ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / sitapur rajesh patel haridwar darshan india book of world

કળિયુગનો શ્રવણ / મહેસાણાના આ યુવાને 26 લાખના ખર્ચે આટલા વડીલ વૃદ્ધોને કરાવી યાત્રા, આ વખતે તો બનશે રેકોર્ડ

Published By: Mehul

Last Updated: 07:11 PM, 28 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ જિલ્લાના અને બહુચરાજી પાસેના સીતાપૂર ગામનો યુવાન કળિયુગનો શ્રવણ બની એક ઉમદા કાર્ય કરી રહ્યો છે જેની નોંધ લઈ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ દ્વારા આ યુવાનને નવાજવામાં આવ્યો.

ADVERTISEMENT

  • બહુચરાજી પાસેના સીતાપૂર ગામનો યુવાન કળિયુગનો શ્રવણ બન્યો
  • ગામના અને આસ પાસના 1107 સિનિયર સીટીઝનોને હરિદ્વારની વિના મૂલ્યે યાત્રા કરાવી
  • રાજેશ પટેલ કુલ 2100 વૃદ્ધ લોકોને પ્રવાસ કરાવશે જેનો અંદાજીત ખર્ચ 45 લાખ આસપાસ થશે

યાત્રાધામ બહુચરાજીથી અંદાજે 15 કિમીના અંતરે સીતાપૂર ગામ આવેલું છે. આ ગામમાં રાજેશ પટેલ નામના એક નવયુવાને પોતાના ગામના અને આસ પાસના 1107 સિનિયર સીટીઝન લોકોનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી હરિદ્વાર જેવા યાત્રાધામની વિના મૂલ્યે યાત્રા કરાવી. જેનો ખર્ચ અંદાજે 26 લાખ થયો છે તેમજ હજુ આગળના આવનારા દિવસોમાં હજુ 1000 સિનિયર સિટીઝનો એ પોતાનું હવે પછીના પ્રવાસમાં નામ પણ નોંધાવ્યું છે. 
 
કુલ 2100 વૃદ્ધ લોકોને પ્રવાસ કરાવશે જેનો અંદાજીત ખર્ચ 45 લાખ

આમ રાજેશ પટેલ કુલ 2100 વૃદ્ધ લોકોને પ્રવાસ કરાવશે જેનો અંદાજીત ખર્ચ 45 લાખ આસપાસ થશે. આ પ્રવાસમાં અહીંથી રેલવે બુકીંગ, રહેવા જમવાની સુંદર વ્યવસ્થા સાથે સાઈડ શિનનો ખર્ચ પણ રાજેશ પટેલ ઉઠાવી રહ્યા છે. રાજેશ પટેલની આ ઉમદા કામગીરીથી પ્રેરાઈને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડના અધિકારીઓએ આ સમગ્ર પ્રવાસની ખરાઈ કરી એવોર્ડથી નવજવામાં આવ્યા છે.

 

સિનિયર સિટીઝનનોને વિના મૂલ્ય હરિદ્વાર યાત્રા 

આ પ્રવાસમાં જોડાયેલા સીનીયર સીટીઝનો આશીર્વાદ આપી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે હાલમાં પોતાના પુત્રો કે પરિવારજનો આવું કાર્ય કરી શકતા નથી તેવું કાર્ય અમારા ગામના શ્રવણે કર્યું છે. પ્રવાસ દરમિયાન અમને સારામાં સારી ફેસિલિટી પણ આપી લકઝરી બસમાં અમારી સેવા કરી હતી. સિનિયર સિટીઝનનોને વિના મૂલ્ય હરિદ્વાર યાત્રા કરાવામાં આવે છે. 

આ યાત્રા કુલ પાંચ દિવસની હોય છે

યાત્રા રેલવે દ્વારા અમદાવાદથી હરિદ્વાર લઈ જવામાં આવે છે અને હરિદ્વાર, ઋષીકેશ માટે બસ અને રીક્ષા દ્વારા યાત્રા કરાવવામાં આવે છે. આ યાત્રા કુલ પાંચ દિવસની હોય છે જેમાં સવારે ચા નાસ્તો, બપોરે અને રાત્રે જમવાનું આપવામાં આવે છે. જમવામાં સીનીયર સિટીઝનનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

હરિદ્વારમાં ગંગા આરતી, મનશાદેવી, ભારતમાતા મંદિર, વૈષ્ણવ દેવી માતા મંદિર, સિસમહેલ, બિલકેશ્વ મહાદેવ, દક્ષ મંદિર, શીતળા માતા મંદિર, શાંતિકુંજ, કનખલ, રામ ઝુલા, લક્ષમણ ઝુલા, હરકી પોડી, મોક્ષ ઘાટ, પરમાનંદ ઘાટ, ગીતા ભવન, રુદ્રાક્ષ મંદિર, પાયલોટ બાબા વગરે ધાર્મિક જગ્યાએ યાત્રા કરાવામાં આવે છે.

દરેક યાત્રામાં દર 50 વડીલો વચ્ચે એક સ્વયંસેવકની વ્યવસ્થા

દરેક યાત્રામાં દર 50 વડીલો વચ્ચે એક સ્વયંસેવકની વ્યવસ્થા કરવામાં આવે છે. હરિદ્વારમાં પિતૃમોક્ષ માટે જાણીતા મોક્ષઘાટ ઉપર સમૂહ પૂજા માટે પંડિતની વ્યવસ્થા કરવામાં આવે છે જે સ્વજનોની મોક્ષ પ્રાપ્તિ માટે પૂજા કરાવે છે.

હાલના આ કળિયુગમાં સંતાનોને પોતાના માબાપને યાત્રા કરાવવાનો સમય નથી અથવા રૂપિયા વાપરવાની ભાવના નથી. ત્યારે આ કળિયુગના શ્રવણે આ ઉમદા કાર્ય કરી આ હાઈટેક યુગના યુવાનોને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સામાજિક કાર્યની જાણ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડને 16-8-19ના હરિદ્વાર પ્રવાસમાં થઈ હતી. 

ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું

ત્યારબાદ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડની ટીમે સમગ્ર હરિદ્વાર યાત્રાની માહિતીની ચકાસણી કરી અને યાત્રા દરમિયાન થયેલ ખર્ચના બિલો, ટ્રેનની ટિકેટ, જમણવાર, બસના ખર્ચ અને ઉમિયાધામના રોકાણ માટેના બિલ વગરે તેમજ યાત્રામાં જોડાયેલા વડીલો, ટીકીટ બુકીંગ એજન્ટ, બસ બુકીંગ એજન્ટ, જમવાની સર્વિસ પુરી પાડનાર વગરે સાથે વાતચીત કરી. બાદમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું.
 

સંકળાયેલા મુદ્દાઓ

Haridwar Darshan India Book of World Mehsana News gujarat mehsana ગુજરાતી ન્યૂઝ Mehsana

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ