બ્રેકિંગ ન્યુઝ
Krupa
Last Updated: 08:41 PM, 20 April 2020
ઘણી વખત એવી ઘટનાઓ સામે આવી છે, જેની પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ જાય છે. માણસ વિચારે છે કે ભાઇ આવું કેવી રીતે થઇ ગયું, અથવા તો આવું થઇ જ ના શકે. એવી જ એક ઘટના ઘટિત થઇ છે થાઇલેન્ડમાં. અહીંયા એક ખેડૂત પોતાના પારંપારિક ફેસ્ટમાં મારવા માટે ગાય લાવ્યો હતો. એને ગાયના માથા પર 3 ગોળીઓ મારી...પરંતુ ગાય બચી ગઇ.
ADVERTISEMENT
22 એમએમની ગોળી મારતો હતો
સૂત્રો અનુસાર, 43 વર્ષીય સોમપોર્ન નાજિન તરાંગનો રહેવાસી છે. એ ગત સપ્તાહે એક પારંપારિક ઉત્સવ માટે ગાય લાવ્યો હતો. પોતાની 22 એમએમ હેન્ડગનથી એને ગાયને મારવાનો પ્રયત્ન કરો. એને ગાયના માથા પર ત્રણ વખત ગોળીઓ મારી, પરંતુ ગોળીની ગાય પર કોઇ અસર નથી. ગાય ત્યાં જ જીવતી ઊભી રહી.
પછી એને મિત્રને બોલાવ્યો
પછી એ પોતાના દોસ્તને બોલાવવા ગયો. એને વિચાર્યું કે આ ગાયને કોઇ બીજી રીતે જ મારી શકાય છે. જ્યારે એ પોતાના મિત્રની સાથે ત્યાં આવ્યો, તો ગાય ત્યાં નહતી. એ ભાગી ગઇ હતી.
ADVERTISEMENT
15 દિવસ બાદ આવી પરત
સૂત્રો અનુસાર 15 દિવસો બાદ ફરીથી ગાય પાછી આવી ગઇ જ્યાં છેલ્લે એને જોવામાં આવી હતી. ત્યારબાદ એને Tranquilliser dart થી પણ એના માથા પર ગોળી મારી પરંતુ એ ગોળી પણ કંઇ બગાડી શકી નહીં.
માની લીધી હાર
ગાયને મારવાના તમામ પ્રયત્નો બાદ સોમપોર્ને હાર માની લીધી. એ કહે છે, 'આ વાસ્તવમાં અસાધારણ ઘટના હતી કે એટલી બુલેટ માર્યા બાદ પણ ગાય જીવતી રહી. હવે હું આ ગાયને પોતાના ગુડ લકની જેમ પોતાની પાસે રાખવા ઇચ્છું છું.'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બનાવનારે 'બનાવી જાણ્યું' / પ્રકૃતિનું રહસ્ય! અંતિમ સંસ્કાર પછી પણ નથી બળતું શરીરનું આ અંગ, 1292 ડિગ્રી ગરમી પણ ફેલ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.