ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ખાતી વખતે કાચી ડૂંગળી ખાવી જોઈએ કે નહીં? એક્સપર્ટે કહ્યું આ લોકો માટે આફત

હેલ્થ / ખાતી વખતે કાચી ડૂંગળી ખાવી જોઈએ કે નહીં? એક્સપર્ટે કહ્યું આ લોકો માટે આફત

Published By: Nirav Kumar

Last Updated: 04:07 AM, 10 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાચી ડુંગળીના સેવનથી અનેક હેલ્થ બેનીફીટ મળે છે. પરંતુ અમુક પ્રકારના લોકોએ તેનું સેવન ટાળવું જોઈએ.

ADVERTISEMENT

અનેક લોકો ફૂડમાં કાચી ડુંગળી ખાવાનો આનંદ માણે છે. ઘણીવાર તેને ક્રન્ચી સલાડ તરીકે કે ભારે ભોજન સાથે કાચી પીરસવામાં આવે છે. તે વિટામિન સી, એન્ટીઑકિસડન્ટ અને સલ્ફરથી ભરપૂર હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવા માટે જાણીતી છે. અમુક લોકો માટે તે જ કાચી ડુંગળી હાર્ટબર્ન, ગેસ, માઇગ્રેન કે એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બની શકે છે. આથી કાચી ડુંગળી ક્યારે, કેટલી અને કોના માટે ખાવી યોગ્ય છે તે જાણવું જરૂરી છે.

એક કપ સમારેલી કાચી ડુંગળીમાં આશરે 64 કેલરી અને લગભગ 3 ગ્રામ ફાઇબર હોય છે. તે વિટામિન સી, વિટામિન બી6, પોટેશિયમ અને બીજા પોષકતત્ત્વોનો સારો સ્ત્રોત છે જે એકંદર સ્વાસ્થ્યને મદદ કરે આપે છે. એક્સપર્ટ અનુસાર, ડુંગળીમાં ક્વેર્સેટિન અને સલ્ફર કમ્પાઉન્ડ હોય છે જેમાં એન્ટીઑકિસડન્ટ અને એન્ટી ઇન્ફલેમેટરી ગુણધર્મો હોય છે અને તે LDL (બેડ) કોલેસ્ટ્રોલ ઘટાડવામાં, સ્વસ્થ બ્લડ પ્રેશરને ટેકો આપવા અને લાંબા ગાળે હૃદય રોગનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.

ડુંગળીમાં રહેલા પ્રીબાયોટિક ફાઇબર ગૂડ બેક્ટેરિયાને પોષણ આપે છે, જે નિયમિતપણે ઓછી માત્રામાં ખાવાથી પાચન, રોગપ્રતિકારક શક્તિ અને મેટાબોલિક સ્વાસ્થ્યને પણ મદદ આપી શકે છે. અમુક સ્ટડી મુજબ ડુંગળી અને લસણ જેવી એલિયમ શાકભાજીના નિયમિત સેવનને પેટ અને કોલોરેક્ટલ કેન્સર સહિત ચોક્કસ કેન્સરના જોખમને ઘટાડવા સાથે જોડ્યું છે.

પોષણશાસ્ત્રીઓ કહે છે કે તેમાં અસંખ્ય ફાયદા હોવા છતાં તે કેવી રીતે ખાવામાં આવે છે અને વ્યક્તિના ગટ હેલ્થ માટે અનુકુળ છે કે, નહીં રીત ડીપેન્ડ કરે છે. કે તે ફાયદો કરાવશે કે નુકસાન

vtv app promotion
  • આ લોકોએ કાચી ડુંગળીનું સેવન કરવાનું ટાળવું

જો ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS) કે ખૂબ જ સંવેદનશીલ પાચનતંત્ર ધરાવતા લોકો ડુંગળી ખાય છે તો તેમાં રહેલા ફ્રુક્ટન્સ પેટમાં આથો લાવે છે અને ગેસ, પેટનું ફૂલવું, કે લુઝ સ્ટુલનું કારણ બને છે.

ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ બીમારી (GERD) કે વારંવાર હાર્ટબર્ન ધરાવતા લોકો માટે કાચી ડુંગળી એસિડ બળતરા વધારીને હાર્ટબર્ન અથવા ઓડકારને વધુ ખરાબ કરી શકે છે.

કાચી ડુંગળીમાં ટાયરામાઇન જેવા કમ્પાઉન્ડ  સંવેદનશીલ વ્યક્તિઓમાં માથાનો દુખાવો પણ વધારી શકે છે. જેમાં માઇગ્રેનનો પણ સમાવેશ થાય છે.

ડુંગળીથી એલર્જી ધરાવતા લોકોને ખંજવાળ, ફોલ્લીઓ, હોઠ કે જીભમાં સોજો, આંખોમાં પાણી, નાક ભરાઈ જવું કે ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આથી તેમને ડુંગળી ખાવાનું ટાળવું જોઈએ ખાસ કરીને કાચી.

જો તમને પાચન સંબંધી કોઈ ગંભીર સમસ્યા ન હોય તો બપોરના ભોજનમાં સલાડમાં કાચી ડુંગળી ખાવી એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

વધુ વાંચો : ગમે તેવી એસિડીટી મટી જશે, કરજો ખાલી આ એક ઉપાય

  • દરરોજ કેટલી કાચી ડુંગળી સલામત?

એક્સપર્ટ મુજબ, તમારા આહારમાં નિયમિતપણે ડુંગળીનો સમાવેશ કરવો, પછી ભલે તે રાંધેલી હોય કે કાચી, હૃદય અને મેટાબોલીઝમ માટે સારી હોઈ શકે છે, પરંતુ ડુંગળીની યોગ્ય માત્રા વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે. મોટાભાગના લોકો જેમને પાચન અથવા રિફ્લક્સની સમસ્યા નથી તેમના માટે દિવસમાં એક કે બે વાર ભોજન સાથે નાનું સલાડ (થોડા ટુકડા અથવા બે ચમચી સમારેલી કાચી ડુંગળી સાથે) સામાન્ય રીતે સારું રહે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Onions Nutrients Immune System

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ