બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:01 PM, 9 February 2024
ADVERTISEMENT
શનિદેવને કર્મના દાતા માનવામાં આવે છે. શનિદેવ જ્યારે પણ તેમની ચાલ બદલે ત્યારે તમામ રાશિના જાતકો પર અસર થાય છે. શનિદેવ 10 ફેબ્રુઆરીના રોજ આવતીકાલે નક્ષત્ર પરિવર્તન કરશે. શનિદેવ આવતીકાલે બપોરે 2 વાગ્યે શતભિષા નક્ષત્રના તૃતીય પદમાં ગોચર કરશે. શનિદેવ વર્ષ 2024માં રાશિ પરિવર્તન નહીં કરે. શનિદેવના નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
શનિ નક્ષત્ર પરિવર્તનની અસર
કર્ક- શનિદેવનું નક્ષત્ર પરિવર્તન કર્ક રાશિના જાતકો માટે ખાસ સાબિત નહીં થાય. શનિદેવના નક્ષત્ર પરિવર્તનને કારણે આ રાશિના જાતકોનું જે કામ થતું હશે તે કામ પણ નહીં થાય. કર્ક રાશિના જાતકોએ તેમના કામ પ્રત્યે ઈમાનદાર રહેવું. જે લોકો બિઝનેસ કરી રહ્યા છે, તે લોકો માટે શનિદેવનું નક્ષત્ર પરિવર્તન ખાસ સાબિત નહીં થાય છે. આ દરમિયાન કર્ક રાશિના જાતકોને નુકસાન થઈ શકે છે, તેથી નિરાશ થવાની જરૂર નથી ટૂંક સમયમાં સફળતા પણ મળી શકે છે.
ADVERTISEMENT
તુલા- તુલા રાશિના જાતકો માટે શનિદેવનું નક્ષત્ર પરિવર્તન કષ્ટદાયક રહી શકે છે. શનિદેવના નક્ષત્ર પરિવર્તનને કારણે આરોગ્યને નુકસાન થઈ શકે છે. માનસિક તણાવ થઈ શકે છે. આ દરમિયાન મન શાંત રાખવું નહીંતર ચિતા અને તણાવનો ભોગ બની શકો ચો.
વધુ વાંચો: મૌની અમાસ: માથે ચડેલા દેવાથી મેળવવો છે છૂટકારો? તો આજના પવિત્ર દિવસે અપનાવો આ ઉપાય
ADVERTISEMENT
વૃષભ- વૈદિક પંચાંગ અનુસાર વૃષભ રાશિના જાતકો માટે શનિદેવનું નક્ષત્ર પરિવર્તન અશુભ સાબિત થશે. આ દરમિયાન કરિઅર બાબતે ખાસ સજાગ રહેવું. બિઝનેસમાં થોડું નુકસાન થવાની સંભાવના છે, તેથી સતર્ક રહેવું. તમારી સાથે છેતરપિંડી પણ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.