ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / shakti kant das has given indication rapo rate may increase on june

મોંઘવારી વધશે ? / હોમ-કાર લોન સહિત તમામ લોનની EMI હજુ વધશે ! RBI ગર્વનરે આપ્યા સ્પષ્ટ સંકેત

Published By: Khyati

Last Updated: 03:56 PM, 23 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ જનતા મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠી છે તો બીજી તરફ RBI એવો નિર્ણય લઇ શકે છે કે જેથી આવનારા સમયમાં વધી શકે છે જનતાની મુશ્કેલી

ADVERTISEMENT

  • હોમ-કાર લોન થશે મોંઘી
  • RBI આવતા મહિને વધારી શકે છે રેપોરેટ
  • મોંઘવારી વચ્ચે ફરી એકવાર મધ્યમવર્ગ પિસાશે 


જો તમે કાર લોન કે હોમ લીધી હોય તો તમારી મુશ્કેલીમાં વધારો થશે. કારણ કે આરબીઆઇએ આ અંગે અત્યારથી એવા સંકેત આવી દીધા છે કે તમારી ઇએમઆઇમાં વધારો થશે. આરબીઆઇના ગર્વનર શક્તિકાંત દાસે એક ખાનગી ચેનલના ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે  જૂનની મોનેટરી પોલિસીમાં રેપો રેટ વધારવામાં આવશે. તેમણે કહ્યું કે ફુગાવાને જોતા નાણાકીય નીતિના મધ્યમાં પોલિસી રેટ વધારીને 4.40 કરવામાં આવ્યા હતો હવે આને વધારીને 5.15 ટકા કરવામાં આવી શકે છે. એટલે કે આવનારા દિવસોમાં તમારા પર EMIનો બોજ વધવાનો છે. તમારી હોમ, કાર લોન અને અન્ય લોનની EMI વધશે.

મધ્યમવર્ગનું ખોરવાશે બજેટ 

આરબીઆઇ દ્વારા રેપોરેટમાં 0.40 ટકાના વધારા બાદ મોટાભાગની બેંકોએ વ્યાજના દરોમાં વધારો કર્યો છે. જેમાં હોમ લોન, કારલોન સહિતની અન્ય લોનની ઇએમઆઇમાં વધારો થશે. જો જૂનમાં રેપોરે વધશે તો આશા છે કે મોંઘવારીની વચ્ચે સામાન્ય માણસનું બજેટ બગડશે.  લોકો પહેલેથી જ મોંઘવારીથી પરેશાન છે તેવામાં વધુ એક વધારો પરેશાનીમાં વધારો કરી દેશે. 

રેપો રેટમાં થઇ શકે છે વધારો 

આપણે પોતાની જરૂરિયાત અનુસાર બેંકમાંથી લોન લઇએ છીએ તેવી જ રીતે બેંકો પણ પોતાની જરુરિયાત મુજબ આરબીઆઇ પાસેથી લોન લે છે. ભારતીય રિઝર્વ બેંક જે રેટ પર બેંકોને લોન આપે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. જો આરબીઆઇ રેપો રેટમાં વધારો કરે તો બેંક દ્વારા તમને મળનારી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન મોંઘી થઇ જાય છે. અને જો CRR વધે તો બેંકોને વધારે ભાગ આરબીઆઇ પાસે રાખવો પડે છે અને તેની પાસે લોનના રૂપમાં આપવા માટે ઓછી રકમ રહી જશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Car Loan Home Loan RBI rapo rate રેપો રેટ RBI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ