બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Politics / will Shivsena make government with NCP sanjay raut says we want 50 percent

રાજનીતિ / તો શું ભાજપ-શિવસેનાના વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના ઈતિહાસમાં પ્રથમ વખત બનશે આવી સરકાર?

Published By: Parth

Last Updated: 07:52 PM, 28 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

50-50 ફોર્મુલા પર બોલ્યા સંજય રાઉત 'પહેલાં પણ વાયદા કરને ફરી ચુકી છે BJP, હવે જે વાત થશે તે લિખિતમાં થશે'. શિવસેના અને ભાજપ સાથે ચૂંટણી લડ્યા બાદ હવે મુખ્યમંત્રીના પદ માટે બેય પાર્ટીઓ વચ્ચે વાકયુદ્ધ ચરમસીમા પર છે. મુખ્યમંત્રી પદ માટે બેય પાર્ટીઓ વચ્ચે ખેંચતાણ ચાલુ છે.શિવસેના ભાજપની સાથે ચૂંટણી લડે છે છતાં 'સામના'માં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરે છે.

  • 50-50 ફોર્મ્યુલા માટે શિવસેનાનું દબાણ 
  • શિવસેના નેતા સંજય રાઉતે ભાજપને વાયદાઓ યાદ અપાવ્યા 
  • મહારાષ્ટ્રમાં સરકાર બનાવાની અટકળો તેજ 
  • NCP સાથે ગઠબંધન કરવા શિવસેનાએ ખુલ્લા રાખ્યા વિકલ્પ 

સંજય રાઉતે કહ્યું કે ભાજપે 50-50 ફોર્મ્યુલાનો વાયદો નિભાવવો જોઈએ. જેનો સીધો અર્થ થાય છે કે શિવસેના કેબિનેટમાં 50 ટકા ભાગીદાર હશે. સાથે જ તેમણે NCP સાથે જવાની વાત પર ખુલાસો કરતા કહ્યું કે રાજનીતિમાં બધા જ વિકલ્પ ખુલ્લા રાખવામાં આવે છે. 

કેબિનેટમાં માંગ્યો સરખો ભાગ 

આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધનમાં મેદાનમાં ઉતર્યા અને પરિણામો આવ્યા બાદ જ્યારે શિવસેનાને ખબર પડી કે ભાજપ એકલા હાથે સરકાર બનાવી લે તેવી પરિસ્થિતિમાં નથી ત્યારે શિવસેનાએ ભાજપ પર દબાણ વધાર્યું હતું. હવે શિવસેના નેતા સંજય રાઉતે ભાજપને ગઠબંધન ધર્મ નિભાવવાની વાત કરી છે. સંજય રાઉતે કહ્યું કે ભાજપે 50-50 ફોર્મ્યુલાનો વાયદો નિભાવવો જોઈએ. જેનો સીધો અર્થ થાય છે કે શિવસેના કેબિનેટમાં 50 ટકા ભાગીદાર હશે. સાથે જ તેમણે NCP સાથે જવાની વાત પર ખુલાસો કરતા કહ્યું કે રાજનીતિમાં બધા જ વિકલ્પ ખુલ્લા રાખવામાં આવે છે. 

શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે (ડાબે) મહારાષ્ટ્ર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (જમણે)  

 

સરકાર બનવાના વિલંબ માટે ભાજપ જવાબદાર 

શિવસેના નેતા સંજય રાઉતે ભાજપ પર હુમલો બોલતા કહ્યું કે 'જો સરકાર બનવામાં વિલંબ થઇ રહ્યો છે તો તેમાં અમારો કંઈ વાંક નથી.' આ સાથે તેમણે ભાજપ દ્વારા હરિયાણામાં બનવવામાં આવેલી ખટ્ટર-દુષ્યંત સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે 'બે રાજ્યમાં ચૂંટણી હતી હરિયાણામાં પણ તેમને બહુમત મળ્યું નથી તો તેમણે એવા સંગઠન સાથે હાથ મિલાવી લીધો જે તેમનો કટ્ટર વિરોધી હતો.'

શિવસેના નેતા સંજય રાઉત સાથે NCP નેતા શરદ પવાર 

ભાજપથી ગઠબંધન તોડી NCP સાથે હાથ મિલાવશે શિવસેના? 

NCP સાથે ગઠબંધનની વાત પર સંજય રાઉતે કહ્યું કે 'અમે હજુ આના કોઈ વિચાર કર્યો નથી, અમે કોઈ ઉતાવળિયું પગલું ભરવા માંગતા નથી. જોકે સાથે તેમણે તેમ પણ કહ્યું કે રાજનીતિમાં કંઈ પણ સંભવ છે, વિકલ્પ હંમેશા ખુલ્લા રાખવા જોઈએ.' વધુમાં જણાવતા  કહ્યું કે 'ચૂંટણી પહેલા વિપક્ષને ખતમ કરવાની વાત કરવામાં આવતી હતી, પણ શું થયું ?'

અઢી વર્ષ સુધી મળવું જોઈએ મુખ્યમંત્રી પદ 

સંજય રાઉતે કહ્યું કે અમે કોઈ સત્તાના ભૂખ્યા નથી પણ ગઠબંધન ધર્મ નિભાવવો એ દરેક ની ફરજ છે. આ તો લોકસભાની ચૂંટણી પહેલાં જ નક્કી થઇ ગયું હતું જેનો સીધો અર્થ થાય  છે કેબિનેટમાં અમે સરખા ભાગીદાર બનીશું. અમને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ કેમ ના મળવું જોઈએ? અમે બધા રામમાં વિશ્વાસ રાખીએ છે અને રામની જેમ જ પ્રાણ જાએ પર વચન ના જાએની નીતિ અપનાવવી જોઈએ 

'ભાજપને 105 બેઠક સાથે સરકાર બનાવવી છે તો આ તો વર્લ્ડ રેકોર્ડ બની જશે'

સરકારના ગઠન પર સંજય રાઉતે કહ્યું કે 105 બેઠક સાથે જ ભાજપને સરકાર બનાવવી છે તો તેમને કોણ રોકી રહ્યું છે. જો આવું થઇ શકતું હોય તો આ તો વર્લ્ડ રેકોર્ડ બની જશે કારણકે સરકાર બનાવવા માટે 145 બેઠકની જરૂર છે. જો કોઈ લોકતંત્રની હત્યા કરવા માંગે છે.

આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં સરકારના ગઠન માટે બેય પાર્ટીઓ વચ્ચે ખેચતાણ ચાલુ છે ત્યારે સોમવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના નેતાઓએ અલગ અલગ રાજ્યપાલ સાથે મુલાકાત કરી જે બાદ તે મુલાકાતને માત્ર દિવાળી મિલન બતાવવામાં આવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

BJP Devendra Fadnavis. Maharashtra NCP Sharad Pawar Shivsena Uddhav Thackeray sanjay raut મહારાષ્ટ્ર શિવસેના Maharashtra Assembly election

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ