ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / SGVP hospital demand money before give corona warriors asi dead body

શરમજનક / રૂપિયા માટે SGVP હોસ્પિટલે માનવતા નેવે મૂકી : કોરોના વૉરિયરના મૃતદેહ માટે પરિવારને રઝળાવ્યો

Published By: vtvAdmin

Last Updated: 02:18 PM, 26 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની મહામારી વચ્ચે માનવતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. આપણાં સૌની સુરક્ષા માટે ખડેપગે રહેતાં પોલીસ જવાનના કોરોનાથી મોત થયું પણ પરિવારને મૃતદેહ આપવા માટે અમદાવાદની SGVP હોસ્પિટલે 1.32 લાખ રૂપિયાનું બિલ માંગ્યુ. જ્યારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને પૈસા આપવાની બાહેંધરી આપી ત્યાર બાદ મૃતદેહ અપાયો.

ADVERTISEMENT

  • SGVP હોસ્પિટલે કહ્યું બિલ ભરી દ્યો પછી મૃતદેહ લઈ જાવ
  • ક્રાઈમબાંચના IPSની મધ્યસ્થતાં બાદ SGVPએ મૃતદેહ આપ્યો
  • મૃતદેહ આપતી વેળાએ SGVP તંત્રએ AMC પાસેથી બાહેંદરી માંગી

સમગ્ર ઘટનાની વાત કરીએ તો બે દિવસ પહેલાં અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ASI ગિરીશભાઈ બારોટનું કોરોનાના કારણે નિધન થયું હતું. કોરોના વૉરિયર એવા ગિરીશભાઈને કિડની અને ન્યુમોનિયાની બિમારી હોવાથી ડ્યુટી પરથી વાડજની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે ત્યાં સારવારની પૂર્ણ વ્યવસ્થા ન થતાં તેમને અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ નજીક આવેલી SGVP સ્વામિનારાયણ સંસ્થાના પરિસરમાં આવેલી SGVP હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

1.32 બિલ માંગી કહ્યું પહેલાં ભરો પછી મૃતદેહ લઈ જાવ

અહીં  SGVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન ASI ગિરીશભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને ટુંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું. ગિરીશભાઈનું નિધન થતાં પરિવારજનો તેમનો મૃતદેહ લેવાં હોસ્પિટલ પહોંચ્યા હતાં. ત્યારે SGVP હોસ્પિટલના તંત્રએ 1.32 લાખનું બિલ માંગ્યું અને કહ્યું કે જો બિલ નહીં આપો તો મૃતદેહ નહીં મળે.

AMCના અધિકારીઓએ પૈસા આપવાની બાહેંદરી આપી એટલે મૃતદેહ સોંપ્યો

ગિરીશભાઈના પરિવારજનોએ આ વાત ક્રાઈમબ્રાંચના સ્પેશિયલ CP અજય તોમરને કરતાં તેઓ તાત્કાલિક SGVP હોસ્પિટલ પહોંચ્યા હતા. અજય તોમરે કોર્પોરેશનના અધિકારીઓને બોલાવી મધ્યસ્થતા કરવા કહ્યું, ત્યાર બાદ AMCના અધિકારીઓએ SGVP તંત્રને 1.32 લાખ રૂપિયા અમે આપી દઈશું તેવી બાંહેધરી આપ્યા બાદ SGVPએ ગિરીશભાઈનો મૃતદેહ પરિવારને સોંપ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

ASI Girish Barot SGVP hospital corona warriors એસજીવીપી હોસ્પિટલ કોરોના વોરિયર્સ ગિરીશભાઈ બારોટ SGVP hospital

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ