બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Seeing PM Modi putting something like that in the mouth of Shivraj Singh, there was a commotion

હળબળાટ / મંચ પર PM મોદીની બાજુમાં જ ચુપકેથી કંઈક ખાતા દેખાયા MPના CM, વીડિયો જોઈ લોકોએ ખૂબ બનાવ્યા Meme

Published By: Dinesh Chaudhary

Last Updated: 03:31 PM, 13 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવરાજ સિંહને મોઢામાં એવુ તો શું નાખતા PM મોદી જોઈ લેતા 'હળબળાટ' મચી ગઈ...!

  • 'મહાકાલ લોક'ના ઉદ્ધાટન પ્રસંગનો વીડિયો વાયરલ
  • CM શિવરાજ સિંહના ખિસ્સામાં એવું તો શું હતું?
  • શિવરાજ સિંહના ખિસ્સામાંની વસ્તુને લઈ અટકળો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉજ્જૈનમાં 'મહાકાલ લોકનું' લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વાયરલ વીડિયોની લોકો ખૂબ જ મજા પણ માણી રહ્યા છે. સમગ્ર વીડિયાને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી છે કે શિવરાજ સિંહના ખિસ્સામાં એવું તો શું હતું કે PM મોદીની બાજુમાં હોવા છતાં પણ તેમણે ખિસ્સા માંથી તે કાઢ્યું અને કોઈ ન જોવે તેમ ઝડપથી મોમાં પણ નાખી દીધું.  આ વાત પર લોકો અવનવા પ્રકારના અંદાજો પણ લગાડી રહ્યા છે તો વળી તે વીડિયોના કેટલાય મિમ પણ બન્યા છે.

 

શુ છે વાયરલ વીડિયામાં

વાયરલ વીડિયોમાં એવું નજરે આવે છે કે, PM મોદી અને શિવરાજ સિંહ બાજુ-બાજુમાં બેઠાલા છે. સ્ટેજ પર ભાષણ પણ ચાલી રહ્યું છે એટલામાં જ શિવરાજ સિંહ ચૌહાણ ધીરેથી પોતાના ખીસ્સામાં હાથ નાખીને કંઈક કાઢે છે અને તુરંત જ મોઢામાં મૂકી દે છે. ત્યારે જ PM મોદી તેમની તરફ જોવે છે અને શિવરાજ સિંહ હળબળી ગયા હોય તેવું અંદોજો આવે છે. જ્યારે CM શિવરાજ સિંહ ચૌહાણનું ધ્યાન પોતાના ખિસ્સામાં રાખેલી 'વસ્તુ' પર હોય છે ત્યારે જ સ્ટેજ પરથી એવું એલાન થાય છે કે તેઓ PM મોદીનું સ્વાગત કરશે. આ સમગ્ર બાબત પર લોકો ભરપૂર મજા માણતા અને શુ ખાધુ અને શું નહી તેની અટકળો અંદરો-અંદર તેજ પણ કરી દે છે તે ઘટનાની મોજ માણતા જોવા મળ્યા છે.
સોશિયલ મીડિયામાં વીડિયાને લઈ ચર્ચા
વિનય કુમાર નામના એક યુઝરે ટ્વીટર પર લખ્યું છે કે "મામા શિવરાજ સિંહ ચૌહાણ જયારે ચીનીયા બદામ ખાવા જાય છે ત્યારે જ PM મોદી તેમને રંગે હાથે પકડે છે અને CM શિવરાજ સિંહ એકાએક જ હળબળી ગયા. ભુતકાળમાં PM મોદી દ્વારા કહેવાયેલી વાત આજે સાબિત થઈ છે કે ન તો ખાઈસ, ન ખાવા દઈસ". એક અન્ય યુઝેરે લખ્યું છે કે "જાન આવી ગઈ હોય અને ઘરનું કોઈ વ્યક્તિ જ ચોરી છૂપીને ગુલાબ જાંબુ ખાતું હોય અને અચાનક જ દીકરીના પિતા સામે આવી જાય એવી જ હાલત શિવરાજ સિંહ મામા સાથે બની હતી". તો વળી અન્ય એક યુઝેરે લખ્યું કે "મધ્ય પ્રદેશના ઉજ્જૈન #મહાકાલ લોકમાં મોદી બેઠા હતા શિવરાજની 'બાજુ' અને મામા દબાવીને ખાઈ રહ્યા હતા 'કાજુ'".


 

સંકળાયેલા મુદ્દાઓ

Madhya Pradesh PM modi Shivraj singh chauhan Video viral મધ્ય પ્રદેશ વીડિયો વાયરલ શિવરાજ સિંહ ચૌહાણ hustle and bustle

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ