બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / Shikhar Dhawan achieved a big position as soon as he hit the first four, no one has been able to do this in IPL so far

IPL2022 / IPL માં ગબ્બરે રચ્યો ઇતિહાસ, કર્યું એવું કારનામું કે આજ સુધી કોઈ કરી નથી શક્યું.

ParthB

Last Updated: 05:30 PM, 23 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિખર ધવન IPLમાં 700 બાઉન્ડ્રી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. અત્યાર સુધી કોઈ બેટ્સમેન 600 બાઉન્ડ્રી સુધી પહોંચી શક્યો નથી.

  • શિખરે IPLમાં રચ્યો ઈતિહાસ
  • પહેલો ચોગ્ગો મારતા જ ઊંચાઈઓ હાંસલ કરી
  • IPLમાં અત્યાર સુધી કોઈ નથી કરી શક્યું આ કામ


IPL 2022માં પંજાબના ટૂર્નામેન્ટથી બહાર જતા પહેલા ટીમ ઓપનર શિખર ધવને પોતાના નામનો એક ખાસ રેકોર્ડ બનાવી જ લીધો છે. તે IPLમાં 700 ચોગ્ગા મારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. તેણે પોતાની પ્રથમ ચાર ઇનિંગ્સમાં આ ખાસ સિદ્ધિ મેળવી હતી.

શિખર ધવન પ્રથમ સિઝનથી જ IPLથી જોડાયેલા છે. અત્યાર સુધી તે 206 મેચ રમી ચૂક્યા છે. આ મેચમાં તેઓ એ 701 ચોગ્ગા અને 136 સિક્સર ફટકાર્યા છે. તેઓ IPLમાં 6 હજારથી વધુ રન બનાવી ચુક્યા છે. આ બાબતમાં તેઓ બીજા નંબર પર આવે છે. વિરાટ કોહલી 6592 રન સાથે પ્રથમ ક્રમાંક પર છે.

શિખર ધવને ગત રાતે યોજાયેલ મુકાબલામાં સનરાઈઝ વિરુદ્ધ 39 રનની ઇનિંગ રમી હતી. આ ઈનિંગમાં તેઓએ 2 ચોગ્ગા અને 2 સિક્સર ફટકાર્યા હતા. આ ઈનિંગ પહેલા તેમના નામે 699 ચોગ્ગા હતા. તેઓ IPL માં સૌથી વધુ ચોગ્ગા ફટકારવા વાળા લાંબા સમયથી ટોપ પર ચાલી રહ્યા છે.

આ છે IPLમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવા વાળા TOP 5 બેટ્સમેન

શિખર ધવન - 701 ચોગ્ગા
વિરાટ કોહલી - 576 ચોગ્ગા
ડેવિડ વોર્નર - 561 ચોગ્ગા
રોહિત શર્મા - 519 ચોગ્ગા
સુરેશ રૈના - 506 ચોગ્ગા

દક્ષિણ આફ્રિકા સિરીઝમાં શિખરને કોઈ તક ન મળી

શિખર ધવન IPLના સીઝનમાં અદભૂદ રીતે રમી રહ્યાં છે. તેણે 14 મેચમાં 38.33ની બેટિંગ એવરેજથી 460 રન બનાવ્યા. તેઓ આ સિઝનમાં સૌથી વધુ રન બનાવવા વાળા TOP - 5 બેટ્સમેનમાં શામેલ છે. એવામાં માનવામાં આવી રહ્યું હતુ કે, IPLના પછી તરત જ યોજાનારી દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં શિખરને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવશે પરંતુ તેમ થયું નહીં. તેઓને ટીમથી બાર રાખવામાં આવ્યો. શિખરનું નામ ઈંગ્લેન્ડ પ્રવાસ પર જઈ રહેલી ટેસ્ટ ટીમમાં પણ નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Gujarati News IPL IPL 2022 SRH vs PBKS Shikhar Dhawan South Africa Series Virat Kohli sports top 5 batsman IPL2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ