બ્રેકિંગ ન્યુઝ
VTV / Serum Institute Of India Clarifies Claims Over Corona Vaccine Covishield Availability
Parth
Last Updated: 07:01 PM, 23 August 2020
ADVERTISEMENT
ભારતમાં કોરોના વાયરસની રેસમાં સીરમ ઇન્સ્ટીટયુટ સૌથી આગળ છે અને તે ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળીને રસી બનાવી રહી છે. કંપનીને રસી બનાવવા માટે સરકારની પણ મંજૂરી મળી ગઈ છે. જોકે વર્તમાનમાં કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ રસી હવે 73 દિવસમાં જ આઈ જવાની છે. પરંતુ કંપનીનુ કહેવું છે કે આ માત્ર એક અનુમાન છે. વેકિસન બજારમાં ત્યારે જ થવાની છે જ્યારે ટ્રાયલ સફળ થઇ શકશે અને તે પછી રેગ્યુલેટરી તરફથી અપ્રૂવ્લ મળી જાય.
ADVERTISEMENT
We would like to clarify that the current media claim on COVISHIELD's availability in 73 days is misleading.
— SerumInstituteIndia (@SerumInstIndia) August 23, 2020
Phase-3 trials are still underway. We will officially confirm it’s availability.
Read clarification statement here - https://t.co/FvgClzcnHr#SII #COVID19 #LatestNews pic.twitter.com/mQWrqgbzO4
સીરમ ઇન્સ્ટીટયુટે એક નિવેદનમાં કહ્યું કે સરકારે અત્યારે અમને માત્ર રસીના ઉત્પાદન અને ભંડાર કરવા માટેની અનુમતિ આપી છે. કંપનીએ સાફ શબ્દોમાં કહ્યું કે COVISHIELDને ત્યારે જ વેચવામાં આવશે જ્યારે ટ્રાયલ્સમાં તેને સફળતા મળે અને રેગ્યુલેટરી મંજૂરી આપી દે.
હાલમાં આ રસીનું ત્રીજા ચરણમાં ટ્રાયલ થઇ રહ્યું છે અને કંપનીએ કહ્યું કે એકવાર રસી પ્રભાવી છે તેવું સાબિત થઇ જાય તે પછી સામેથી જ તેની ઉપલબ્ધતાની પુષ્ટિ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે રસી માત્ર 225 રૂપિયામાં મળી શકશે.
નોંધનીય છે કે દુનિયાભરમાં કોરોના વાયરસની રસીને લઈને એક પ્રકારની જાણે હોડ લાગેલી છે. રશિયાએ તો બીજી નવી રસી પર દાવો ઠોકી દીધો છે. આ સિવાય અમેરિકા, ભારત અને બ્રાઝીલ સહીતના દેશોમાં રસીના ટ્રાયલ ચાલી રહ્યા છે. વિકસિત દેશોએ અત્યારથી જ કેટલીક રસીના ડોઝ ખરીદી લીધા હોવાના અહેવાલ બાદ WHOએ પણ રસી શોધવાને રાષ્ટ્રવાદ સાથે ન જોડવા પર ટકોર કરી હતી.
યુનાઇટેડ કિંગડમ દ્વારા ઓક્સફર્ડની 100 મિલિયન ડોઝ અત્યારથી બૂક કરી નાખી છે. બ્રાઝીલે ૧૨૭ મિલિયન ડોલરમાં 30 મિલિયન ડોઝ માટે કરાર કરી નાખ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રીએ પણ કહ્યું કે સરકાર SII સિવાય અન્ય પણ ફાર્મા કંપની સાથે સંપર્કમાં છે અને વધુમાં વધુ ડોઝ હાંસલ કરવા માંગે છે. જો ICMR અને ભારત બાયોટેકની અથવા ઝાયડસની રસી ટ્રાયલમાં સફળ થઇ જાય તો તેમને પણ ઓર્ડર આપી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.