપનીએ જોકે કિંમત અંગે હજુ સ્પષ્ટતા કરી નથી.

યુઝર ખાસ પ્રકારની એપ્લિકેશનની મદદથી આ સ્માર્ટ મિરરને ઓપરેટ કરી શકશે. સ્માર્ટ મિરર વિવિધ એકસર્સાઇઝ ઉપરાંત યોગની પણ ટ્રેનીંગ આપશે. તેમાં કેમેરા, ઓડિયો અને માઇક્રોફોન પણ છે. યુઝર પોતાની એકટિવિટી રકોર્ડ કરી શકશે. વોઇસ આસીસ્ટન્ટથી મિરરને કમાન્ડ આપી શકશે તેમજ ગીત-સંગીતનો આનંદ પણ માણી શકશે.

સંકળાયેલા મુદ્દાઓ

Smart Mirror Tech Update Yoga lifestyle news technology news workout ગુજરાતી ન્યૂઝ Technology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ