બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
સામાજિક કાર્યકર્તા તથા પત્રકાર ગૌરી લંકેશની હત્યાની ઘણા સમયથી વિશેષ તપાસ ચાલી રહી હતી. SIT એ આપેલી જાણકારી મુજબ 'સબૂતો મળે તે માટે આરોપીના ઘરની તપાસ ચાલી રહી છે. પત્રકાર ગૌરી લંકેશની પાંચ સપ્ટેમ્બર ૨૦૧૭માં તેમના ઘરની બહાર ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી હતી. તેમની હત્યાની શંકા તેવા સમૂહ પર કરવામાં આવી હતી. જે દક્ષીણપંથી વિચારધારાથી પ્રેરિત છે. શોધખોળ મુજબ સમૂહના એવા લોકોની યાદી તૈયાર કરવામાં આવી હતી જે તેમની હત્યા કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. આ સૂચિમાં ગીરીશ કર્નાડ અને તર્કવાદી કે.એસ.ભગવાનનું નામ પણ શામેલ છે. SITએ વધુમાં જણાવ્યું કે ઋષિકેશ દેવદીકર ઉર્ફે મુરલી (૪૪) કેટલાક સમયથી ફરાર હતો. જે ગુરુવારે ઝારખંડના ધનબાદ જીલ્લાના કરતાસમાં પોતાના ઘરેથી પકડી પાડ્યો હતો.
SITને જાણ મળી કે ગૌરી લંકેશની હત્યામાં દક્ષીણપંથી સમૂહનો હાથ છે. જેમના પર તર્કવાદી એમ.એમ.ક્લબુર્ગીની હત્યાનો પણ આરોપ છે. જાણકારી મુજબ ગૌરી લંકેશની હત્યામાં કુલ ૧૮ લોકોના નામ સામે આવ્યા છે. આમાંથી અમોલ કાલેની મહત્વની ભૂમિકા છે.
ADVERTISEMENT
પોલીસની જાણકારી મુજબ ત્રણ વ્યક્તિ ગૌરીના ઘરમાં ઘુસ્યા અને તેમના પર ગોળી ચલાવામાં આવી હતી. ૫૫ વર્ષીય ગૌરી સાંધ્ય મેગેજીન અને લંકેશ પત્રિકાની સંપાદક હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.