બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Mauni Amavasya Upay remedies for get rid of debt and financial crisis

Mauni Amavasya Upay / મૌની અમાસ: માથે ચડેલા દેવાથી મેળવવો છે છૂટકારો? તો આજના પવિત્ર દિવસે અપનાવો આ ઉપાય

Arohi

Last Updated: 09:36 AM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mauni Amavasya Upay: જો તમારૂ જીવન મુશ્કેલીઓથી ઘેરાયેલું છે તો આજે મૌની અમાસના દિવસે આ ઉપાયોને જરૂર કરો. સાથે જ પિતૃઓને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ લેવા માટે અમાસના દિવસે આ જરૂર કરો.

  • અમાસના દિવસે જરૂર કરો આ કામ 
  • દેવામાંથી મળશે છુટકારો 
  • દૂર થશે આર્થિક તંગી 

આજે સ્નાનદાન શ્રાદ્ધાદિની અમાસ છે. માઘ મહિનાની અમાસને મૌની અમાસના નામથી ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ઋષિ, મનુનો જન્મ થયો હતો. આ દિવસે મૌન વ્રત રાખવાની પણ પરંપરા છે. માનવામાં આવે છે કે આ દિવસે ત્રિવેણી કે ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરી દાન કરવાથી પુણ્ય ફળોની પ્રાપ્તિ થાય છે. જો તમે કોઈ તીર્થ સ્થળ પર જવામાં અસમર્થ છો તો આજે ઘર પર જ પાણીમાં ત્રિવેણી કે ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરીને લાભ ઉઠાવી શકો છો. 

મેળવો પિતૃઓના આશીર્વાદ 
આ દિવસે સ્નાન બાદ તળ, તળના લાડુ, તલનું તેલ, આંમળા અને ધાબળાનું દાન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. આ દિવસે પિતૃઓને શ્રાદ્ધ કરવાથી તેમના આશીર્વાદ મળે છે. મૌની અમાસના દિવસે આ ખાસ ઉપાયો કરવાથી અલગ અલગ સમસ્યાઓનું સમાધાન પણ મળે છે. 

ધન પ્રાપ્તિ માટે 
ધનની પ્રાપ્તિ માટે રાત્રીના સમયે એક પાણી વાળુ નારિયેળ લો અને શિવ પ્રતિમાના સામે તે નારિયેળને ધન પ્રાપ્તિની કામના કરતા જમીન પર તોડી દો. હવે નારિયેળના આ ટૂકડાઓને ભગવાન શિવની પ્રતિમાની પાસે રાખો અને આખી રાત ત્યાં જ રાખો. બીજા દિવસે સવારે ઉઠીને તે નારિયેળના ટુકડાને ત્યાંથી ઉઠાવી લો અને ઘરના બધા સદસ્યોમાં વહેચી દો. 

મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવવા 
જો જીવનમાં તમને કોઈ પ્રકારની મુશ્કેલીઓ છે તો તેનાથી છુટકારો મેળવવા માટે આજે લાલ રંગનો મોટો દોરો લઈને તેને ગળામાં પહેરો અને તેને બીજી અમાસ સુધી પહેરીને રાખો. જણાવી દઈએ કે બીજી અમાસ 10 માર્ચે છે. 10 માર્ચે તે દોરો પોતાના ગળાથી કાઢીને રાતના સમયે ઘરમાંથી બહાર ક્યાંક અવાવરૂ જગ્યા પર ખાડો કરીને દબાવી દો. 

આર્થિક સમસ્યા માટે 
આર્થિક સમસ્યાથી છુટકારો મેળવવા માટે 8 બદામ અને 8 કાજલની ડબ્બી લઈને રાતના સમયે તેને એક કાળા કપડામાં બાંધીને પોતાના પૈસાની તિજોરીની નીચે મુકી દો. બીજા દિવસે કાળા કપડાને બદામ અને કાજલના ડબ્બા સહિત પાણીમાં વહાવી દો. 

જીવનસાથી સાથેના સંબંધ માટે 
જો તમારા અને તમારા જીવનસાથીની વચ્ચે કોઈને કોઈ વાતને લઈને હંમેશા ઝગડો થતો રહે છે તો આજના દિવસે થોડુ દૂધ મિક્સ કરીને તેમાં મિઠુ મિક્સ કરી તેને કોઈ કુવામાં નાખી દો. જો તમને ઘરની આસ પાસ ક્યાંય કુવો ન મળે તો ઘરની બહાર કાચી માટીમાં દૂધ નાખી દો અને કેના પર થોડી માટી નાખી દો. 

દેવામાંથી મુક્તિ માટે 
જો તમે દેવાથી પરેશાન છો તો આજે થોડી રઈને બન્ને હાથમાં લઈને અડધી રાત્રે પોતાના ઘરના ચોકમાં કે ઘરની છત પર જઈને ઘડિયાળની વિપરિત દિશામાં ત્રણ ચક્કર લગાવો ત્યાર બાદ થોડી થોડી રાઈને બન્ને દિશામાં ફેંકી દો. 

વધુ વાંચો: સુખ-શાંતિ જોઈતી હોય કે પછી કરિયરમાં જોઈએ સફળતા: આ રીતે કરો મા લક્ષ્મીની પૂજા

સારા સ્વાસ્થ્ય માટે 
જો તમારા પરિવારમાં કોઈ સદસ્ય થોડા દિવસોથી અસ્વસ્થ્ય છે તો આજે સ્નાન બાદ અસ્વસ્થ્ય વ્યક્તિના પહેરેલા કપડાથી એક દોરો નિકાળી લો અને તે દોરાને રૂ સાથે મિક્સ કરીને તેની દિવેટ બનાવી લો. હવે એક માટીના દિવામાં સરસવનું તેલ મિક્સ કરીને તે દિવેટ લગાવી દો અને મંદિરની બહાર તે દિવો મુકી દો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ