બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Shaheen Afridi fitness update, India vs Pakistan T20 match news

IND vs PAK / પાકિસ્તાની પ્લેયરનું કમબેક,ભારતને ટક્કર આપવા શાહીન આફરીદીની થઇ શકે છે વાપસી

Published By: Vaidehi

Last Updated: 05:59 PM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો 23 ઑક્ટોબરનાં ટી-20 વર્લ્ડકપમાં સામે-સામે ઊતરશે. બંને વચ્ચે ક્રિકેટ મહાયુદ્ધ મેલબર્નનાં મેદાનમાં થશે, તેનાથી પહેલાં પાકિસ્તાની ફેન્સ માટે મોટી ખબર એ છે કે પાકિસ્તાની પ્લેયર શાહીન શાહ આફરીદી 23 ઑક્ટોબરથી પહેલાં સાજાં થઇ શકે છે.

  • પાકિસ્તાની પ્લેયરનું કમબેક
  • શાહીન આફરીદીની થઇ શકે છે T20માં વાપસી
  • ભારત-પાકિસ્તાનની પહેલી મેચમાં થશે ધમાલ

ટી-20 વર્લ્ડકપ શરૂ થવાને હવે થોડો જ સમય બાકી રહ્યો છે. 16 ઑક્ટોબરથી ટી-20 વર્લ્ડકપ ઑસ્ટ્રેલિયામાં શરૂ થશે અને 16 ટીમો એક ટ્રોફી માટે એકબીજાની વિરુદ્ધ રમશે. ટીમ ઇન્ડિયાની મેટ 23 ઑક્ટોબરથી શરૂ થશે જ્યાં પહેલી જ મેચ પાકિસ્તાન વિરુદ્ધ રહેશે.

આ મેચ પહેલા પાકિસ્તાની માટે સારી ખબર એ છે કે પાકિસ્તાનનાં સૌથી ઝડપી ગેંદબાજ શાહીન શાહ આફરીદી ભારતની સામે થવાની મેચ પહેલા સંપૂર્ણ રીતે ફીટ થઇ શકે છે. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ રમીજ રાજાએ આ જાણકારી આપી હતી. શાહીન શાહ આફરીદીને ઘૂંટણમાં ઇજા થવાને લીધે જૂલાઇ મહિનાથી મેદાનમાં ઊતર્યાં નથી. તે હવે સીધા ટી-20 વર્લ્ડકપમાં આવશે. એશિયા કપ 2022માં પણ તેઓએ હાજરી આપી નહોતી.

રમીજ રાજાએ આપી માહિતી
રમીજ રાજાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જાણકારી આપી કે તેમની શાહીન સાથે વાતચીત થઇ છે અને તે કહી રહ્યાં છે કે તે હવે ઘણાં ફીટ છે. શાહીન 23 ઑક્ટોબરનાં થનારી ભારત-પાકિસ્તાન ટી-20 જંગમાં રમવા સંપૂર્ણ રીતે તૈયાર થઇ જશે.

માત્ર 22 વર્ષીય શાહીન આફરીદીને હાલનાં સૌથી ઝડપી અને ખતરનાક ગેંદબાજ માનવામાં આવે છે. ઑસ્ટ્રેલિયાની પીચો પર શાહીનનું કદ, તેની રફતાર અને તની સ્વીંગ કરવાની ક્ષમતા પાકિસ્તાન ટીમને કામ આવી શકે છે. અને વિરોધીઓ માટે સંભવત: મુશ્કેલી બની શકે છે.

ટી-20 વર્લ્ડકપ 2021માં પણ પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. તે મેચમાં શાહીન આફરીદીએ પોતાની ક્ષમતા વરસાવી હતી. શાહીને રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટની વિકેટ લીધી હતી અને ટીમ ભારતની બેટિંગની કમરતોડી દીધી હતી.

ટી-20 વર્લ્ડકપમાં રમશે આ ભારતીય ખેલાડીઓ

ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.
સ્ટેન્ડબાય ખેલાડીઓ: મહોમ્મદ શમી, શ્રેયસ ઐયર, રવિ બિશનોઇ, દીપક ચહર

સંકળાયેલા મુદ્દાઓ

IND vs PAK T20 Worldcup shaheen afridi ટી-20 વર્લ્ડ કપ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ t-20 world cup

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ